________________
ભરેલો માલ
૨૦૯
૨ ૧૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નિકાલ કરી નાખવો.
નિકાલ કરવાનો કે થઈ રહ્યો ? જેમ જેમ પેલો માલ નીકળતો જાય, તેમ ખાલી થતો જાય. ભરેલા માલને દ્રવ્યસંગ્રહ કહેવાય છે. એ સારોય હોય ને ખોટોય હોય, બેઉ હોય. ભાવજાગૃતિ થયા પછી નીકળે, નહીં તો નીકળે નહીં. એટલે આ લોકોને ભાવજાગૃતિ હોય નહીં એટલે પેલું દ્રવ્યસંગ્રહમાં જ પડ્યા રહેવાનું. સારું આવે તો સારું ને ખોટું આવે તો ખોટું.
પ્રશ્નકર્તા : અને ભાવજાગૃતિ આવ્યા પછી સારું-ખોટું બન્નેવનો નિકાલ જ થયા કરે.
દાદાશ્રી : નિકાલ જ થયા કરે.
પ્રશ્નકર્તા: હવે દાદા, આપે ભાવજાગૃતિની વાત કરી. ભાવજાગૃતિ થયા પછી નિકાલ થયા કરે છે. હવે કોઈનો સારો ડિસ્ચાર્જ હોય તો ય એ ભલે સારો હોય, સુગંધીદાર હોય પણ એ ય પુરેપુરો ડિસ્ચાર્જ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી....
દાદાશ્રી : ત્યાં સુધી નિકાલ જ ના કહેવાય ને ! પણ સારું-ખોટું તો આપણે અહીં કહીએ છીએ પણ ત્યાં નથી ને !
પ્રશ્નકર્તા : એ તો દાદા, પણ આપે આ નિકાલની વાત કીધી કે આ સારો છે તે ય નિકાલ કરવો પડશે. તો સારાની અંદરે ય પછી અભિનિવેષ બિલકુલ રહે જ નહીં ને ?
દાદાશ્રી : એ તો હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા: હં. કારણ કે આજ ગમે તેવો સારો છે તોય પણ એનો નિકાલ કરવાનો છે.
દાદાશ્રી : નિકાલ કરવાનો છે. તેથી ‘નિકાલ’ શબ્દ મૂકેલો. એનો નિકાલ કરી નાખવાનો. સારું-ખોટું ત્યાં હોય જ નહીં ને ! એટલે આ તો ડિસ્ચાર્જ કરવાનો, એનો નિકાલ કરી નાખવાનો.
પ્રશ્નકર્તા: હવે નિકાલ કરવાનો તેય આપનું જ્ઞાન તો એવા પ્રકારનું છે કે નિકાલ કરવાનો નથી, પણ નિકાલ થઈ જ રહ્યો છે, પોતે જો જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો.
દાદાશ્રી : એ શબ્દ એને સમજમાં આવી જવો જોઈએ. નિકાલ થઈ રહ્યો છે. નિકાલ કરવાનું કહેવાથી શબ્દ એની સમજમાં આવી જાય અને એ નિકાલ કરે જ છે. કારણ કે ડિસ્ચાર્જ અહંકારથી ડિસ્ચાર્જ નિકાલ થયા કરે છે. એટલે નિકાલ કરે જ છે. પછી ‘એ થઈ રહ્યો છે એ જરા આગળનાં સ્ટેજમાં છે, એ જોનાર તૈયાર થાય ત્યારે. એટલે ‘હું શુદ્ધાત્મા છું’ એવું પ્રતીતિમાં હોય ત્યાં સુધી હું આ નિકાલ કરું છું એમ કહે. પ્રતીતિ પછી જ્ઞાનમાં પરિણામ પામે, તેમ તેમ પોતાને દેખાતું જાય કે નિકાલ થઈ રહ્યો છે, એમ પછી રહે !
ભરેલો માલ નીકળવો જ જોઈએ ! પ્રશ્નકર્તા : દાદા, જે પ્રસંગ બન્યો હોય, એ આપણા ધ્યેયને નુકસાન કરતો હોય, એને આપણે વિચાર કરીને આખો એને સમજી લઈએ. જેથી ફરી એ વસ્તુ ના બનવી જોઈએને ?
દાદાશ્રી : ના. એ બને જ. બનવી જ જોઈએ. ના બને તો ખોટું કહેવાય. મહીં જેટલો માલ ભરેલો છે એટલી બનશે. નહીં ભરેલો હોય એ નહીં બને. તારે તો પ્રતિક્રમણ કર્યા કરવાના. ના બનવી જોઈએ, એ પાછો કરનાર કોણ છે આનો ? કરનાર તો અકર્તા કિરતાર થયો. આ તો સમજણ નહીં ત્યારે આવું બોલે છે ને !
પ્રશ્નકર્તા: દાદા, એવું થઈ જાય છે. તેથી મેં પૂછ્યું, કે આ ફરી આવું કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : આપણે ઊંધું ને અવળું કરેલું એટલે પછી શું થાય ? દરેક કામમાં ના થાય, અમુક જ કામમાં થાય.
પ્રશ્નકર્તા : એ બોધ લેવાની અને તારણ કાઢવાની એ શક્તિ કેવી રીતે ખીલે, દાદા ?