________________
ભરેલો માલ
છે તે, આ રાગ-દ્વેષ કરે છે એટલે બંધ પડે છે.
૨૧૯
પ્રશ્નકર્તા : યાદ આવે, તે એને માટે શું કરવું ?
દાદાશ્રી : યાદ આવે તો આપણે જોયા કરવું કે ઓહોહો, હજુ તો મહીં આવો માલ ભરેલો છે. એવું જોયા કરીએ એટલે ઉકેલ આવી જાય. હવે આપણે એમાં તન્મયાકાર ના થઈએ. ભરેલા માલને જોઈને જવા દેવો. આપણે જરૂર નથી આજે. વખત થાય એટલે જતો રહે પછી.
પ્રશ્નકર્તા : પણ નીકળતી વખતે એને શું કરવાનું ? દાદાશ્રી : શું ભર્યું તે જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : આવું બધું નીકળે તો ગમે નહીંને પણ ?
દાદાશ્રી : કેમ ના ગમે ? ઊલટું સારું, ગમે એવું છે. ઓછું જ થઈ જાય ને ! ના નીકળે તો મહીં ને મહીં રહી જાય. જેટલો માલ ભરેલો હોય એટલો માલ નીકળ્યા કરે.
જે પરિસ્થિતિ પુદ્ગલની થાય એને જુઓ. ગૂંગળામણ થઈ હોય કે બીજું થયું હોય એને જોયા કરોને ! એ પછી ગમે તેવું થયું હોય તે ડિસ્ચાર્જ છે. કચરો આવવાનો ને જતો રહેવાનો, આપણે જોયા કરવાનું છે. કચરો ખપે છે એ જાણી જવું જોઈએ. આ ક્યા ગોડાઉનનો માલ ? ગોડાઉન નંબર એક, ગોડાઉન નંબર નવ.... ?
તિઃશંક થાવ, પણ ઉદ્ધત નહીં !
પ્રશ્નકર્તા : દયા ને અહિંસા એ મનમાં આવ્યા જ કરે છે, એ કઈ રીતે આવ્યા કરે છે ?
દાદાશ્રી : એ તો બધો માલ જ એ ભરેલો. જેમ કો’ક માણસે માર્કેટમાંથી મારવાનો માલ ભર્યો હોય, દ્વેષનો ભર્યો હોય ત્યારે દ્વેષ આવે, અહિંસાનો ભર્યો હોય તો અહિંસાનો આવે. દયાનો ભરેલો હોય તો દયાનો આવે. જે માલ વધારે ભર્યો હોય એ વધારે આવે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : ધંધા-ઉદ્યોગના કારણે કેટલાક પ્રકારની જીવહિંસા થાય તો એણે કેવી જાગૃતિ રાખવી ઘટે ? કેવા ભાવો એના હોવા જોઈએ ? દાદાશ્રી : જ્ઞાન ના હોય તેને તો દોષ બેસે જ પોતાને. જ્ઞાન હોય, તેને દોષ શી રીતે બેસે ?
૨૨૦
પ્રશ્નકર્તા : પણ દાદા, એ નિમિત્ત તો બનતો હોયને ?
દાદાશ્રી : એ નિમિત્તના ફળ મળ્યા કરે. નવો દોષ બેસવો એટલે શું ? બીજાં બીજ નાખવા. આ બીજાં બીજ ના નાખે એટલે દોષ બેસે જ નહીંને ?
પ્રશ્નકર્તા : એટલે દાદા, તો આ ઉદયકર્મને જ કારણે છે એમ જ માની લે, ને એવું માનીને અટકી જવું ?
દાદાશ્રી : ઉદય જ છે. પણ એવું માનીને અટકી જવાનું નહીં. વધુ પડતું કોઈને દુઃખ થતું હોય તો ચંદુભાઈને કહીએ કે, ભઈ, આવું કહ્યું, એનું પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા : હા. અને આ તો ઉદય છે.
દાદાશ્રી : રિઝલ્ટ છે આ તો. પણ કોઈ વખત કોઈને દુઃખ થાય એવું બોલતા હોયને તો આપણે ચંદુભાઈને કહીએ એટલે એની અસરો થાય છે રિઝલ્ટમાં ય. કારણ કે આપણે પુરુષાર્થી છીએ. એટલે આપણે કહેવું કે એ પ્રતિક્રમણ કરો. કેમ બીજાને દુઃખ થાય છે ? અને બીજું સાધારણમાં તો કશું કરવાનું છે જ નહીં. સાધારણ નિકાલ કર્યે જ જવાનો. એવું ધંધા-રોજગારમાં તમારે પ્રતિક્રમણ કરાવવાનું !
પ્રશ્નકર્તા : દાદા, એટલે જે કોઈ જીવતી વ્યક્તિ સામે હોય, એની બાબતમાં તો પ્રતિક્રમણ કરીએ પણ જે ધંધા વ્યવહારમાં પેલી જાતની જીવહિંસા ચાલુ હોય છે, જેમ કે કપાસનો ધંધો છે, દાળનો ધંધો છે. બધાય ધંધાઓમાં જીવહિંસા અમુક રીતે હોય છે.
દાદાશ્રી : હિંસાવાળા જ ધંધા હોય બધાં. એ તમને અડે નહીં. શંકા