________________
કઝ-ઈફેક્ટ
૨૪૫
૨૪૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
શું એ પણ ઈફેક્ટ ? પ્રશ્નકર્તા: જ્ઞાન લીધા પછી સારા ભાવો ઊભા થાય, સારી વસ્તુ કરવાના ભાવો ઉત્પન્ન થાય, તો એ પણ ઇફેક્ટ કહેવાય ને ?
દાદાશ્રી : ઇફેક્ટ જ છે એ તો. પ્રશ્નકર્તા : ઇફેક્ટ છે તો પછી એનું ફળ આવવું જોઈએ ને ?
દાદાશ્રી : ના, આ સારું કરવાના ભાવ ઉત્પન્ન થાય ને, એટલે પછી એ એનું ફળ આગળ આવે જ. પણ તે આ સારા ભાવ થાય છે તે ય ઇફેક્ટ છે અને ફળ આવે છે તે ય ઇફેક્ટ છે. આમાં કૉઝિઝ નથી, કૉઝિઝ તો, કર્તા થાય કે ‘આ જાતના ભાવનો હું કર્તા છું.’ તો કૉઝિઝ થાય. બાકી સારા ભાવ આવવા જુદી વસ્તુ છે અને કર્તા થવું જુદી વસ્તુ છે. કર્તા હોય એ કૉઝિઝપણું અને મમતા હોય એ કૉઝિઝપણું.
- આ જ્ઞાન આપ્યા પછી કૉઝીઝ ઉત્પન્ન થતા નથી. પાછલા ભવના કૉઝિઝનું જ આજે પરિણામ હોય છે. આ પરિણામ બદલાય નહીં. એટલે પરિણામને ‘જોયાં’ કરવાના છે. જો કૉઝિઝ હોય તો અમારે તમને કહેવું પડે, ‘જો જો આમ રાખજો, તેમ રાખજો'. પણ આ કૉઝીઝ નથી, આ પરિણામ છે. ખાલી ઇફેક્ટ છે. તે ય વ્યવસ્થિત છે પાછું. તે ચંદુભાઈને શું ઇફેક્ટ થતી હોય, તે બધું જોયા કરવાનું. કોઈ મહાત્માને એની વાઇફ મારી બેસે તો મહાત્મા મને આવીને કહે. એટલે હું કહું કે આપણે સમભાવે નિકાલ કરી નાખજે. કારણ કે પરિણામ છે આ તો બધું. અને મહાત્માઓ સમતા રાખે છે પણ ખરા, અજાયબ સમતા રાખે છે !
પ્રશ્નકર્તા : આ ઇફેક્ટ છે તે શેની ? પૂર્વે સંચિતની છે ?
દાદાશ્રી : પૂર્વે જે કૉઝીઝ પડેલાં, તેની ઇફેક્ટ છે આ. હવે નવા કૉઝીઝ બંધ થઈ ગયાં એટલે ફરી હવે બીજી નવી ઇફેક્ટ આવવાની નહીં. આ જૂની ઇફેક્ટ જે આજે ભોગવવી પડે છે, એને આપણા લોકો પ્રારબ્ધ કહે છે.
પ્રશ્નકર્તા: મોક્ષ મેળવવા માટે મેં જે બધાં પાછલાં કર્મો કરેલાં છે, તે મારે બધાં ખપાવવા પડશે ને ?
દાદાશ્રી : એ ઇફેક્ટ છે. ઇફેક્ટ એટલે એની મેળે થયા કરે. આપણે છે તે ડખલ ફરી નહીં કરવાની.
એ છે ભીડવાળી અસરોમાં સફોકેશત ! પ્રશ્નકર્તા : એ જ્ઞાનમાં સ્થિર રહીને જો માણસ રોજનું જીવન જીવે, તો બધું સ્થિર થઈ જાય, પાકું થઈ જાય કે મરવા-જીવવાનું હોતું નથી, પણ એ જ્ઞાન કોઈ વખત ખસી જાય છે ને ? ખસી જાય છે એટલે સંસાર ઊભો રહ્યા કરે છે ને ?
દાદાશ્રી : એવું છે ને, કે જે ઇફેક્ટ બહુ ભીડવાળી આવે ને, એટલે જરા એનું છે તે સફોકેશન કરાવડાવે. તમારી ઇફેક્ટ આવવાની નહીં ભીડવાળી, એટલે તમારે ખસે જ નહીંને, આઘુંપાછું ખસે જ નહીંને ?! એટલે જેને ભીડવાળી ઇફેક્ટ આવે છે, તેને આ બધું ખસી જાય. ખરેખર એ ખસી જતું નથી, સફોકેશન જ થાય છે ખાલી.
અને કૉઝિઝ ને ઇફેટ્સ તો આપણે જ કહીને ! કોઈએ કહી જ નથીને અત્યાર સુધી ! અને ઇફેક્ટને ગણકાર ના કર્યો હોય તો આપણે. બાકી આખું જગત ઇફેટ્સમાં જ પડ્યું છે. એ કૉઝિઝને ગણકારતા જ નથી. કૉઝિઝમાં જે થવું હોય તે થાય, પણ ઇફેક્ટને પંપાળ પંપાળ કર્યા કરે છે અને તેથી પછી કૉઝિઝ ઉત્પન્ન થયા કરે છે ને નર્યા પાપ બંધાયા કરે છે અંદરખાને. ઇફેક્ટ સારી હોય તેને શું કરવાની ? મેલ પૂળો અહીંથી !
આ જગત શાથી ઊભું થાય છે ? કૉઝિઝ અને ઇફેક્ટ. કૉઝિઝ બંધ થઈ જાય તો ઇફેક્ટ પછી રહે. તે વખત થયે ભરેલો માલ ખાલી થઈ જાય. કૉઝિઝ બંધ થઈ ગયા, તે આ ઇફેક્ટો ‘જોયા’ કરવાની. ઇફેક્ટ એ ફિલમ છે ને તમે ફિલમને જોનાર છો. આ બધું હવે રહ્યું એ ‘વ્યવસ્થિત’ રહ્યું, એ બધું ઇફેક્ટ છે. ચંદુભાઈ ભોગવે, એ બધું ઇફેક્ટ !