________________
ભરેલો માલ
૨૧૩
૨૧૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
વધતો જાય. ચિંતા બંધ થઈ જાય, ઉપાધિ બંધ થઈ જાય. તમારે કોઈ ઉપાધિ-ચિંતા રહે છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એટલે પેલો ફાઈલોનો નિકાલ થયા કરે તેમ તેમ બોજો ઓછાં થતાં જાય.
ચૌદ વર્ષે ફાઈલો ખલાસ થઈ જાય. કારણ કે ટાંકી ભરેલી છે, બીજી આવક નથી. પછી એ ટાંકી ખાલી થાય છે અને અમુક વર્ષે એનો ઉકેલ આવે છે. બહુ ચીકણો માલ ભરેલો છે, તે પાંચ-સાત વર્ષ વધારે થાય, પણ ખાલી જ થયા કરે.
પ્રશ્નકર્તા : ચૌદ વર્ષ પહેલાં ખાલી ન થાય ?
દાદાશ્રી : થાય ને ! એ તો જેવો જેનો પુરુષાર્થ. ત્રણ વર્ષમાં ખાલી કરે. એક કલાકમાં ખાલી કરી નાખે એવા માણસો હોય છે. એવો પુરુષાર્થ પણ હોય છે. પણ ચીકણો માલ એવો લાવ્યા છો કે એ પુરુષાર્થ તમારો જાગ્રત જ ના થાય.
રતું પાણી હવે પાઈપ લાઈતતું ! એવું છે ને, આ મહીં ટાંકીમાં માલ ભરેલો છે. હવે કયો માલ ભરેલો છે ? ત્યારે કહે, સાતસો માઈલ છેટે મોટું સરોવર છે, તેનું પાણી અહીં બોમ્બેમાં આવતું હોય અને આપણે અહીં આગળ એક નાનું તળાવ છે તે ભરી લેવું છે. તે મ્યુનિસિપાલિટીવાળાએ કહ્યું કે ત્યાંથી અહીં પાણી આવવા દો. એટલે ત્યાંથી પાણી આવે છે ને આ તળાવ ભરાઈ જવા આવ્યું, થોડું બાકી રહ્યું એટલે આણે ફોન કરીને કહ્યું કે તમે ત્યાં બંધ કરી દો. એટલે પેલાએ બંધ કર્યું. ત્યાર પછી પણ પાણી આવ્યું ને પછી ઊભરાઈને બહાર નીકળવા માંડ્યું એટલે આણે કહ્યું, ‘બંધ કરો, બંધ કરો.” ત્યારે પેલા કહે, ‘મૂરખો છું, ક્યારનું બંધ કર્યું.” તે આ સાતસો માઈલનું પાણી આવે છે. એટલું તો સમજવું પડેને ? એટલે ત્યાં સુધી ધીરજ પકડવી
પડે, એટલે આ માલ નીકળી જતાં સુધી. નવું આવતું નથી, જૂનું નીકળે છે એ પછી. ધીરજ તો પકડવી જોઈએ ને ? તારે નીકળતું નથી ? ડહોળું નીકળે છે કે સારું નીકળે છે ?
પ્રશ્નકર્તા : ડહોળું.
દાદાશ્રી : એટલે હવે એ જે મન છે અને ચિત્ત છે, તે ચંદુભાઈનો ભરેલો માલ છે. તમે શુદ્ધાત્મા છો એટલે તમારે ચંદુભાઈના તાબામાં શું માલ છે એ જોયા જ કરવાનું. મન કઈ બાજુ ફરે છે, ચિત્ત ગમે ત્યાં ભટકતું હોય તો પણ વાંધો નથી. ખાલી થયા કરે ને ખાલી થઈ ગયા પછી કશું રહેશે જ નહીં. પછી તમે પાણી ખોળો તો જડશે નહીં. એટલે તમારે વાંધો નહીં રાખવાનો.
સારો-ખોટો બેઉ તિકાલી ! ‘હું શુદ્ધાત્મા છું’ એ ઉપયોગમાં રહીએ, એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય. તે પછી ગમે તેવો માલ ભરેલો હોય, ગમે તેવા બંધ પડેલા હોય, મન તો નિર્જરા થયા જ કરવાનુંને ? તેમાં આપણું શું જાય છે ? જ્યાં સારો ને ખોટો બેઉ માલ નાખી દેવા તૈયાર થયા છીએ, તો પછી એની પીડા શી ? મારી પાસે બહુ સારો ઉપયોગ રહે એવું છે. મારું ચિત્ત સારું છે તો ય નાખી જ દેવાનું અને તમારું ય નાખી દેવાનું. ત્યારે બેઉની કિંમત સરખી જ થઈ ગઈ ને, માટે એમાં શું કામ ઉપયોગ પેસવા દેવો ? ચંદુભાઈ કેવા છે તે જોયા કરવું અને ભરેલા માલ વગર તો આ કંઈ નીકળતું હશે ?
દાદાતી સૂક્ષ્મ હાજરીથી ય મુક્તિ ! પ્રશ્નકર્તા : દાદા, એવું કેમ આ તમારી હાજરીમાં એક પણ વૃત્તિ બિલકુલ ઉછાળા મારતી નથી ને જેવા તમે જશો એટલે પાછળ આ ભાઈ જાણે કે ઠેરના ઠેર, બધું શરૂ થઈ જાય પછી રોજિંદો ક્રમ !
દાદાશ્રી : અમારી સૂક્ષ્મ હાજરી રાખી શકો, તો એવું ના થાય.