________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૩૧
૨૩૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : પણ અહીં અહંકાર કરે તો ચાર્જ નથી થતો ?
દાદાશ્રી : ના. અહંકાર કોને કહો છો ? આ જ્ઞાન પછી અહંકાર થતો નથી. અહંકાર થાય એ તો ખલાસ થઈ ગયો છે. આ તો ક્લિયર ડિસ્ચાર્જ છે !
આવું ઘણાં લોકોના મનમાં ખ્યાલ હોય છે કે આ મને અહંકાર તો નથી થતોને ? મેં કહ્યું, “ના થાય ભઈ, એમાં અહંકાર શી રીતે થાય ? મને પૂછ્યા વગર તું શી રીતે અહંકાર કરવાનો ? મને પૂછવું પડશે તારે અહંકાર કરવા માટે, ચાવી મારી પાસે છે.''
પ્રશ્નકર્તા : પણ દાદાજી, એ સરખી રીતે ચાવી આપી ના હોય તો ?
દાદાશ્રી : ના, એ ગમે તે રીતે ચાલશે. એણે જૂઠી આપી તો ય મેં ખેંચી લીધી છે. એટલે કહું છું ને નિર્ભય રહેજો ભઈ, મારી આજ્ઞામાં રહો ફક્ત, બીજું કશું નહીં. મારે ભાંજગડ નથી. મારી આજ્ઞામાં રહો, પછી અહંકાર થાય તેનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : એ તો આપે એમેય કીધું છે ને આજ્ઞામાં ન રહેવાય તો ય આજ્ઞામાં રહેવું છે એવું નક્કી કરવાનું.
દાદાશ્રી : તે રહેવું એટલું નક્કી જ કરવાનું એ રહેવું એવું નથી કહેતો. એટલું તમારે નક્કી જ કરવાનું ! આ તો સિદ્ધાંત છે, આમાં સિદ્ધાંતમાં ફેર હોય નહીં.
પ્રશ્નકર્તા સિદ્ધાંતમાં ફેર નથી, એના એપ્લિકેશનમાં જ ડખા છે.
દાદાશ્રી : ના, ગમે એવું એપ્લાય કર્યું હશે, એપ્લિકેશન રોંગ કર્યું હશે તો ચાલશે. કારણ કે આ રઘા સોનીનો કાંટો નથી, આ કારુણ્યતાનો કાંટો છે. રઘા સોનીનો કાંટો તો કહેશે, ‘એ ય ઓછું થયું, જતા રહો.’ અરે ! થોડું ઓછું થાય, એમાં શું બગડી ગયું?
પ્રશ્નકર્તા : જો આપણે જાગૃત ના હોઈએ તો જે બીજા ભાવ થઈ જાય, તો ત્યાં ચાર્જ થઈ જાય ને ?
દાદાશ્રી : જાગૃત ના હોય એવું બનતું જ નથી. જાગૃતિમાં હોય છે. પ્રશ્નકર્તા પણ કોઈ કોઈ વખત એવા સંજોગોનું બહુ દબાણ હોય ?
દાદાશ્રી : દબાણ વખતે ય જાગૃતિ હોય છે. સંજોગોના દબાણને ય એ જાણે છે. માટે એ તો જાગૃત જ હોય છે.
પ્રશ્નકર્તા: આત્માનું તો હું બરોબર સમજું છું. પણ આ જે પ્રતિષ્ઠિત આત્મા નવું ચાર્જ નથી કરતો, એ બાબતનું હું સમજવા માગું છું.
દાદાશ્રી : એને ચાર્જ કરવાનો અધિકાર નથી. પ્રતિષ્ઠિત આત્માને ચાર્જ કરવાનો અધિકાર જ નથી. અમારી આજ્ઞામાં રહો તો તમારે કશું ચાર્જ ના થાય. કૂંચી અમારી પાસે હોય છે, ચાર્જ કરવાની. શી રીતે તમે ચાર્જ કરી શકો ?
આજ્ઞા પાળો તે જ ચાર્જ ! પ્રશ્નકર્તા ઃ જ્યાં આજ્ઞા બરોબર નથી પાળતા, ત્યાં અમુક એ ચાર્જ કરી દે છે ને ?
દાદાશ્રી : ના, ચાર્જ થતું નથી. આજ્ઞા આપી છે તે જ ચાર્જ કરાવડાવે છે. હવે તમે કર્તા નથી. આજ્ઞા આપી છે ને મારી આજ્ઞા પ્રમાણે તમે કરો છો, તે ચાર્જ થાય છે. આજ્ઞા પ્રોટેક્શન માટે છે, રક્ષણ આપવા માટે. પ્રોટેક્શન કર્યું છે આ આજ્ઞાથી એટલે એના માટે એક-બે અવતાર થાય.
પ્રશ્નકર્તા ઃ એટલે દાદા, તમારી આજ્ઞા પાળવામાં કર્તાપદ છે?
દાદાશ્રી : હા, એમાં કર્તાપદ છે. તે અમારી આજ્ઞા પાળે છે ને એ બદલના આ એક-બે અવતારના કર્મ બંધાય. એમાં કર્તાપદ છે, ભાવ છે. એટલે એક-બે અવતારમાં સેફસાઈડ થઈ જાય. આજ્ઞા પાળવી છે એ ભાવ, એ એકઝેક્ટ ભાવ છે. એ ડિસ્ચાર્જ નથી. એટલે એ તો આવતા ભવને માટે. એક-બે અવતારને માટે છે. દાદાની સેવા કરવી, પગ દબાવવા આ તો ખરી રીતે ડિસ્ચાર્જ છે. કારણ કે આ ભવમાં જ એનું ફળ મળે. ડિસ્ચાર્જમાં એ જે કરે છે ને, એનું ફળ આ ભવમાં મળે અને ચાર્જ છે તેનું