________________
સંયમ
૨૮૧
૨૮૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
હું ફેરફાર કરી નાખુંને પાછો. કાચુંય પડી જાયને કોઈ વખત. બધામાં ઓછું કંઈ સમાધાન થાય ? એ કેવાં કેવાં ભેજાં આવે છે ! પણ આપણો ધ્યેય આવો હોવો જોઈએ એવા ભાવમાં હોય. એટલે કહેવાનું શું કે ઇચ્છા-ભાવના તમારી આ જ છે, વખતે ભૂલ થઈ જાય. પણ તમારી ભાવના આ જ છે, ત્યાંથી અમે તમને સંયમી કહીએ છીએ. થઈ જાય એ વસ્તુ જુદી છે પણ તમારી ભાવના શું છે ? આજના સંયમમાં લોકોને એવી ભાવના ય નથી હોતી.
અપકારીને પણ ભાળે તિર્દોષ ! કો’કે ગાળ દીધી, તે ઘડીએ સ્વાધ્યાય બધું સળગી જાય. ભગવાને આવા સ્વાધ્યાય કરવાની ના પાડી. પહેલાં વાડ કર. નહીં તો સ્વાધ્યાય તો બહુ અનંત અવતારથી કર્યા જ છેને ! આખા દહાડાનો સંયમ લીધેલો હોયને તેય એક અપમાન કરે તો આખી રાત ઊંઘવા ના દે. મૂઆ, મેલને પૈડ. તેમાં તે શું કર્યું ? તારું કરેલું બધું ફોગટ, એટલે ભગવાને આવું ના કીધી હતી. ભગવાન જુદું કહેવા માગતા હતા. ભગવાન તો ‘સંયમી થા’ એવું કહે છે.
સંયમી તો એનું નામ કહેવાય કે કોઈ ગાળ દે, કોઈ અપમાન કરે તોય પણ એ બધા નિર્દોષ દેખાય ! કોઈ દોષિત ના દેખાય !
આ ભઈને એક સ્કૂટરવાળો અથડાયો, તે પગે ફ્રેક્સર થયું. એટલે પેલો ગભરાઈ ગયો બિચારો. લોકોએ એને પકડ્યો. ત્યારે આમને પોતાને જ્ઞાન પ્રગટ હતું જ. એમણે કહ્યું કે ભઈ, એને જવા દો. એને બિલકુલ સેફસાઈડ જવા દો. તે એમણે બધાંને વિનંતી કરીને છોડાવડાવ્યો, નહીં તો મારત. હવે આનું નામ સંયમ કહેવાય. એ મોટામાં મોટો સંયમ. એ સંયમ માણસને પરમાત્મા બનાવે. આત્મામાંથી પરમાત્મા બનતો જાય. જરાય તમારો વિચારેય બગડ્યો નથી, નહીં ?
પ્રશ્નકર્તા : ના. બિલકુલ નહીં, દાદા. દાદાશ્રી : માણસને પરમાત્મા થવાનો રસ્તો જ આટલો સંયમનો છે !
સંયમ ત્યાં જ કર્મ નિકાલી ! સંયમ હોય તો જ નિકાલી કહેવાય, નહીં તો નિકાલી કહેવાય જ નહીંને ! સંયમ પહેલો હોય, ત્યાર પછી નિકાલી, સંયમ વગર તો મોક્ષ જ ના હોય ! સંયમપૂર્વક જ નિકાલ હોય. જેમાં નિકાલ શબ્દ હોય તો જાણવું કે આ સંયમથી કરે છે અને તેય સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહ્યું છે કે ચંદુભાઈને કહેવું કે ભાઈ, આ સામાને દુઃખ થાય એવું શું કરવા કરો છો ? પ્રતિક્રમણ કરો.
ક્રોધ થયો એનું નિવારણ થઈ શકે છે. કારણ કે નિકાલી બાબત છે એ. એટલે ગુનેગારી નથી આવતી. પણ સામાને દુઃખ થયું એટલા પૂરતું એનો હિસાબ ચૂકતે કરવો જોઈએ, એનું પ્રતિક્રમણ કરવું જોઈએ.
સંયમ હોય તો જ નિકાલી ક્રોધ હોય, નહીં તો નિકાલી ક્રોધ ના હોય. ક્રોધ બે પ્રકારના, એક નિકાલી ક્રોધ અને એક નિકાલી નહીં તેવો સાચો ક્રોધ. નિકાલી ક્રોધ એટલે જીવ નીકળી ગયેલો મહીંથી અને પેલો જીવવાળો ! તમને ક્રોધ આવ્યા પછી મહીં અંદર એમ નથી થતું કે આમ ના હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : હા. બહુ પસ્તાવો થાય કે આ ખોટું થઈ ગયું.
દાદાશ્રી : એ જે થાય છે ત્યાં સંયમ થઈ રહ્યો છે અને આ એનો બહારનો ભાગ આ પાઠ ભજવે છે. એનો તમે સંયમ કરી રહ્યા છો કે આમ ના હોવું જોઈએ. બહારનો ભાગ તો એની મેળે જે છે એ નીકળ્યા કરે છે, ટાંકીમાં જે માલ છે તે. ત્યારે એ પોતાને તો ગમતું ના હોય, એટલે એ કહે છે કે આવું ના હોય, આ ના શોભે !”
પ્રકૃતિથી પડ્યો અભિપ્રાય તોખો તે સંયમ !
સંયમ એટલે ચંદુભાઈ જે કંઈ કરે, કો'કને અહિતકારી હોય એવું કરે, છતાં તમારો અભિપ્રાય તદન જુદો જ હોય, એનું નામ સંયમ કહેવાય. ચંદુભાઈ કોઈકને ગાળો ભાંડે તો તમારો અભિપ્રાય જુદો જ હોય કે “આમ ના હોવું જોઈએ. આ શા માટે આવું કહો છો ?” એટલે જેમ બે માણસ જુદાં હોય એવી રીતે વર્તે, એનું નામ સંયમ.