________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આવતા ભવમાં મળે. જે પાંચ આજ્ઞા પાળો છો, તેનું આવતા ભવમાં ફળ મળે અને આ સેવાનું ફળ આ ભવમાં મળે. કોઈ બીજો કોઈને ગાળો દે તો આવતા ભવમાં ફળ મળે અને તમે ગાળો દો તો આ ભવમાં ફળ મળે.
પ્રશ્નકર્તા: કેમ એવું, દાદા ?
દાદાશ્રી : તમારે ડિસ્ચાર્જ છે અને એને ચાર્જ છે. આ સેવાથી પુણ્ય બંધાય પણ ડિસ્ચાર્જ પુણ્ય છે. આ તો ડિસ્ચાર્જ પણ તે આ ભવમાં ફળ મળે એનું. ડિસ્ચાર્જ એટલે ભોગવટો અને ચાર્જ એટલે બીજ નાખવું. બીજ નાખીએ તેથી આપણા ઘરમાં બીજ ઓછું થયુંને, ઘઉં એટલાં ઓછા થયાને ! પછી ફળ આવે ત્યારે ?! એ ડિસ્ચાર્જ કહેવાય, ફળ આવે તે. અને આ ચાર્જ કહેવાય, આવતા ભવના કર્મ તું બાંધે અને પછી કર્મ ભોગવવાના. એ કડવા-મીઠાં બે જાતના ફળ આવે.
પ્રશ્નકર્તા : દાદા, હવે આપે આ જે કહ્યું કે જ્ઞાન પછી ભાવના ભાવવાની નથી અને કૉઝીઝ પડવાના નથી તો પછી પુરુષાર્થ કયાં આવ્યો?
દાદાશ્રી : પુરુષાર્થ તો, આપણે પોતાના સ્વરૂપનો પુરુષાર્થ કરવાનો છે. પુરુષ થયા માટે પુરુષાર્થ કરવાનો છે. એટલે જ્ઞાતા-દ્રષ્ટા એ પુરુષાર્થ. એ પુરુષાર્થને આમ સ્વભાવ કહેવાય છે. સ્વભાવ જ છે એનો જ્ઞાતાદ્રષ્ટાનો. કરવાનું કશું રહેતું નથી. સ્વભાવ છે, પણ વ્યવહારમાં શબ્દ બોલવા પડે, પુરુષાર્થ ! બાકી સ્વભાવ છે એનો જ્ઞાતા-દ્રષ્ટાનો.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન પછીના જે ભાવ હોય એ ડિસ્ચાર્જ ભાવ, ચાર્જ ભાવ નહીં એમ એનો અર્થ થયો ?
દાદાશ્રી : એ બધાં ડિસ્ચાર્જ ભાવ. ભાવકર્મ કયા કહેવાય ? ત્યારે કહે, ‘ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ જેની મહીં હોય એ બધાં ભાવકર્મ. એ જે ક્રોધ-માન-માયા-લોભ થાય છે, પણ તમે તો એનાથી જુદા રહો છો એટલે ભાવકર્મ થતાં નથી. શરીર ડિસ્ચાર્જ કર્મ કરે કે ગુસ્સે થાય, ત્યારે તમે કહો, “ના, આમ ના થવું જોઈએ.’ એટલે ઊડી ગયું. ભાવકર્મ તો બંધ થઈ ગયા તમારા. જો ભાવકર્મ હોત તો આજે ય તમને છે તે આર્તધ્યાન
રૌદ્રધ્યાન લાગત અને તમારો દા'ડો વળત નહીં. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય, તેને આપણા જૈનના બધા સાધુઓ કહે કે એ હવે મુક્ત પુરુષ કહેવાય. પણ અત્યારે તમે બધા સાધુઓને કહેવા જાવ કે સાહેબ, મને આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ ગયાં છે. તો સાધુઓ મહીં-મહીં વાત કરે, ‘જરા ગાંડો છે', એમ કહે. આવી ત્યાં સમજ છે ! બોલો હવે !
પ્રશ્નકર્તા : એમ કહે, આ કાળમાં શક્ય નથી એવી વાત કરો છો?
દાદાશ્રી : બધું ગમે એવું તે કહે. નહીંતર આ આવા પડઘમ જેવા છીએ, આપણને ના થયું અને આમને કેવી રીતે થયું ? કોણ સ્વીકાર કરે આવી વાત ?
પ્રશ્નકર્તા ઃ અત્યારે જે ભાવો આવે અમારા લોકોને, એ બધી ઈફેક્ટ છે, એ નવું ચાર્જિંગ નથી ?
દાદાશ્રી : ના. નવું ચાર્જિંગ તો મારી આજ્ઞા પાળો એ છે. એટલે તમારે એક-બે અવતાર એમાં જાય. એટલે આજ્ઞા પાળવી એના જેવું ધર્મધ્યાન બીજું છે નહીં. એટલે બહુ મોટું પુણ્ય બંધાય. તે પુણ્ય કેવું કે
જ્યાં જન્મ થશે ને તે, મકાન બાંધવાનો વિચાર ના કરવો પડે, ના ગાડી લાવવાનો વિચાર કરવો પડે. ગાડીઓ તૈયાર, મકાનો તૈયાર, સબ કુછ તૈયાર ! સીમંધર સ્વામી પાસે મુકી આવે રોજ ને લેવા આવે. બધું તૈયાર મળે અને પુણ્ય બરોબર ના હોય તો બંગલો જાતે ખોદીને કરવો પડે, મોટર વેચાતી લાવવી પડે. પુણ્યવાળાને તો બધું તૈયાર.
ડિસ્ચાર્જતું ડિસ્ચાર્જ ! પ્રશ્નકર્તા : આ શક્તિ માંગીએને બધી, નવ કલમોમાં બધી શક્તિ માગીએ, એની અનુભૂતિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ બોલ બોલ કરવાનું, બીજી અનુભૂતિ શી કરવાની ? આ માંગ માંગ કરેને, એટલે શક્તિ પ્રગટ થઈને એ અંદર ચાલુ થાય. વ્યવહારમાં એ કરવાની ચીજ ન્હોય આ કે આપણે લઈને ફરીએ. કારણ કે કરવું એ ડિસ્ચાર્જ છે અને આ ચાર્જ છે.