________________
ભરેલો માલ
૨૧૧
૨૧૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : છે જ શક્તિ મહીં. બોધે ય લીધેલો છે. ખોટું છે એ ય જાણે છે પણ અટકે નહીં ને ? માલનો જથ્થો વધારે ભરેલો, તે અટકે નહીં અને ઓછો ભરેલો હોય તો અટકી જાય.
તમારા દેવાને લઈને તમારું ગૂંચાયેલું રહે છે. આ તો પરમાત્મપદ તમને આપેલું છે ! અમારું દેવું પૂરું થઈ ગયેલું. અમે પરમાત્મપદ ભોગવીએ છીએ. તમારે પૂરું થવા માંડ્યું છેને ?!
પ્રતિક્રમણથી થાય ચોખ્ખો ભરેલો માલ !
પ્રશ્નકર્તા: અમારું સ્વરૂપ આટલું બધું શુદ્ધ થશે ત્યારે અમારો એકબે અવતાર પછી મોક્ષને ?
દાદાશ્રી : સ્વરૂપ તો શુદ્ધ થઈ ગયું. હવે દુકાન કાઢવાની બાકી રહી છે. દુકાનદાર માણસ હતો, તે દુકાન વધાર્યા કરતો હતો. પછી મહીં થાકી ગયો અને બહુ દુઃખી થયો. ત્યારે કહે, ‘બળી, હવે દુકાન કાઢી નાખવી છે.' એટલે દુકાન કાઢી નાખવાની શરૂઆત કરી. પણ એ પૂરેપૂરી કાઢી શી રીતે નાખે ? એ તો કોઈ જ્ઞાની પુરુષ આ જન્મમાં મળી આવે તો. જ્ઞાની પુરુષ એના રસ્તા દેખાડે કે દુકાન કેવી રીતે પછી કાઢી નાખવી ! જે શરતો બધી જ્ઞાની પુરુષે કહી હોય, એ શરતોથી પછી સમભાવે નિકાલ કરી નાખવો બધો.
દેવાંના કારણે ત જણાય તફો ! પ્રશ્નકર્તા : દાદાનું જ્ઞાન મળ્યા પછી જ્ઞાન પ્રકાશના બધાય પ્રવાહ ખુલ્લા કેમ ના થઈ જાય ?
દાદાશ્રી : બધા થઈ ગયા છે, પણ તમારા પહેલાના જે ડેબીટ સાઈડનાં દેવાં છેને, તે પ્રેઝન્ટ થયા કરે છે. બાકી બધાં જ્ઞાન ખુલ્લાં થઈ ગયા છે. હવે આ દેવાં વળાય છેને, જ્યાં સુધી આ દેવું વળે છેને, ત્યાં સુધી આપણને જોઈએ એવા રૂપિયા વાપરવા મળતાં નથી. હજુ હાથ તો ખેંચમાં ને ખેંચમાં જ રહે. એવું છે આ ! પાછલું દેવું પાર વગરનું છે, આ બધાય દેવું વાળે છે. જેમ જેમ દેવું ઓછું થઈ જાય, તેમ તેમ હલકો થતો જાય !
વાત તો સમજવા જેવી છે, નહીં તો એક જ ફેરો આ જ્ઞાન મળ્યા પછી કલ્યાણ થઈ જાય. પણ કાં તો એ દિલ લાગેલું નથી. બાકી આ બાજુ દિલ લાગેલું હોય તો એને ઍકઝેક્ટ મહીં લાઈટ થઈ જ જવું જોઈએ.
પ્રશ્નકર્તા : સવારના ઊઠીને હું નક્કી કર્યું કે મારે પાંચ આજ્ઞામાં જ રહેવું છે, કોઈને દુ:ખ નથી દેવું. તોય પાછું દેવાઈ જાય એવું કેમ ?
દાદાશ્રી : દેવાઈ જાય એ તો બધું મહીં માલ ભરેલો છે એટલે. પછી આપણે હવે નક્કી કર્યુંને, નવેસરથી વ્યાપાર ચોખ્ખો કરવો છે એટલે હવે ચોખ્ખો થઈ જશે.
પ્રશ્નકર્તા : ઘણી વખત આપણે ગમે એટલું નક્કી કર્યું હોય તોય બોલી જ જવાય.
દાદાશ્રી : ના બોલવું હોય તોય બોલી જ જવાય. ગોળી છૂટી જાય, આપણા હાથમાં નથી એ ગોળી. એ બે-ચાર કલાક સુધી વાળી રાખીએ અને બે-ચાર કલાક સુધી દબાવી રાખીએ તોય પાછું ફૂટે.
પ્રશ્નકર્તા: હું આમ મનમાં નિશ્ચય કરું કે આવું નહીં કરવું જોઈએ, છતાં બોલાઈ જાય.
દાદાશ્રી : એ ચાલે નહીં. ફક્ત આપણે એનું પ્રતિક્રમણ કરવું એટલો ઉપાય. બીજો કોઈ ઉપાય ના મળે. એ બંધ કરવાનું નથી પણ ‘આવું ના હોય તો સારું', એવું આપણે ચંદુભાઈને કહેવાનું. છતાં જે માલ છે તે નીકળ્યા વગર રહેશે જ નહીં. ટાંકીમાં ડામર ભરેલો હશે તો ડામર નીકળશે અને કેરોસીન ભર્યું હશે તો કેરોસીન નીકળશે. જે ભર્યું હશે એવું નીકળ્યા કરશે. પણ આ અક્રમ વિજ્ઞાન છે એટલે પોતાના કર્મો ખીચોખીચ ભરેલાં છે, નિકાલ કરવાનાં બધાં બહુ બાકી છે ને આ જ્ઞાન પ્રગટ થયું છે એટલે શું થયું ? તે પોતાને ચિંતાઓ ને એ બધું બંધ થઈ ગયું અને આ નિકાલ કરવાનો એકલો બાકી રહ્યો. નિકાલ કરી રહે, તેમ આનંદ