________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૪૧
[૪.૩]. કૉઝ - ઇફેક્ટ
નહીં કરવી. તે વખતે નિર્જરા ના થાય. જે સહેજે મળ્યા કરે ને એ બધું નિર્જરા જ થાય છે.
જે કર્મ આપણે બાંધ્યું હોયને, તે ભોળું હોય, તે દવાઓ એની જલદી મળી આવે આપણને અને વાણિયા જેવું ચીકણું કર્મ હોયને તો મોડું, વાર લાગે, દવાઓ ના મળે. ભોળાં કર્મ હોય કે ના હોય ? જે માણસ ભોળો છે ને, એને ભોળાં કર્મ હોય. લુચ્ચો હોય, તેને લુચ્ચાં કર્મ હોય. નાલાયક હોય, તેને નાલાયક કર્મ હોય. લાયક હોય, તેને લાયક કર્મ હોય. એટલે જેવો છે એવો એને કર્મનો ઉદય હોય. બીજાનું તેલ કાઢી નાખતો હોય એ, એનું પોતાનું તેલ કાઢી નાખે એનાં કર્મો.
એ પોતાના કર્મનો ઉદય છેને, તે નિકાલ થઈ જવાનો. ભોગવીને છૂટકો થાય. કડવું-મીઠું ફળ ચાખીએ પછી જાય છે. હમણે આપણે બંધ કરીએ, તો પછી ચાખવું પડશે. તો એના કરતાં દહાડે જ ચાખી લો, તે રાતે ચાખવું તેના કરતાં.
પ્રશ્નકર્તા: આ જગતમાં ચાલેલી માન્યતાઓ, એના ઉપર દાદાના જ્ઞાનથી બુલડોઝર ફરી ગયું.
દાદાશ્રી : બુલડોઝર ના ફેરવે તો લાખ અવતારેય છૂટાય નહીં. આ બધું ક્રમિક એટલે આમ કાનબુટ્ટી પકડવી. અને અક્રમ એટલે આમ પકડવાની. બધું બુલડોઝર ફેરવી નાખો ત્યારે. પણ આ જ્ઞાન જ જો પકડી લેને તો ય કામ થઈ જાય. દરઅસલ વિજ્ઞાન જેમ છે તેમ બહાર પાડ્યું છે. કેટલું થઈ રહ્યું છે ? કેટલું કરવું પડે છે ? કેટલું થઈ જાય છે ? બધું કહી નાખેલું છે. ડિસ્ચાર્જ કોઈએ કહ્યું જ નથી. ડિસ્ચાર્જનું સ્વરૂપ આ પહેલામાં પહેલું આપણે કહીએ છીએ. અક્રમ વિજ્ઞાનમાં બધું જ જે કહીએ છીએ તે બધું પહેલી વાર કે પ્રથમ છે વસ્તુ.
સહી થાય તો ય ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : તો પછી એ દરેક ઇફેક્ટમાં કૉઝ ઓળખીએ તો જ અમારા જે નવા કૉઝ બરાબર સરખા નખાય ને ?
દાદાશ્રી : ના. નવા કૉઝ તો તમારા બંધ કરી દીધા છે, પણ તમે જાણી-જોઈને આ ચીતરો તેને કોઈ શું કરે ?
પ્રશ્નકર્તા : અમને દરેક જુદા જુદા પ્રસંગે, જૂના માલના આધારે અમારા પ્રતિભાવ તો થાય જ છે ને કે આ માણસ ત્રાસ આપે છે. હવે એ પ્રતિભાવ ઉપર સહીઓ તો થઈ જાય છે ને ?
દાદાશ્રી : એ તો થાય. તેનો ય વાંધો નહીં.
પ્રશ્નકર્તા : પછી અમને જો જ્ઞાન હાજર રહે, તો અમે એ સહી પાછી ખેંચીએ અથવા તો સાંજે પ્રતિક્રમણ કરીએ. પણ એ માણસ ત્રાસ કરે છે, એવું મનમાં રહ્યું તો તો હવે એ ચાર્જીગમાં આવી જાય કે નહીં પાછું, અમે પ્રતિક્રમણ ના કર્યું કે પાછું ના ખેંચ્યું તો ? - દાદાશ્રી : કશું ય ચાર્જ-બાર્જ થાય નહીં. એ જો પોતે એમ કહે કે ના, હું ચંદુભાઈ જ છું,’ તો જ ચાર્જ થાય.
પ્રશ્નકર્તા: પણ મને કોઈએ થપ્પડ મારી તો એ વખતે ક્ષણિક તો એવી અસર થઈ જાય છે ને, કે ‘હું ચંદુભાઈ છું'.