________________
ચાર્જ-ડિસ્ચાર્જ
૨૨૩
૨૨૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નાખવાની છે. એટલે સારો માલ હોય કે રાશી માલ હોય, તે દુકાનમાંથી કાઢી નાખવાનો. આ પરિણામ છે હવે !
સમજ ચાર્જ-ડિસ્ચાર્જ ભાવ તણી ! આ જ્ઞાન મળ્યા પછી તમે ચાર્જ કરતા બંધ થઈ ગયા અને ડિસ્ચાર્જ એકલું રહ્યું છે. એટલે હવે તમારે આ વ્યવસ્થિત જ છે. હવે તમારે આત્મા ભણી પુરુષાર્થ કર્યા કરો. આ એની મેળે વ્યવસ્થિત થયા જ કરશે. તમારે કશું કરવાપણું રહ્યું નથી. આમાં એવું સમજાય ને, ડિસ્ચાર્જમાં ?
પ્રશ્નકર્તા ઃ આ ભાવ ડિસ્ચાર્જ છે અને આ ભાવ ચાર્જ છે, એવું આપણને અંદર ફરક કેવી રીતે ખબર પડે ?
- દાદાશ્રી : “હું ચંદુભાઈ છું' એટલી જ તમને શ્રદ્ધા હોય, ત્યાં સુધી ચાર્જ ભાવ થાય. પણ તમે ‘શુદ્ધાત્મા છો', એ ચાર્જ ભાવ બંધ થઈ ગયો, નવા કર્મો બંધાતાં અટકી ગયા.
પ્રશ્નકર્તા : મહીં ચેતવે છે કે ખોટું થઈ રહ્યું છે, છતાંય ખોટું થતું જાય છે, એનું શું કરવું?
દાદાશ્રી : થઈ જાય એ તો ચંદુભાઈ કરે છે, તમારે શું લેવા-દેવા ? એના તમે કર્તા નથી અને તે ડિસ્ચાર્જ છે પાછું, એ ચાર્જ નથી. આ ચંદુભાઈ જે કરી રહ્યા છે, એ બધું ડિસ્ચાર્જ છે. ચાર્જ તો તમે પોતે જ ચંદુભાઈ હોત તો જ થાય. હવે તમે શુદ્ધાત્મા છો. અત્યારે તમને કોઈ ખરા દિલથી પૂછે કે તમે ખરેખર કોણ છો, તો શું કહો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા.
દાદાશ્રી : તો પછી એ તમારે ચાર્જ થાય નહીં. વ્યવહારથી જ આ તો, ચંદુભાઈ તો ઓળખવા માટેનું સાધન, પણ તેનો કર્તા નહીં, કર્તા તો વ્યવહારથી ! ખરેખર ‘હું ચંદુભાઈ છું', ‘કર્તા છું', એનાથી કર્મ બંધાયા કરે. ખરેખર ‘ચંદુભાઈ છું' એવું પહેલાં કહેતા હતા ને ! બીજું જાણતાં નહોતા એટલે. હવે એ છૂટી ગયું !
ચાર્જ થયા પછી ડિસ્ચાર્જ થયા વગર છૂટકો જ નહીં. એ ડિસ્ચાર્જ
થયા પછી ચાર્જ થાય કે ના થાય, એની કંઈ જરૂર નથી. ડિસ્ચાર્જ છે તે ચાર્જની અપેક્ષા રાખતું નથી. ચાર્જ છે તે ડિસ્ચાર્જની અપેક્ષા રાખે છે જ. આપણું જ્ઞાન આપ્યા પછી ડિસ્ચાર્જ એકલું રહે. પણ જ્ઞાન ના આપ્યું હોય તો પછી ડિસ્ચાર્જમાંથી પછી ચાર્જ ઊભું થવાનું. કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ, કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એ ડિસ્ચાર્જ છે અને ચાર્જ એ કૉઝીઝ છે.
ડિસ્ચાર્જતે ગાળવાતું, જ્ઞાતે કરીને ! આ પવન આવે છે, અહીં બેઠા છો તે ય ડિસ્ચાર્જ કર્મ છૂટે છે અને પણે આગળ જાવ અને ગરમી ખૂબ લાગતી હોય ને અકળામણ થતી હોય તે ય ડિસ્ચાર્જ છૂટે છે. અકળામણ થાય ને હેરાન થઈ જાય, તે ય ડિસ્ચાર્જ છે. કો'કની ઉપર અકળાવ તે ય ડિસ્ચાર્જ છે. રાગ-દ્વેષ રહિતપણે બધું ઉકેલ લાવવાનો છે. રાગ-દ્વેષ હોય ક્યાં સુધી ? અહંકાર હોય ત્યાં સુધી રાગદ્વેષ હોય. આત્મા થયા પછી રાગ-દ્વેષ કેવો ? બધા રાગ-દ્વેષ અહંકારના છે.
કીર્તિ-અપકીર્તિની હવે વાંછનાઓ ના રહી કશી. હવે છૂટવા સાથે જ કામ છે. છતાં અપકીર્તિ આવે તો તે ડિસ્ચાર્જ છે અને કીર્તિ આવે તોય ડિસ્ચાર્જ છે. એટલે આ ડિસ્ચાર્જ રહ્યું હવે થોડુંક. આખો દહાડો નવરાશ મળે તો આ જ્ઞાન કરીને ગાળ ગાળ કરવાનું. જુઠું બોલે છે તેય ડિસ્ચાર્જ છે અને સાચું બોલે છે તેય ડિસ્ચાર્જ છે. એટલે ખાવાની બધી છૂટ શાથી આપી કે તું તારી ખાવાની થાળી બીજાને આપી દઉં તે ય ડિસ્ચાર્જ છે. અને તું જાતે ખઉં તે ય ડિસ્ચાર્જ છે. પણ બીજાનું લઈ લે, તે ઘડીએ એનું સમાધાન કરજે. મોઢામોઢ સમજાવીને, વિનંતી કરીને, પ્રતિક્રમણ કરીને પણ સમાધાન કરજે. મોઢામોઢ ના સમજે તો પ્રતિક્રમણ કરજે ખાનગીમાં. ડિસ્ચાર્જ એટલે અમુક સારાં જ કર્મો એવું નહીં, જેવાં હોય એવાં, એ તો જેવાં હશે એનાં એ જ. બીજા એને કંઈ બદલી શકાય નહીં ને ?!
છૂટો પ્રતિક્રમણ કરી ! એક માણસે બીજા માણસને સુખ આપ્યું. એક માણસે આ માણસનું જરા અપમાન કર્યું. ત્યારે કહે છે કે આપણા જ્ઞાન કરીને આનો શો