________________
ભરેલો માલ
પડે તો જ અડે.
૨૨૧
પ્રશ્નકર્તા ઃ શંકા કોના પોતાના વિશે ?
દાદાશ્રી : પોતાને બહુ ડાહ્યો હોય તો શંકા પડી જાય કે દાદા કહે છે તેની ઉપર વળી નવી શંકાવાળો કોણ ?
પ્રશ્નકર્તા : દાદા કહે છે એ બાબતમાં નિઃશંક હોય.
દાદાશ્રી : એ તો આત્માની બાબતમાં નિઃશંકપણું રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : હા. પણ આ વ્યવહારની વાત છેને ?
દાદાશ્રી : આમાંય જો તમને મેં કહ્યું હોય કે ભઈ, આનો આમાં કંઈ વાંધો આવતો નથી. આ રિઝલ્ટ છે અને પોતે છે તે ત્યાં પાછો શંકા કરે કે ક્યા આધારે આ થતું હશે ?
પ્રશ્નકર્તા : હા. એટલે આપની પાસે બેસીને આ પાકું થાય કે પેલું ઉદયનું છે. એ વાતમાં શંકા નહીં રાખવાની. શંકા ન હોવી ઘટે.
દાદાશ્રી : શંકા પણ ન હોવી ઘટે. જોડે જોડે ઉદ્ધતાઈ પણ ના આવવી જોઈએ. માણસનો સ્વભાવ છે કે બેમાંથી એકબાજુ આમ ના હોય તો ઉદ્ધત પણ થઈ જાય પાછો. રિઝલ્ટ છે માટે ઉદ્ધતાઈ ના હોવી જોઈએ કે મારે શું લેવાદેવા ? એવું ના હોવું જોઈએ. શંકા કાઢવાનું અમે કહીએ છીએ, એનો અર્થ એવો નહીં કે ઉદ્ધત થવાનું માણસે. જો શંકા ના હોય તો ઉદ્ધત થઈ જાય. બેમાંથી આ માણસને એના લેવલમાં રાખવા માટે મારે બહુ આવું તેવું કહેવું પડે છે. પણ આવી જશે, બધું ઠેકાણે આવી જશે.
܀܀܀܀܀
[૪.૨] ચાર્જ-ડિસ્ચાર્જ
જ્ઞાત મળ્યા પછી...
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી આ દુનિયામાં કરવાનું શું અને નહીં કરવાનું શું ? જિંદગી જીવવાની કેવી રીતે ? દાદાશ્રી : શી રીતે જીવાય છે એ જોવાનું.
પ્રશ્નકર્તા : તો સાચું-ખોટું એનું કેવી રીતે ડિસિઝન લેવાનું ? કેવી રીતે નક્કી કરવાનું ?
દાદાશ્રી : તમારે સાચા-ખોટાનું શું કરવું છે હવે ? તમારે તો ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ કરે તો વાંધો નહીં ?
દાદાશ્રી : ચંદુભાઈ જે કરે એ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એમાં ફેરફાર થાય એવો નથી. ડિસ્ચાર્જ હંમેશાં ફેરફાર થાય નહીં.
પ્રશ્નકર્તા : પણ ખોટું કરે તો બીજા જન્મમાં તકલીફ પડેને ?
દાદાશ્રી : ના પડે. તમારે તો ફક્ત ચંદુભાઈને એમ કહેવાનું કે પ્રતિક્રમણ કરો. હવે કર્તા જ ના રહ્યાને ! સારું કે ખોટું ‘આપણ’ને કંઈ લેવા-દેવા નથી. આપણે નિકાલ કરી નાખવાનો છે. આ દુકાન કાઢી