________________
ક્રોધ-ગુસ્સો
૨૩૯
ભિન્ન છે ક્રોધ વિભાગ અને આત્મ વિભાગ !
ચંદુભાઈ ગમે એટલાં ક્રોધ કરતાં હોય પણ જો તમને છે તે ‘મને થાય છે’ એવું ભાન ના ઉત્પન્ન થાય, તો તમે જોખમદાર જ નથી. એવું આ વિજ્ઞાન છે. બહુ ચોક્કસ રહેવું જોઈએ અને તે વખતે એનાથી કોઈને દુઃખ થાય, આપણા ભાવોથી કંઈ દુ:ખ થાય સામા માણસને તો આપણે કહેવું, ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો, અતિક્રમણ કેમ કર્યું ?” આપણે જુદા ને ચંદુભાઈ જુદા ! એક ગુસ્સો કરે છે ને બીજો ના કહે છે. જે ના કહે છે એ આત્મ વિભાગ અને આ કરે છે એ પુદ્ગલ વિભાગ.
પ્રશ્નકર્તા : એ બધું ખ્યાલ આવે છે.
ત ભળે પ્રતિષ્ઠિત આત્મા તે ખરું !
દાદાશ્રી : એટલે આપણે બધાનામાં ક્રોધ હોય તોય ગયો છે એમ કહીએ છીએ. એવું શાથી કહીએ છીએ ? કારણ કે ક્રોધ ક્યારે કહેવાય ? આત્મા ક્રોધની અંદર તન્મયાકાર થાય તો ક્રોધ કહેવાય. નહીં તો ક્રોધ કહેવાતો જ નથી. તન્મયાકાર થાય તો સામાને ખોટું લાગે, નહીં તો સામાને ખોટું ના લાગે.
હવે તન્મયાકાર બે પ્રકારનું છે. મૂળ આત્મા તો જાણે તન્મયાકાર થતો જ નથી. આ જે આત્મા આપ્યો છે, તે તન્મયાકાર થતો જ નથી. પણ પ્રતિષ્ઠિત આત્મા જે છેને, એ તન્મયાકાર થાય તો ખોટું લાગેને કોઈને ! પ્રતિષ્ઠિત આત્મા જે ભળે છેને, પછી કદરૂપું લાગે. નહીં તો સામા માણસને કદરૂપું કેમ કરીને લાગે ? પ્રતિષ્ઠિત આત્મા ય ના ભળવો જોઈએ, ત્યાં આગળ જાગૃતિ રાખવી જોઈએ.
અમે વઢીએ, ઠપકો આપીએ, બધું કરીએ, પણ કોઈને ખોટું ના લાગે. અમારા શબ્દોથી કોઈના મનને ગોબો ના પડે અને આ લોકોનો ક્રોધ છે, તેનાથી વાસણ બળી જાય. જ્યારે આ આનાથી ગોબો ના પડે. ગોબા વગર બહાર નીકળે, વઢીએ-કરીએ તોય !
܀܀܀܀܀
[9]
સંયમ
અસંયમી સામે સંયમ તે સંયમી !
હવે સંયમી કોનું નામ કહેવાય ? એ તો જે સામો અસંયમી હોય, તેને કિંચિત્માત્ર દુઃખ ના થવા દે. સામો તો અસંયમી છે જ બિચારો. હું
ઉપર બેઠો ને એ નીચે બેઠો ત્યારથી. એ ના સમજતો હોય ? સંયમીને દુ:ખ હોતું નથી અને અસંયમીને દુઃખ થાય છે. માટે અસંયમીને દુઃખ ન થવું જોઈએ એ આપણો સંયમીનો રિવાજ. બરોબર છે કાયદો ?
અત્યારના લોકો તો બધા સામાને દુઃખ થાય એવું જ કરી નાખે. એ વાર જ ના લાગેને ! અને કો'ક કહે કે એમનેય દુઃખ થઈ જાય. એટલે હંમેશાં દાઝેલો માણસ બીજાને દઝાડે. તમે દાઝ્યા નથી. તો તમે શા માટે દઝાડો ? તમને દુઃખ જ નથી. તમને હવે ક્યાં દુઃખ થાય છે ? પ્રશ્નકર્તા : ના. નથી થતું.
દાદાશ્રી : તો પછી બીજાને દઝાડવાનો શું ફાયદો ? એને સુખી કરવો જોઈએ આપણે.
બાકી એમ ને એમ આપણે કહીએ કે મારે સંયમ છે, એ સંયમ ચાલે નહીં. તમારે બધાએ ધ્યેય રાખવાનો કે ભઈ, આ ધ્યેય છે અમારો અને મારે એ ધ્યેય પૂરો થયેલો છે અને કોઈ જગ્યાએ કાચું હોય તોય