________________
ભરેલો માલ
૨૦૭
૨૦૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સેલને ઓછો વાપરીએ તો લાંબો ચાલે અને ખૂબ વાપરીએ તો જલદી ઉકેલ આવી જાય. સેલ છૂટા થઈ જાય ને આપણેય છૂટા થઈ જઈએ. આ મનવચન-કાયાની ત્રણ બેટરીઓ છે. તે આ પાવર ભરેલો છે મહીં. એ પાવર હવે વપરાઈ રહ્યો છે. નવો પાવર ભરાતો નથી. એટલે પાવર જો વહેલો વપરાઈ જાય તો જલદી ઉકેલ આવી જાય. પછી તો એકદમ નિરંતર સમાધિ રહે ને આપણો ધંધો ચાલ્યા કરે બધો.
હોય તો મને કહો ! આપણો સિદ્ધાંત બ્રેકડાઉન થતો નથી.
ભરેલો માલ લાવ્યા હતા, તે મને પૂછીને લાવ્યા હતા ? પ્રશ્નકર્તા : પૂછ્યા વગર.
દાદાશ્રી : હા, બધું પૂછ્યા વગર ભર ભર કરેલો. સ્ટોરમાં ગયા તે જે આવે તે લીધું પોતાને ફાવે એ, પણ દાદાને નહીં પૂછ્યું કે આ લઉ કે આ લઉં. મને પૂછીને લીધું હોત તો ચોંટત નહીં કશું. કારણ કે મારી આજ્ઞા થઈ કહેવાય ને ! હવે ચોંટ એ ઊખડી ગઈ, પણ ભરેલો માલ નીકળે છે.
પ્રશ્નકર્તા : આપણે આ ગાડીને કંટ્રોલમાં રાખવા માટે એના અમુક નિયમો હોય છે એ પાળીએ છીએ. અમુક સ્પીડની બહાર ના જતા રહીએ. નેવું-પંચાણુંની સ્પીડ કરીએ તો ઠોકી દઈએ. એવી રીતે જ આપણા જીવનમાં, એટલે ચંદુભાઈને, કાયાને અમુક કંટ્રોલમાં રાખવા પડેને ?
દાદાશ્રી : એ ગાડી તો એનો કંટ્રોલર છેને ! તે કંટ્રોલર થાવ તો પછી નિયમમાં રાખવાને માટે પ્રયત્ન કરવો પડે, પણ તોય રહેતા નથી નિયમમાં. કારણ કે આ પરસત્તા છે, આપણી સત્તા જ નથી. પોતે એને પોતાની માની અને લોકો ઠોક ઠોક કર્યા કરે છે. પોતાની સત્તા માની ને, એટલે એને કંટ્રોલમાં કરવા જાય છે. ટાંકી ભરેલી હોયને, તે ખાલી ના કરો અને એનો જો કંટ્રોલ કરો તો આગળ ઉપર તમારે છે તે લાંબું લંબાશે. આ ડિસ્ચાર્જ એટલે ભરેલી ટાંકી.
પ્રશ્નકર્તા : હજુ બરાબર સમજાયું નથી.
દાદાશ્રી : આપણે આ ચાર્જ ના રહ્યું હવે. કર્મનો કર્તા ના રહ્યો. કૉઝિઝ ના રહ્યાં. ફક્ત ઇફેક્ટ રહી. ઇફેક્ટ એટલે ભરેલી ટાંકી. એટલે આપણે જો એને ઓછું કરવા જઈશું તો આગળ લાંબું લંબાશે. એનાં કરતાં નીકળી જવા દો જલદી જેમ બને તેમ. જે નીકળતું હોય એને ‘જોયા કરો. ઇફેક્ટ હંમેશાં કેવી હોય કે આપણે બેટરીની અંદર સેલ પૂરીએને, હવે
ટાંકી ભરેલી હોય, તે જેની મોટી ભરી હોય તેનો મોટો માલ ને નાની ભરી હોય તો નાનો. અમુક જાતનો માલ ભર્યો હોય, વિષયોનો વધારે ભર્યો હોય તો એને વિષય વધારે નીકળે. જેણે માનનો વધારે ભર્યો હોય તો માન વધારે નીકળે. જેણે હિંસાનો વધારે ભર્યો હોય તો હિંસા વધારે નીકળે. જેણે જે ભરેલો હોય, તે માલ નીકળે બધો. એ ‘જોયા’ કરવાનું આપણે.
કર્તાપણું છૂટ્યા પછી હવે કરવા જઈએ, એ કશું બને એવું નથી. એમ પણ કોઈથી કશું થઈ શક્યું નથી. આ તો ઈટ હેપન્સ, થઈ રહ્યું છે એને પોતે કર્તા માને છે. આ ત્રણ બેટરીઓમાં પાવર ભરેલો છે. નવો પાવર બંધ થાય તો પછી બેટરીઓ ડિસ્ચાર્જ થઈ ગઈ. એટલે મુક્ત થઈ ગયા અને અત્યારથી દુ:ખમુક્ત થયા છીએ. હવે દુઃખ રહે જ નહીં. રાગદ્વેષ થાય નહીં, વીતરાગતા રહે. તે ચંદુભાઈ શું કરે છે એ તારે ‘જોયા’ કરવાનું, બસ એટલું જ કામ !
આ અવતારમાં ક્ષાયક સમકિત પ્રાપ્ત થયું છે. હવે એ અમારી આજ્ઞામાં જેટલું રહેવાય એટલી સમાધિ રહે. હવે એ આજ્ઞામાં તમારે રહેવું હોય નિરંતર, પણ મહીં માલ ભરેલો તે રહેવા ના દે. એટલે આપણે બને એટલો પ્રયત્ન વધારે રાખવો. માલનો સ્વભાવ શું છે ? આજ્ઞામાં ન રહેવા દેવું. હવે એ માલ શું ભરેલો છે ? ત્યારે કહે છે કે, આમથી મૂર્છાના પરમાણુ ભર્યા, આમથી અહંકારના પરમાણુ ભયાં, આમથી લોભના પરમાણુ ભય, બધા જે પરમાણુ ભરેલાંને, હવે એ પરમાણુ છે તે, એમનો વખત પાક્યો હોય ને, તો એ પાછાં ઢોલકી વગાડે. ‘મૂઆ, તમે કેમ ઢોલકી વગાડો છો ?” ત્યારે કહે, “અમે છીએને મહીં.” તે એમનો સમભાવે