________________
ક્રોધ-ગુસ્સો
પછી ક્રોધ-માન-માયા-લોભ થાય તોય આપણને અડે નહીં, કશું થાય નહીં, સમાધિ જાય નહીં.
૨૭૫
કષાયોથી મુક્તિ અમ માર્ગે !
આ તમને આટલો વખત જ્ઞાન લીધાને થયો, એમાં બધા જે ઉછાળા મહીં મારતા હતા એ કેટલા બંધ થઈ ગયા. થોડુંઘણું બંધ થઈ ગયું કે નથી થઈ ગયું ?
પ્રશ્નકર્તા : પચાસ ટકા ઉપર.
દાદાશ્રી : હવે આ ઉછાળા બંધ કરવા, એનું નામ । મુક્તિ. મહીં કશું રહે નહીં એટલે આ મુક્તિનો માર્ગ એવો સુંદર છે આપણો. એક-બે અવતારમાં ઉકેલ લાવી નાખે !
પ્રશ્નકર્તા : દાદા, એ તો પરિણામ દેખાય છે. કષાય મંદ પડેલા અનુભવાય છે.
દાદાશ્રી : નહીં. કષાય મંદ નહીં, કષાય મુક્ત થયેલા છો. પ્રશ્નકર્તા ઃ હવે સંપૂર્ણ રીતે મુક્ત એમ કહેવું એ જરા વધારે પડતું છે. દાદાશ્રી : કહેવાયને ! વધારે પડતું નથી.
પ્રશ્નકર્તા : એ મંદતા તો વર્તાય જ છે.
દાદાશ્રી : જો તમે ચંદુભાઈ છો તો કષાયની મંદતા છે અને તમે ‘શુદ્ધાત્મા’ છો તો કષાય મુક્ત છો.
પ્રશ્નકર્તા : હા, એ તો બરોબર. તો એ રીતે કષાય મુક્ત !
દાદાશ્રી : ચંદુભાઈ છો તો મંદતા છે. કારણ કે મંદતા જે છે ચંદુભાઈની ને તે ડિસ્ચાર્જરૂપે છે અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો ના થાયને ! હવે તમારામાંથી ક્રોધ-માન-માયા-લોભ બધાંય ગયા. તમારામાં કશું રહ્યું જ નથી. તમે શુદ્ધ થઈ ગયા છો. હવે ચંદુભાઈમાં જે માલ છે ભરેલો, એ હવે ડિસ્ચાર્જરૂપે નીકળ્યા કરશે. હવે નવો માલ ચાર્જ થતો બંધ થઈ ગયો. એટલે જે ભરેલો છે એ નીકળ્યા કરશે. તે ડિસ્ચાર્જ માલ નીકળે
૨૭૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
છે. એમાં ક્રોધ-માન-માયા જેવું લાગે તમને, પણ ખરેખર એ ક્રોધ-માનમાયા-લોભ છે નહીં ! ડિસ્ચાર્જ ભાવ છે. ચંદુભાઈ ઉકળે કોઈની જોડે, ગુસ્સે થાય એ ડિસ્ચાર્જ છે, ચાર્જ નથી. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન સમજવાની જ જરૂર છે. એક ક્ષણ પછી ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, એવું નિરૂપાધિ !
ક્રોધ એ ચાર્જ અને ગુસ્સો એ ડિસ્ચાર્જ !
જ્યારે ચંદુભાઈ ગુસ્સો કરે, એ પોતે મહીં પસ્તાવો કર્યા કરે કે અરે, આમ કેમ થાય છે, આમ કેમ થાય છે ? પોતાને આ ગમતું નથી, છતાં થઈ રહ્યું છે આ. કારણ કે ઇફેક્ટ છે. તમને ગમે તે ઘડીએ ? ના ગમે. એટલે પોતે છૂટા રહે. પોતાને ગમે નહીં અને આ થયા કરે છે. એમાં પોતાનો એક પણ અભિપ્રાય નથી, એકતા નથી આ. આત્મા છૂટો પડી ગયો. પહેલાં એકતા હોય ત્યાં સુધી ક્રોધ હતો. જેની પાછળ હિંસકભાવ હોય, એનું નામ ક્રોધ. અને જેની પાછળ હિંસકભાવ નથી એટલે આત્મા જુદો છે, આત્માને ગમતું જ નથી આ, ત્યાં ક્રોધ ના કહેવાય.
શુદ્ધાત્માને ગુસ્સો છે જ નહીંને ! ગુસ્સો કોને આવે છે ? ચંદુભાઈને ગુસ્સો આવે છે, એમાં તું તો ભળતો નથી. તન્મયાકાર ના થાય એટલે ક્રોધ ના કહેવાય, ગુસ્સો કહેવાય. એ ગુસ્સો તો થાય. એ ગુસ્સો મહીં ભરેલો છે, તે ડિસ્ચાર્જ થયા વગર રહે નહીંને ? ક્રોધ ના થવો જોઈએ. ક્રોધ તો પોતે તન્મયાકાર થાય, આત્મા ભેગો થાય ત્યારે ક્રોધ થાય અને એ ક્રોધ કહેવાય.
ગુસ્સો એ ડિસ્ચાર્જ છે, ક્રોધ એ ચાર્જ છે. ડિસ્ચાર્જ થયા વગર તો છૂટકો જ નથીને ?
પછી પ્રગટે શીલ !
પ્રશ્નકર્તા : હવે આ છોકરાઓ કંઈક તોફાન કરે ત્યાં આગળ ગુસ્સો કરવો હોય તો થતો નથી.
દાદાશ્રી : ના, પણ કરવાની જરૂર જ નહીંને ! ગુસ્સો જ્યારે નહીં કરો ત્યારે તમારો તાપ વધશે. આ હું ગુસ્સો ના કરું તો મારો તાપ એટલો