________________
કૉઝ-ઈફેક્ટ
૨૪૩
૨૪૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એ કશું બનતું જ નથી. એ બધું ઇફેક્ટ છે. આ જેટલું તમે બોલો છો ને એ બધી ઇફેક્ટ છે. આ જગતમાં જે જોવામાં આવે છે, સાંભળવામાં આવે છે, એ બધી ઇફેક્ટ છે. આ વ્યાખ્યાન કરે છે તે ય ઇફેક્ટ છે, સાંભળનારે ય ઇફેક્ટ છે.
પ્રશ્નકર્તા: બરોબર છે, પણ અમે એ ઇફેક્ટમાં સહી કરીએ છીએને ! દાદાશ્રી : હા, સહી કરો છો તે ય ઇફેક્ટ છે. પ્રશ્નકર્તા : હા, પછી છૂટીએ કેવી રીતે ?
દાદાશ્રી : છૂટ્યા જ છો. પણ તમને તો આ મનમાં વહેમ પડે છે કે આ શું થઈ ગયું ? કો'કને છે તે લાડવા-જલેબીની ઇચ્છા થાય, તે પણ ઇફેક્ટ છે. આંખે દેખાતી, કાનથી સંભળાતી બધી ઇફેક્ટ જ છે.
રાગ-દ્વેષ એ છે કૉઝીઝ ! કૉઝિઝમાં શું છે ? ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ એ બધા કૉઝિઝ છે.
પ્રશ્નકર્તા : એ તો હજુ ઢગલો છે.
દાદાશ્રી : ના. એ તમને થતા જ નથી, એ તમને લાગે છે. કોઈ ફેરો થાય છે તમને ?
પ્રશ્નકર્તા : થાય છે પણ પ્રતિક્રમણ થઈ જાય છે. દાદા, ચંદુભાઈને તો બધી બહુ ઇચ્છાઓ અને બહુ ભાવ રહેલા છે કે હજુ ઘણું ભોગવવું છે, આમતેમ બધી ઇચ્છાઓ આમ દેખાયા કરે.
દાદાશ્રી : એ બધી ઇચ્છા માત્ર ઇફેક્ટ છે.
પ્રશ્નકર્તા : તો પછી એ પૂરી થવા માટે પણ કંઈક અમુક ટાઈમ જોઈએ ને ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરો છો ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પછી નોટ રિસ્પોન્સિબલ.
પ્રશ્નકર્તા : કોઈ લોભની વૃત્તિ ઉદય પામી અને એ લોભને અમલમાં મૂકાવવા કપટ ઊભું થાય જ અંદર. હવે જે ઉદય થયો, એના સંસ્કાર બહુ બળવાન હોય તો જ એ અમલમાં મૂકાય. તો એ સંસ્કારને નિર્મૂળ કરવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એવું છેને, આ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ડિસ્ચાર્જ એટલે ઇફેક્ટ. ઈફેક્ટ તો જોયા જ કરવાની હોય.
પ્રશ્નકર્તા : પણ એની ઇફેક્ટ પડે ખરીને આપણા પર ?
દાદાશ્રી : આ જ્ઞાન ના લીધું હોય, તેને બધો ફેરફાર કરવો પડે. એ સંસ્કારને ફેરફાર કરવા પડે એણે અહંકારે કરીને. પણ આમાં અહંકાર રહ્યો નહીં અને હવે છે તે ડિસ્ચાર્જ એલું રહ્યું. તે આ ડિસ્ચાર્જ છે તે ગમે તેવા કપટ કરે, બધું કરે, તો ય પણ એ ડિસ્ચાર્જ છે.
પ્રથમ ફેફાર કઝમાં ! કૉઝ પહેલાં બદલાય ને પરિણામ પછી બદલાય. એટલે ‘જણસોબણસો(દાગીના) બધું હવે કામનું જ નથી અને આ સંસારના પૈસા-બૈસા કોઈ ચીજની જરૂર નથી', એવી પ્રતીતિ બેસી જાય એને. પણ ગણતી વખતે તો ચોક્કસ હોય. કારણ કે ગણતી વખતે પેલાં પાછલાં પરિણામ છે અને આ પ્રતીતિ એ કૉઝ છે. આ માટે અમે પરિણામને ના જોઈએ, અમે પ્રતીતિ શું બેઠી એ જોઈએ. પછી ખસી જઈએ, અમે જાણીએ કે આ કૉઝ થયું, એટલે પેલાં આવશે પરિણામ. અમે પછી વઢીએ નહીં અને પેલાં તો કચકચ કરે. ‘દાદાનું જ્ઞાન લીધું તો ય આવી ને આવી રહી.” ભઈ, આ તો પરિણામ છે એનાં. પણ એ સમજણ ના પડે એટલે પણ પેલી ચિડાય, પછી કહેશે, ‘મેલને છાલ, આના કરતાં પહેલાં હતાં તે સારું હતું.’ એટલે પ્રતીતિમાં આવેલું હોય તેય ઊડી જાય.
એટલે આ અવળું દેખાય છે, તે પરિણામ છે પહેલાંનાં. વર્તન બધાં પરિણામ છે અને અંદર પ્રતીતિ એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થનું ફળ આવશે. અને આ પહેલાંના પુરુષાર્થનું અત્યારે ફળ આવ્યું. હજી તો કોઈ જગ્યાએ ધંધામાં ખોટ જાય તો અકળામણ થઈ જાય, એનું શું કારણ છે ? અકળામણ એ પહેલાનું પરિણામ છે, આ આજનું પરિણામ નથી.