________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૩૭
૨૩૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : બંધની જ નિર્જરા થાયને ? જગતને નિર્જરામાંથી પાછો બંધ પડે છે. જગતનેય નિર્જરા થાય છે. જીવમાત્રને નિર્જરા થયા કરે છે. પણ નિર્જરા થતાં ફરી બંધ પડે છે.
હવે મનમાં ગમે તે વિચાર આવે તે બધી નિર્જરા, ચંદુલાલ જે કંઈ કરે તે બધી નિર્જરા છે. એમાં આપણે ડખોડખલ નહીં કરવાનું ને ખાલી જાણવું ને જોયું કે ભઈ, ચંદુભાઈએ આ પ્રમાણે કર્યું.
પ્રશ્નકર્તા : નિર્જરામાંથી પૂરણ થાય છે કે ગલન થાય છે એ ખબર
પડે ?
દાદાશ્રી : તમે શુદ્ધાત્મા અને પૂરણ-ગલનેય જુદું છે ને નિર્જરા ને બંધ એ બે જુદી વસ્તુ છે. પૂરણ-ગલન તો આ પ્રત્યક્ષ દેખાય છે તે. પણ બંધ બંધાયેલો તે નિર્જરા એટલે વિચારરૂપે નિર્જરા. આ પૂરણ-ગલનરૂપે નિર્જરા. ખાવાનું પૂર્યું. બટાકા ખાધા ને વાયુ થયો. તે વાયુ થયો તે જાણ્યું ને પૂર્યો તેય જાણ્યું. આ બધું જાણવાનું. આ બંધની નિર્જરા છે અને તમે શુદ્ધાત્મા છો એ ધ્યાનમાં છે તો તમને તો કોઈ બંધ નથી. શુદ્ધાત્માનું ધ્યાન એ શુક્લધ્યાન છે. એટલે શુક્લધ્યાનમાં બંધ નથી. ધર્મધ્યાનમાં બંધ છે. શરીરમાં તો પૂરણ-ચલન થયા જ કરવાનુંને ? ગમે તે ખાતા હોય પણ નાકથી હવા તો જાયને એ પૂરણ કહેવાય. પાછું ગલન પણ કરે. એ પૂરણગલન એ દેહની નિર્જરા છે. જેમ જેમ નિર્જરા થતી જાય તેમ તેમ હલકું થતું જવાય.
હવે રાગ-દ્વેષ ના કરો એટલે નિર્જરા રહે, બંધ નથી પડતા. સંવર એટલે ચાર્જ બંધ થઈ ગયું.
પ્રશ્નકર્તા : તો રોજની ક્રિયામાં શું કરવાનું ?
દાદાશ્રી : એ ક્રિયા આપણે જોયા કરવાની. ચંદુલાલ શું કરે છે આખો દહાડો. સવારથી સાંજ સુધી, પથારીમાં સૂઈ જતાં સુધી, આ ચંદુભાઈ શું કરે છે, એ જ જોયા કરવાનું. ખરું કરતો હોય કે ખોટું કરતો હોય, તે આપણે જોયું ને જાણવું. એ આપણને બંધ ના પડે.
પ્રશ્નકર્તા : એનો બંધ કોને પડે ?
દાદાશ્રી : બંધ જ ના રહ્યો ને, નિર્જરા જ કહેવાય. જોયા કરીએ એટલે સ્વભાવમાં રહ્યો. સ્વભાવમાં રહ્યો એટલે નિર્જરા રહી જોયા જ કરવું, ચંદુભાઈ ઊંધું કરે કે છતું કરે, ઉગ્ર થઈ ગયા હોય. લોભ ને મહીં એ ઊભાં થયા હોય તે બધું જોયા કરવું કે હા, હજુ લોભ તો ભરેલો છે !
‘હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન રહ્યું કે નિરંતર સંવર રહે. અને “હું ચંદુલાલ છું’ એ જ્યાં સુધી ધ્યાન હતું ત્યાં સુધી આશ્રવ ને બંધ. અને આ હવે આશ્રવ ને સંવર રહે. જેનું આશ્રવ થયું, તે નિર્જરા થયા વગર રહેવાનું નથી. એ તમે ચંદુલાલ હતા તો ય નિર્જરા થતી હતી અને તમે શુદ્ધાત્મા થયા તો ય નિર્જરા થયા કરે છે. ફક્ત ચંદુલાલ હતા ત્યારે નવો બંધ પડતો હતો અને અત્યારે હવે નવો બંધ પડતો બંધ થઈ ગયો. આ આપણું સાયન્સ છે. સાયન્સમાં ડખો કરવા જઈએ તો ડખલ થઈ જાય.
જેવો માલ ભર્યો હોય તેવા ભાવે નિર્જરે. શાંત ભાવે બંધ પડ્યો હોય તો શાંત ભાવે નિર્જરે. કષાય ભાવે પડ્યો હોય તો કષાય ભાવે નિર્જરે. એટલે જેવા ભાવે બંધ પડ્યો હોય એવી નિર્જરા તો થાય ને ! પણ તમે ફક્ત જોયા કરો કે સંવર ભાવ રહ્યો, એટલું જ કહેવા માગે છે આપણું વિજ્ઞાન.
પ્રશ્નકર્તા : કષાય ભાવે બંધ પડ્યો હોય અને કષાય ભાવે નિર્જર, એ વખતે કષાય ભાવનો બંધ ના પડે ?
- દાદાશ્રી : ના. બંધ ના પડે. જે ભાવે બંધ થયો હોય, તે ભાવે નિર્જરે. તે આ જાનવરોને ય નિર્જરે અને આપણને ય નિર્જરે. નિર્જરામાં ફેર નથી, ફક્ત દ્રષ્ટિમાં ફેર છે લોકોની કે અહીં મને થાય છે આ. અજ્ઞાનતામાં મનમાં માને છે કે મને થાય છે અને આવું થાય છે. પણ આ જ્ઞાન પછી હું જુદો છું, જુદાપણું અનુભવે, એને સંવર કહેવાય. છતાંય જો કહીએ, કષાય ભાવે નિર્જરતું હોય અને કો'કને ઘા વાગે એવો શબ્દ બોલી ગયા તો આપણે કહેવું કે “ચંદુભાઈ, અતિક્રમણ કેમ કર્યું, પ્રતિક્રમણ કરો.” આપણે કોઈને કંઈ ઘા લગાડવા માટે નથી આવ્યા. નહીં તો એનો