________________
સંયમ
જ ગયેલી. બધાં સંયમી જ કહેવાય. બાકી, આ સંયમની તો અહીંથી શરૂઆત થઈ ગઈ, જ્ઞાન આપ્યું ત્યારથી જ સંયમી.
૨૮૫
ક્રોધ-માન-માયા-લોભને સંયમમાં લેવા, એનું નામ સંયમ. કારણ કે જગત આખું ક્રોધ-માન-માયા-લોભથી બંધાયેલું છે, અને એ કષાયો જ એને દુઃખ દે છે, નિરંતર. ભગવાન કંઈ દુઃખ દેતા નથી. એટલે ક્રોધ
માન-માયા-લોભનો સંયમ હોય ત્યારે સંયમ કહેવાય. એ અહંકારનો સંયમ થાય ત્યારે સંયમ કહેવાય. અહંકારનો સંયમ ક્યારે થાય કે ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય ત્યારે. ત્યાં સુધી સંયમ જ ના હોયને ! પણ એ લૌકિકમાં એવું કહેવાય કે આ સંયમી છે. વ્યવહારમાં એવું કહેવાય, ‘આ સંયમી આવ્યા’ ! ખરેખર સંયમી નથી.
આર્ત-રૌદ્રધ્યાત તહીં તે સંયમ !
પ્રશ્નકર્તા : આ ચિઢાઈ ઊઠવું એ શું છે ?
દાદાશ્રી : એ પ્રકૃતિ છે, એને આપણે જોયા કરવું. તે પણ એક સંયમ છે પણ પોતાને ખરાબ છે એમ લાગ્યા કરે. ત્યાં આ આજ્ઞા પાળેને એટલે સંયમ ઉત્પન્ન થાય. એ સંયમ એ જ પુરુષાર્થ. એટલે આ આપણા અક્રમ વિજ્ઞાનના આધારે કે જેનાથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન જાય એ સંયમ કહેવાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય, એનું નામ સંયમ કહેવાય.
ક્રોધ-માન-માયા-લોભ ચંદુભાઈને થાય, પણ પોતાને એમ થાય કે આ ના હોવું જોઈએ. સ્વરૂપે કરીને તમને એમ જ લાગે કે આ ના હોવું જોઈએ. બન્ને ક્રિયા સાથે થતી હોય. ચંદુભાઈ ક્રોધ કરતા હોય અને તમને મહીં અંદર એમ થતું હોય કે આ ના હોવું જોઈએ. એ બે ક્રિયા સાથે થાય, એનું નામ સંયમ. અસંયમ ઉપર સંયમ, એનું નામ સંયમ. આ જગતના લોકોને શું થાય ? અસંયમ ઉપર અસંયમ. એટલે વાત છે ટૂંકી ને સમજ્યા વગરનું બફાયા કરે છે બધું.
પાંચ આજ્ઞા એ જ સંયમ !
ક્ષાયક સમકિત એટલે નિરંતર અંતર સંયમ રહે. બાહ્ય સંયમની જરૂર
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નથી. બહાર તો ચારિત્રમોહ છે, વર્તનમોહ છે. એટલે એ મોહ ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. ચશ્મા પહેરવાં જ પડે. ઘડિયાળ પહેરવું પડે, ખમીશો પહેરવા પડે, વાળ ઓળવા પડે પણ અંદરનો મોહ જતો રહેવો જોઈએ.
૨૮૬
ચંદુભાઈનો જે માલ હોય સંયમવાળો કે અસંયમવાળો, તેને આપણે વીતરાગભાવે જોવો એ સંયમ. ચંદુભાઈ ચિઢાય તો એની ઉપર ચિઢાવાનું નહીં આપણે, એને જોવાનું. અને બહુ ત્યારે ‘આમ ન શોભે' એવું બોલવાનું. એવો ભાવ રહે સાધારણ, બોલવાનું તો હોતું નથી !
આપણી પાંચ આજ્ઞા એ સંપૂર્ણ અંતર સંયમ જ છે ! એટલે જો પૂરેપૂરી આદર્શ પળાય તો, નહીં તો પછી એ જેટલી ઓછી પળાય એટલી આદર્શતા ઓછી. તેથી જ આ બધાંને અંદર સંયમ રહે છે ને ! કોઈપણ ફાઈલની જોડે સમભાવે નિકાલ જ કરે છે. સમભાવે નિકાલ કરવા માટે કેટલો બધો સંયમ રાખવો પડતો હશે ? આ અંતર સંયમ નિરંતર રહેવાનો !
આ જ્ઞાન મળે ત્યારે શુદ્ધાત્મા થયા પછી સંયમી કહેવાઓ. હવે તમે સંયમી કહેવાઓ. પણ લોકો કબૂલ ના કરે. લોકો તો કહે, કપડાં બદલ્યાં નથી, બૈરી છે, આમ છે, તેમ છે, બહાનાં કાઢે બધાં ! પણ આપણાં મહાત્માઓને નિરંતર સંયમ રહેવાનો. એટલે આંતરિક સંયમ રહેવાનો, બાહ્ય સંયમ નહીં. એટલે આ પાંચ આજ્ઞા પાળો, તેમાં આંતરિક સંયમ જ હોય નિરંતર તમને. એ સંયમ મોક્ષભણી લઈ જાય. અને બાહ્યસંયમ
ભૌતિક સુખો આપે. સંયમ બેઉ હિતકારી છે, પણ આ ભૌતિક સુખનો લાભ થાય ને પેલો મોક્ષ આપે. અંદરનો સંયમ હોય, બહાર ના પણ હોય, તેનો કંઈ વાંધો નથી. બાહ્ય સંયમ હોય ને અંદર ના હોય તો વાંધો છે. આવો ટાઈમ નથી આવતો, નહીં તો બાહ્ય સંયમધારીને કંઈ દા'ડો વળે નહીં. અંતર સંયમથી મોક્ષ, બાહ્ય સંયમથી બધો સંસાર, સોનાની બેડી જેવો !
પ્રશ્નકર્તા : પણ જગતમાં તો સંયમનો અર્થ બીજો કરે છે. કંઈક કંટ્રોલ કરવો, પોતાની જે વૃત્તિઓ પર કંટ્રોલ કરવો.