________________
૨૭૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
[૬] ક્રોધ-ગુસ્સો
ભરેલો ક્રોધ થાય ખાલી ! પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ નથી થતો ને ફાઈલ સાથે ક્રોધ થઈ જાય છે.
દાદાશ્રી : એ ક્રોધ તો થાય. મહીં ભરેલો માલ છે. આપણે જાણવું કે ચંદુભાઈને ક્રોધ થાય છે. એ તો મહીં ભરેલો છેને ! આપણે ચંદુભાઈને કહેવું કે, ‘ભઈ, આવું શા હારુ કરો છો ?” પણ આ ભરેલો માલ એ નીકળી જાય તો સારું. ભરેલો માલ ખાલી થઈ જાય તો ઉકેલ આવી જાય. ટાંકીમાં છે એ ક્રોધ ભરેલો હોય. પછી ટાંકીમાંથી કાઢીએ નહીં તો પછી રહે તો બગાડે ઊલટું. એની મેળે નીકળતું હોય તો શું ખોટું ? નીકળી જાય, ભલે થોડી વખત ગંધાશે. એટલે બધો નીકળી જવો જોઈએ. ખબર પડી જાયને, તરત !
પ્રશ્નકર્તા : તરત. એનાથી એવું લાગે કે આપણું નથી જ.
દાદાશ્રી : હા, બસ. એ તો જોયા કરવાનું. લોભની ય ખબર પડે. એટલે બગડે નહીં. આ તો બધું દહાડે દહાડે સુધરે. દોષો બધા જ્ઞાનમાં વધારેમાં વધારે ઝબકારા મારે.
પ્રશ્નકર્તા : જ્યારે ફાઈલ આવે છે તો ફાઈલની સાથે ક્રોધ કરે પછી એ કાર્ય પત્યા પછી ખ્યાલ આવે કે આ ખોટું થઈ ગયું છે.
દાદાશ્રી : હા, પણ ખોટું થઈ ગયું એ ખ્યાલ પહેલાં આવતો'તો, આ જ્ઞાન લેતા પહેલાં ?
પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી : હા, હોતો આવતો, માટે કો'ક છે આમાં. એ વાત નક્કી થઈ ગઈને ? એ જ આત્મા છે. એ પ્રજ્ઞાશક્તિ છે તે દેખાડે છે. એ આત્માની શક્તિ છે એવી. જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ કામ કરે એ જ આત્મા.
જ્ઞાત પછી કષાયો અતાત્માતા ! પ્રશ્નકર્તા : પોતાના સ્વરૂપમાં આવી જાય, એટલે પછી ક્રોધ ના થાય, માન ના થાય, માયા ના થાય, કશું જ ના થાયને ?
દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ પુદ્ગલના ગુણો છે, આત્મામાં એવાં ગુણો છે નહીં. એટલે આપણાં ગુણો નથી. તેને આપણે માથે શું કામ લઈએ ? જે વધ-ઘટ થાયને એ બધા જ પુદ્ગલના ગુણો. અને જે વધે નહીં, ઘટે નહીં, જાડો નહીં, પાતળો નહીં, ટૂંકો નહીં, લાંબો નહીં, વજનદાર નહીં, હલકો નહીં એ આત્માના ગુણો. બીજું બધું પુદ્ગલ.
પ્રશ્નકર્તા : આત્મા પોતે પોતાના સ્વભાવમાં રહે, તે બીજાં બધાં જોડે વ્યવહાર કરે, તેને શું સમજે ?
દાદાશ્રી : બીજો વ્યવહાર થાય જ નહીંને ! પોતાનો સ્વભાવિક વ્યવહાર થાય. જેનો જે સ્વભાવ છે તેટલો જ વ્યવહાર થાય. જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી, તે પોતાનો સ્વભાવ છે એટલે એવો ને એવો જ વ્યવહાર થાય. બીજો વ્યવહાર હોય જ નહીંને ! વ્યવહાર તો વળગણ છે.
અહીં અમારી પાસે જ્ઞાન લે તો એમને ક્રોધ-માન-માયા-લોભ પુદ્ગલના ગુણ છે અને જ્ઞાન ના લીધું હોય તો આત્માના ગુણ છે. ખરેખર આત્માના ગુણ નથી. પણ એ જ પોતે બોલે છે કે “હું ચંદુલાલ છું’. જે નથી તે બોલે છે. એવું આ ગુણેય નથી પોતાના, તે પોતે માથે લે છે.
એટલે એવું છે, અમારી પાસે જ્ઞાન લઈ અમારી આજ્ઞામાં રહે,