________________
ક્રોધ-ગુસ્સો
૨૭૭
૨૭૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
બધો લાગે, મારા નજીકમાં રહેનારા બધાને તાપ સખત લાગે અને ગુસ્સો એ તો નબળાઈ છે ઉઘાડી. ખાલી એમ ને એમ જ તાપ લાગે એવો છે. ગુસ્સો કરવાની જરૂર જ ના હોય, તાપ જ લાગે છે એમને.
પ્રશ્નકર્તા: દાદા, પહેલાં થતો હતો અને હવે થતો જ નથી. પ્રયત્ન કરવા જાય તોય નથી થતો.
દાદાશ્રી : હા, એટલે પછી શીલ ઉત્પન્ન થયું કહેવાય ને શીલ થયું એટલે પછી તાપ લાગે. એને પ્રતાપ ઉત્પન્ન થાય ! અને ક્રોધ હોય ત્યાં હજી લીકેજ થઈ ગયું એટલે યુઝલેસ થઈ જાય છે અને બહુ ક્રોધ થાય ત્યાં માણસ સાવ ખલાસ જ થઈ જાય. ક્રોધિત થાય તે તો આમ આમ હાલે હઉએ કેટલી બધી નિર્બળતા કહેવાય અને ભગવાન મહાવીર કેવા હશે, આમ પેલો મારે, ગાળો દે તોય કંઈ નહીં ! આપણે એવું જોઈને થઈ જવાનું છે.
આપણે ત્યાં કોઈને ગુસ્સો આવતો હોય તો એ પ્રતિક્રમણ કરે એટલે ગુસ્સો પોતાને આવતો નથી. પોતે જુદો અને આ ગુસ્સો જુદો છે. એ જ્ઞાન હોવા છતાં પાછું પ્રતિક્રમણ કરે છે. પણ પ્રતિક્રમણ કરવાથી શું થાય કે સહેજેય મળ ચોંટે નહીં.
તાંતાએ કહ્યો ક્રોધ ! આ તો ક્ષણે ક્ષણે આત્માનો અનુભવ હોય. કારણ કે જ્યારે ચંદુભાઈ કોઈની જોડે અકળાય તે ઘડીએ મહીં છે એ આત્મા શું કહે ? ‘આવું ન થવું જોઈએ.’ એટલે પોતે જુદો ને જુદો રહે છે એ આત્માનો અનુભવ છે. અને આ ચંદુભાઈ જે કરે તેય જુદું ને આ જુદું, એ બે ભેદ નથી દેખાતા ?
પ્રશ્નકર્તા : એ તો દેખાય છે.
દાદાશ્રી : પહેલાં એકાકાર હોય, ક્રોધ થયો કે તેની સાથે મનમાં તન્મયાકાર થઈ જાય. એટલે પોતે પોતાનો ક્રોધ બંધ કરી શકે નહીં. આ ક્રોધ કહેવાય નહીં. હવે તમને ક્રોધ-માન-માયા-લોભ રહેતાં જ નથી. ચંદુભાઈને જે થાય છે એ ક્રોધ-માન-માયા-લોભ ગણાતાં નથી, કાયદેસર. ત્યારે કો'ક કહેશે, ‘કેમ એમ નથી ગણાતા ?” ત્યારે ક્રોધની વ્યાખ્યા છે કે ક્રોધ હંમેશાં હિંસકભાવ સહિત હોય અને તાંતાવાળો હોય.
તાંતો એટલે રાતે આ બેન જોડે કંઈ કકળાટ થયો હોય તમારે, તો સવારમાં એ ચા મૂકે તો ચાનો પ્યાલો આમ ટકરાવે, જરા આમ. એ તાંતો કહેવાય. રાતનો તાંતો અત્યારે છે. ત્યારે તમેય તાંતામાં બોલો, ‘હં, હજુ તો પાંસરા થતા નથી !” એ બધું તાંતો કહેવાય. હવે રાતે આપણે ઝઘડો થયોને, તે સવારમાં કશું ના હોય. ભૂલી જાય પછી. એની જોડે તાંતો જ ના હોય. નહીં તો તાંતો તો પંદર વર્ષ ઉપર નુકસાન કરી ગયો હોય માણસ, પછી તમે પોતે ભૂલી જાવ પણ જો એ કદી અહીંથી ભરુચ તમે ગયા અને ભરૂચના બજારમાં એ દેખાય કે તરત જ તાંતો યાદ આવે. એટલે તાંતો જાય નહીં અને અહીં આવો તાંતો ના હોય.
હવે ક્રોધ-માન-માયા-લોભ ગયા, તેની નિશાની શું ? ત્યારે કહે, આપણને તાંતો ના રહે, નહીં તો ચાલીસ વર્ષય તાંતો જાય નહીં. આ તો કોઈ નાક કાપી ગયું હોય તો એની ઉપરેય, બીજે દા'ડે તાંતો ના રહે. ભયંકર વિરાધના કરી ગયો હોય તોય તાંતો ના રહે. અને પેલું તો થોડુંક જ નુકસાન કરી ગયો હોય તો ચાલીસ વર્ષ સુધી તાંતો ના જાય. ભેગો થાય કે તરત યાદ આવે કે આ પેલો આવ્યો. અને હવે તો સાંજે કશું ભાંજગડ થઈ હોયને, તો સવારમાં એને તાંતો ના રહે. રહે છે હવે તાંતો ? એટલે લોભનો તાંતો ના રહે, ક્રોધનો તાંતો ના રહે, કશાનો તાંતો ના રહે. આપણને એવું તેવું તાંતો-બાંતો ના હોય. સરળ થઈ જાય, જાણે રાતે કશું બન્યું જ નથી. એ રાતે ને રાતે ફાઈલોનો નિકાલ ન થઈ જાય. તાંતો ના રહે.
ભગવાને ક્રોધ-માન-માયા-લોભ, તાંતાને જ કહ્યું છે. જો તાંતો છે તો ક્રોધ-માન-માયા-લોભ છે અને તાંતો નથી તો અજીવના ગુણ છે, નિર્જીવના ગુણો છે. એટલે તાંતો કોને રહે છે જેને મિથ્યાત્વ હોય. આખા જગતના જીવોને મિથ્યાત્વ તાંતો રહેવાનો અને આ તમને સમ્યકત્વ તાંતો બેસી ગયો કાયમનો, નિરંતર સમ્યકત્વ. એટલે ક્ષાયક દર્શનનો તાંતો બેસી ગયો, એટલે પેલો તાંતો ઊઠી ગયો. તમને આ તાંતો રહ્યો, એટલે આ વધારે યાદ રહે. જ્યાં તાંતો હોય, ત્યાં આત્મા હોય. એટલે આ લાયક દર્શન બેસાડ્યું છે આખું. નિરંતર, આનો તંત રહેવાનો, નિરંતરનો તાર. ક્ષાયક સમકિત કહેવાય આ. એટલે આ પ્રતીતિને તાંતો કહે છે, નિરંતર પ્રતીતિ. ‘હું શુદ્ધાત્મા છું' એની પ્રતીતિ નિરંતર બેઠેલી છે.