________________
૨૦૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
[૪.૧]
દાદાશ્રી : મેળ હવે તો પડ્યો જ કહેવાય. એવો કઈ જાતનો મેળ પાડવાનો ?
પ્રશ્નકર્તા : આ ભૂલોમાંથી.
દાદાશ્રી : અંદર ચોખ્ખું થઈ જાય. હજુ નીકળ્યા કરવાનો માલ તો. કચરો જે ભરેલોને, તે તો નીકળે જ ને ? નહીં તો ટાંકી ખાલી ના થાયને ? પહેલાં તો કચરો નીકળે છે એવું જાણતા ન હતા. સારું નીકળે છે એવું જાણતા હતા ?! એનું નામ સંસાર અને આ કચરો માલ છે એવું જાણ્યું એ છૂટા થવાની નિશાની.
એવું છે ને, જેમ જેમ વર્ષો જાય તેમ તેમ મોહ ઓછો થતો જાય, વધે નહીં. પછી અમુક વર્ષે તો બિલકુલ ખલાસ થઈ જાય. આપણે ટાંકીમાં ત્યાં જોવા જઈએ તો કશુંય ના હોય. ત્યારે તે ઘડીએ આ વાંધા ના આવે, તે ઘડીએ બહુ મજા આવે.
આ તો છે સિદ્ધાંત ! પ્રશ્નકર્તા : મને લાગે છે કે ઉપર સારો દેખાઉં છું, પણ મારો સ્વભાવ એમનો એમ જ છે.
ભરેલો માલ
‘હોય મારું' કહ્યું, છૂટે ! પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ કરવા જેવું નથી, આ ખોટું છે છતાં ભૂલ થાય છે. તે પાછલાં જે બધાં કર્મો લઈને આવેલા છે, એને લીધે ?
દાદાશ્રી : એ તો માલ કચરો ભરી લાવ્યા'તા. પૂછયા વગરનો માલ. અજ્ઞાની લોકોને સમજણ પડે તે માલ બધો. એ આપણે કાઢવો તો પડશેને ? જેવો ભરેલો માલ હોય તે.
જે સમજણ પડે છે કે આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે, ત્યાં પ્રજ્ઞા છે એ “જુએ છે. જોનારમાં એ પ્રજ્ઞા છે. પ્રતિક્રમણ કરીને આ ‘મારું હોય એટલું બોલે તોય બહુ થઈ ગયું. ‘મારું કહીને વળગાડ્યું. હવે આ “મારું હોય’ કહીને છોડી દેવું. જ્ઞાન આપ્યા પછી સરસ રહે. જ્ઞાન આપ્યા વગર ના થાય. જ્ઞાન આપીએ ત્યારે બધા પાપો ભસ્મીભૂત થઈ જાયને ! ત્યારથી હલકો થઈ ગયો. નહીં તો બિચારા સત્સંગ સાંભળ્યા કરે પણ ભલીવાર ના આવે.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધે પાંચ-પાંચ વર્ષ થયા તો ય હજુ અમારો મેળ નથી કેમ પડતો ?
દાદાશ્રી : અમે જાણીએ જ છીએ કે આ માલ આવો જ છે. એક એક શીશી (જ્ઞાનની) પાઈએ જ છીએ, રોજ. એ સ્વભાવ આખો ચેન્જ થઈ જશે. કુટુંબમાં ખોળશે કે ભઈ આપણા ક્યાં ગયા ? કારણ કે પાવરફુલ આ જ્ઞાન તો બધું. એ કંઈ ગોટાળિયું નથી બધું, પણ હવે માલ કચરો ભરેલો તેનું શું થાય ?
પછી મને કોઈ કહેશે કે ‘દાદા, આ તો એના ઘરમાં તકરાર કરતો હતો.” એ તકરાર કરીનેય ભરેલો માલ ખાલી કરે છે ! કંઈ નવું ભરે છે ?! એને વાપરવા માંડ્યો એટલે એ ખાલી થઈ જાય. આપણી પાસે નવી આવક નથી. નવી આવક ના હોય ને વપરાય એટલે રહે કે ?!
બાકી આ તો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત કોઈ જગ્યાએ બ્રેકડાઉન થતો