________________
સંયમ
૨૮૩
સંયમમાં રહો છોને બરોબર ? બસ ત્યારે. આપણે સંયમ જોઈએ, બસ. સંયમથી મોક્ષ. ચંદુભાઈ જે કરે છે એ તમને અનુકૂળ ના આવે, તમારો અભિપ્રાય જુદો જ પડેને ! કો'કની પર ગુસ્સે થઈ ગયા હોય ચંદુભાઈ, તમને ગમે નહીંને ? ચેન પડે નહીં ? એ સંયમ. પ્રકૃતિથી પોતાનો અભિપ્રાય જુદો પડી જવો, એનું નામ સંયમ.
દેહાધ્યાસ ત્યાં નથી સંયમ ! ભગવાને કહ્યું હતું, દેહાધ્યાસ છે ત્યાં સંયમ નથી, સંયમ હોય ત્યાં દેહાધ્યાસ ના હોય. છતાંય જુઓને, અત્યારે સંયમની ભાષા કઈ ચાલે છે ?!
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટામાં રહો એ સંયમ કહેવાય ?
દાદાશ્રી : ના. એ જ્ઞાતા-દ્રષ્ટામાં રહો એ સંયમ નહીં, જ્ઞાતાદ્રષ્ટામાં રહો એ જ્ઞાન કહેવાય. જ્ઞાતા-દ્રષ્ટામાં રહો એટલે એ છેલ્લું પદ, જ્ઞાન કહેવાય. અને સંયમ એટલે શું ? આર્તધ્યાન-રૌદ્રધ્યાન અટકી જાય, એનું નામ સંયમ. દેહાધ્યાસને ભગવાને સંયમ નથી કહ્યો. ભગવાન અને સંયમ ના ગણે. દેહાધ્યાસ ના હોય ત્યારે સંયમ હોય.
આ તો એ પોતે જ કહે છે કે દેહાધ્યાસને અમે માનીએ છીએ, દેહાધ્યાસ જ માનીએ છીએ, પણ દેહાધ્યાસ શબ્દ ના બોલે એ. એ શું બોલે ? અશુભ છોડો અને શુભ કરો. શુભ કરો એ દેહાધ્યાસ. દેહાધ્યાસ વધાર્યો કહેવાય ઊલટો. એ ઓછો હતો તે વધાર્યો. હવે આ ના સમજાયને બધું ? કેવી રીતે સમજાય એટ એ ટાઈમ ? આ તો જ્ઞાની પુરુષની દ્રષ્ટિ ઘડીકમાં તો ક્યાંની ક્યાંય ફરી વળે ! પ્લસ-માઈનસ કરીને મૂળ જગ્યા ઉપર આવી જાય. કારણ કે નિર્મળ દ્રષ્ટિ થયેલી છે. આ તો જરાય સંયમ જ નહીંને, છતાં લોક કહે કે સંયમી આવ્યા. કારણ કે એ લૌકિક સંયમ છે. લોકોએ માનેલો, એવા સંયમનો ભગવાને સ્વીકાર કરેલો નથી. ભગવાન સ્વીકાર કરે તો આપણા મહાત્માઓ બધા સંયમી. કારણકે ગુસ્સો થાય અને સંયમે ય હોય. અસંયમમાં ય સંયમ હોય.
પ્રશ્નકર્તા ઘણાં પૂછે છે કે આ વર્તનમાં ક્યાં ફેર પડ્યો ?
૨૮૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : એ વર્તનમાં મારે જોવાનું નથી. અસંયમ થાય તો સંયમને આપણે જોઈ શકીએ કે આ સંયમ ચાલ્યો. આપણે સંયમમાં છીએ એવું લાગે આપણને. ચંદુભાઈ અસંયમમાં હોય અને તમે સંયમમાં હો.
અમારે ઘણુંખરું બન્ને ક્લિયર હોય. બહારેય સંયમ હોય અને અંદરેય સંયમ હોય. નહીં તો પછી આપણા જ્ઞાનીઓ કહેશે, ‘દાદા, તમારા અને અમારામાં શો ફેર રહ્યો ?”
પ્રશ્નકર્તા : આપણી જાગૃતિ પૂરતી છે કે નથી એ કઈ રીતે ખબર પડે?
દાદાશ્રી : એ તો વારેઘડીએ ખબર પડે આપણને આપણા સંયમ ઉપરથી. ચંદુભાઈને કો'ક માણસ આવીને કહેશે, ‘તમે આ છોકરાને ભણાવો છોને, તે બિલકુલ બહુ જ ખરાબ રીતે ભણાવો છો.” એવું તે બધું
બ્લેઈમ કર્યા કરતો હોય તમારે મોઢે, તે વખતે આ ચંદુભાઈ છે તે એને પાછું બ્લેઈમ કરે. અને તેને તમે જાણો કે આ ચંદુભાઈ અસંયમી થયા. એ જેને અસંયમ થયો એ જાણે છે એ જાણનાર સંયમી છે. એટલે આ જાગૃતિ છે કે નહીં, એ ખબર પડે કે ના પડે ? ગાળ ભાંડે તો આપણી જાગૃતિ મહીં ખબર પડી જાય. અગર તો સરસ કપડાં પહેરીને લગ્નમાં જતા હોઈએ અને કોઈ ઉપર થુંકે તો એના ઉપર બચકાં નહીં ભરવા જતાં જાગૃતિ મહીંથી ઉત્પન્ન થાય. આ ચંદુભાઈ એ વખતે બચકું ભરી લે, પણ તોય મહીં અંદરથી એમ થાય કે આ ન હોવું જોઈએ. એ જાગૃતિ અને એ જ સંયમ. અસંયમને જોવો એ જ સંયમ !
કષાયતો સંયમ તે ખરો સંયમ ! પ્રશ્નકર્તા : દાદા, અંદર તણું એટલે પહેલું તપ ઊભું થાય, પછી સંયમ ઊભો થાય ?
દાદાશ્રી : સંયમ તો જયારથી આપણે શુદ્ધાત્મા થયા અને ચંદુભાઈ છૂટ્યા ત્યારથી જ સંયમની શરૂઆત થઈ ગઈ.
પ્રશ્નકર્તા : તપેય સંયોગો આવે ત્યારે ઊભું થાયને ? દાદાશ્રી : ત્યારે તપ ઊભું થાય. પણ આ સંયમ તો શરૂઆત થઈ