________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૩૫
૨૩૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : શક્તિ માંગવી એ ચાર્જ છે ?
દાદાશ્રી : હા, ચાર્જ છે શક્તિ એ. એટલે આપણે શક્તિ માંગીએ એ ચાર્જ એટલે કે ડિસ્ચાર્જનું ચાર્જ છે. એટલે ડિસ્ચાર્જનું ચાર્જ ય કરીએ, એટલે પાછું ડિસ્ચાર્જ થોડો વખત પછી ચાલુ થાય.
પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જનું ચાર્જ શું ? એ સમજ ના પડી. દાદાશ્રી : આ બધું ડિસ્ચાર્જ છે, તેમાં ખઈએ તો ભૂખ મટને ? પ્રશ્નકર્તા : પણ ભૂખ લાગે એ ડિસ્ચાર્જ છે કે ખઈએ ડિસ્ચાર્જ છે ?
દાદાશ્રી : ભૂખ લાગે એ ડિસ્ચાર્જ, પછી ખઈએ એ ડિસ્ચાર્જ છે, પણ એ ડિસ્ચાર્જનું ચાર્જ છે પાછું. અને પછી સંડાસ જઈએ એ ડિસ્ચાર્જ છે પાછું. એટલે એ ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ, એટલે તમારા હાથમાં સત્તા નથી. પણ આવું નવ કલમો કરો તો થોડા વખત પછી પેલી શક્તિ ચાલુ થાય. તમારે તો આ નવ કલમો રોજ બોલ્યા જ કરવાની.
પ્રશ્નકર્તા : પણ એમાં આપણને અનુભૂતિ કેવી રીતે થાય ? દાદાશ્રી : એ જ અનુભૂતિ થયા કરે ને પછી !
ડિસ્ચાર્જતો દુરુપયોગ ! પ્રશ્નકર્તા : શેને ડિસ્ચાર્જ ના માનવું ?
દાદાશ્રી : એ ક્યાં અવળું પૂછ્યું? આવું બધું જે તે, તું કરું છું તેથી તારા દોષો જતાં નથી, એનું કારણ જ એ છે ને ! પશ્ચાતાપ કરીને ધોઈ લેવું જોઈએ. પશ્ચાતાપ તારી જિંદગીમાં કર્યો જ નથી ને ! ડિસ્ચાર્જ જ કહ્યું, એટલે અવળું થઈ ગયું. ડિસ્ચાર્જ કહીને આમ હંડ્યો એની આગળ એટલે એ બગાડી નાખ્યું.
‘અમારે આ ડિસ્ચાર્જ અને પેલાને ચાર્જ” એવું ના બોલાય. ડિસ્ચાર્જ તો તમારે જાણવાનું છે કે ભઈ, આ ડિસ્ચાર્જ છે અને આપણને હરકતકર્તા નથી. એ કોઈને કહેવાને માટે નથી.
આપણા અહીંયા આગળ એક છોકરાએ છે તે એના કૉલેજમાં કોઈક બીજા છોકરાને બહુ મોટું નુકસાન કર્યું હશે, પેલાની કેરિયર બગાડે એવું. પોતાની કેરિયર પ્રાપ્ત કરવા માટે બીજાની કેરિયર બગાડવા કરેલું. તે પછી એ છોકરાને મેં ખૂબ કહ્યું, ‘આ કઈ જાતના માણસો છે ? બીજાની કેરિયર પર...' એટલે એને જરા મહીં પશ્ચાતાપ થવા માંડ્યો. તો એનો ભઈ મોટો હતોને, તેણે પેલાને સમજણ પાડી કે એ તો ડિસ્ચાર્જ છે. એનો વાંધો નહીં હવે. એટલે પેલો પશ્ચાતાપ કરતો હતો તેય બંધ થઈ ગયો. તમારે શુદ્ધાત્માએ પશ્ચાતાપ નહીં કરવાનો, પણ ચંદુભાઈ પશ્ચાતાપ ના કરે તો શી રીતે ધોવાય એ ? લૂગડું તો ધોવું જ પડશે ને ? એ પેલાએ ડિસ્ચાર્જ કહ્યું કે પશ્ચાતાપ પણ ઊડી ગયો. આવો દુરુપયોગ કરવાનો છે. આ ડિસ્ચાર્જનો ?
અક્રમમાં તિર્જર સંવરપૂર્વકની ! પ્રશ્નકર્તા: એટલે ક્રમિક માર્ગમાં ક્રોધ-માન-મોહ-ચારિત્રમોહ ને દર્શનમોહ છે એવું જ આ અક્રમ માર્ગમાં પણ ખરું ને ?
દાદાશ્રી : બધું ય ખરું ! હા, એ બધું જ.
પ્રશ્નકર્તા : ત્યાં નિર્જરા થવી જોઈએ એવી અહીંયા પણ થવી જોઈએ ને ?
દાદાશ્રી : બધી થાય, અહીં આગળ ફક્ત ફુલ સ્ટોપ એટલે સંવરપૂર્વક નિર્જરા થાય, ત્યાં બંધપૂર્વક નિર્જરા થાય.
દેહ જે કરે છે તે નિર્જરા છે, મન જે કરે છે તેય નિર્જરા છે, વાણી જે કરે છે તેય નિર્જરા છે. તું જોયા કર, શું થાય છે નિર્જરા તે ? અક્રમ વિજ્ઞાન શું કહે છે ? બધું નિર્જરા છે. નિર્જરા ક્યાંથી આવી, સાહેબ ? તો કહે, બંધ પાડ્યા'તા તે. હવે તારે બંધથી છૂટવું છે, તો આ બંધની નિર્જરા થઈ રહી છે એની મેળે. જેટલો બંધ પડ્યો છે, એટલી નિર્જરા થશે. પછી કંઈ નિર્જરા થવાની છે ?
પ્રશ્નકર્તા : ના.