________________
મોક્ષનું તપ
૨૮૯
૨૯૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એટલે એટેક કરે પેલા ઉપર. તમે એટેક ના કરો ને તપવા દો. એવું બને કે ના બને ? એટેક કરેને એટલે તપવાનું બંધ થઈ જાય. એટલે નવી લોન લઈ અને જૂની રીપે કરવી. અને આ તપ એટલે તો નવી લોન લીધા સિવાય જૂની રીપે કરવાની. આકરું પડી જાય, નહીં ? આકરું પડે. - એક અમેરિકાવાળો મને કહે છે, “એ તપ ક્યારે વધારે કરવું પડે ?” મેં કહ્યું, ‘જોબ જતી રહે તે દહાડે !” અમેરિકામાં જોબ જતી રહેતા વાર નથી લાગતી. એટલે આપણે તે દહાડે ખરેખરું તપ આવે. તે ઘડીએ તો ખૂબ તપે મહીં, રાત્રે ઊંઘ ના આવે એવું તપે. એ તપે છતાંય એટેક નહીં, નો એટેક, માનસિક એટેક નહીં, હાથથી એટેક નહીં, વાણીથી એટેક નહીં. ત્રણે પ્રકારના એટેક નહીં. આ જ્ઞાન ના હોય તો કેટલા પ્રકારના એટેક કરે માણસ ? મનથી એટેક કરે, પલંગમાં સૂતો સૂતો કહે, સવારમાં આમ કરી નાખું ને તેમ કરી નાખું.
પ્રશ્નકર્તા : દેહથી ને વાણીથી ના થાય પણ માનસિક એટેક તો થઈ જાય.
દાદાશ્રી : થઈ જાય તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું. ખરી રીતે ના થાય, પણ બહુ તપ્યું હોય ત્યારે જરા માનસિક થઈ જાય તો પછી પાછા પ્રતિક્રમણ કરવાના. આને સમ્યક તપ કહેવાય. કોઈની ડખલ વગરનું તપ, આપણે તે કર્યા કરવાનું. એ તપ તો બધાંનેય આવે. કોઈને છૂટકો જ ના થાયને ! એક ફેરો તપવું પડે તે બાબતમાં, એ તપ ગયા પછી ફરી તપવું નહીં પડે. એટલે જેટલા તપ ઓછા થઈ ગયા એટલો નિવેડો આવી ગયો.
મારે ઘણાંખરાં તપ ઓછા થઈ ગયા. મારે તપ હોય જ નહીં. કારણ કે મારેય હતા તપ. અને એ જ તપ હું તમને દેખાડું છું. નો એટેક. માનસિક એટેક નહીં, વાણીનો એટેક નહીં, દેહનો એટેક નહીં. તપ ના કરવું પડે એટલા હારુ લોકો ત્રણેય એટેક કરી નાખે.
અદીઠ તપ એટલે કોઈ પાર્ટી ડૂબી અને મહિના ઉપર જ લાખ રૂપિયા જમે મૂક્યા હોય ને પાર્ટી ડૂબી તે સાંભળતાની સાથે મહીં તપ શરૂ
થઈ જાય તમારું. આપણે તે વખતે તપ કરી લેવું. આપણે તપ કરીએ ને સમતા રાખીએ બિલકુલ અને ખરાબ વિચાર એમને માટે આવે તેનું પ્રતિક્રમણ કરીએ, એટલે તમે ક્લિયર રાખ્યું. એ ક્લિયરનેસની અસર એમની ઉપર થાય.
આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય ! તપ શરૂ થઈ જાય. જ્યાં જ્ઞાન ના હોય, તેને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય. અને આ તપ તપે. એવું તપે ખરેખરું ! એટલે તમારાં તપ તો આવું કોઈએ અપમાન કર્યું કે તપ તપે.
આ જ્ઞાની પુરુષ ફોડ પાડી આપે. કળિયુગમાં પ્રાપ્ત તપને ભોગવજો. જે આવી પડે તપ, એટલા ભોગવો તો બહુ થઈ ગયું. પણ તે ભોગવતા નથી, ત્યાં આગળ મારમાર ને એટેકીંગ બધું કરીને સામો વેપાર કરી નાખે છે.
ભેદ, બાહ્યતા - અંતરતપ તણાં ! પ્રશ્નકર્તા ન ભાવતું ખાવાનું આવે અને ખાઈ લઈએ તોય તપ ?
દાદાશ્રી : હા, તપ. પણ ખરું તપ તો આ અંતરતા કહેવાય. આ બાહ્યતપ તો આપણે લોકો જાણી જાય કે આ આમણે ખાધું નથી. આજે ઉપવાસ કર્યો છે. એક પગે ઊભા રહ્યા છે, એ તપ બધા કરે, બીજા કોઈ પદ્માસનવાળીને તપ કરે એ બધાં બાહ્યતા. એનું ફળ આ સંસાર મળે અને અંતરતપ એનું ફળ મોક્ષ. અદીઠ તપ, અંતર તપ. અદીઠ એટલે દેખાય નહીં કોઈને.
પ્રશ્નકર્તા : અંતર તપ ને પ્રાપ્ત તપ એ એક જ કહેવાય ?
દાદાશ્રી : પ્રાપ્ત તપ જુદું છે. પ્રાપ્ત તપ તો આપણે એની મેળે જ આવીને ઊભું રહે અને પેલું કરવું પડે આપણે. પ્રાપ્ત તપ એટલે અત્યારે ખાવાનું ના મળ્યું. અત્યારે કશું ઠેકાણું ના પડ્યું. કશુંય ના મળે, તે દહાડે કહેવું કે ‘ભઈ, આજે આપણે ઊપવાસ’ એ પ્રાપ્ત તપ. ‘આજે પ્રાપ્ત તપ થયું. માટે આ તપ કરો’ કહીએ. તપ મળ્યું.
પ્રશ્નકર્તા કોઈ અપમાન કરે ને સહન કરીએ તો એય તપ ગણાય પછી ?