________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૯૧
પ્રશ્નકર્તા : તો જે કંઈ અંદર થાય છે એ શું છે તો ?
દાદાશ્રી : એ સફોકેશન છે, ગૂંગળામણ છે. ગૂંચવાડા ઊભા થાયને, કશું સમજણ ના પડે તેથી, એ તમને મહીં ગૂંચાય.
પ્રશ્નકર્તા : દાદા, આ સફોકેશન દૂર કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો બધું જ્ઞાની પુરુષની આજ્ઞાઓ બરોબર પદ્ધતિસરની પાળો.
ફાઈલ એકતો તિકાલ, સૂક્ષ્મતાએ !
આ પહેલા નંબરની ફાઈલની જોડે કશી ભાંજગડ નહીંને ? કોઈ જાતની નહીં ? અહોહો ! અને ગુનો નહીં કરેલો પહેલા નંબરની ફાઈલનો ? હું પૂછું છું આપણા મહાત્માઓને કે, “પહેલા નંબરની ફાઈલનો નિકાલ કરો છોને સમભાવે ?’ ત્યારે કહે છે, ‘પહેલા નંબરની ફાઈલ ઉપર શું નિકાલ કરવાનો હોય ?” અલ્યા, ખરી ફાઈલ જ પહેલા નંબરની છે. આપણે જે દુઃખી છીએ, આપણને અહીં જે દુઃખ લાગે છેને, તે અસહજતાનું દુઃખ છે. મને કોઈકે પૂછ્યું હતું કે ‘આ પહેલાં ફાઈલ નંબર ૧, તે એને ફાઈલ ના ગણીએ તો શું વાંધો ? એ શું કામનું છે ? એમાં કંઈ બહુ ખાસ એ હેલ્પીંગ નથી.' ત્યારે મેં આવો જવાબ આપ્યો કે, ‘બધું બહુ જ આ ફાઈલ જોડે તો માથાકૂટ કરી છે આ જીવે. અસહજ બનાવી દીધો છે.’
ત્યારે કહે છે, ‘આ બીજી ફાઈલો જોડે આપણે કંઈ નુકસાન કર્યું હોય તો સમજાય પણ આપણી ફાઈલ જોડે, પહેલા નંબરની ફાઈલ જોડે શું નુકસાન કર્યું એ સમજાતું નથી.' આ બધાં નુકસાન કર્યા હોય તે આ
ફોડ પાડીએને ત્યારે સમજાય બળ્યાં.
‘સમભાવે નિકાલ કરીએ છીએ આ બધી ફાઈલો જોડે. પછી આ બીજા નંબરની ફાઈલ જોડે તો ઝઘડા થયા હોય, ભાંજગડ થઈ હોય તો એનો નિકાલ સમભાવે કરીએ, પણ આ ફાઈલ નંબર એક અમારી જ ફાઈલ. આની જોડે શું નિકાલ કરવાનો ?’ પણ આ લોકોને ખ્યાલમાં જ નહીં કે શું નિકાલ કરવાનો છે. બધાં પાર વગરના નિકાલ કરવાના છે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તે મેં એને સમજણ પાડી. ત્યારે એય કહે છે, ‘આય વાત બહુ વિચારવા જેવી થઈ આ તો.’
૧૯૨
બહાર ભાષણો ચાલતા હોય એ બધાં, વડાપ્રધાન ને એમના. તે ઘડીએ થૂંકવાનો થયો હોયને તે થૂંકે નહીં. સભામાં બેઠો હોય, પેશાબ કરવા જવું હોય તો બે-દોઢ કલાક સુધી જાય નહીં. બને કે ના બને એવું ? સંડાસ જવાનું હોય તોય હમણે કલાક પછી હવે. નહીં તો સભામાં ઊઠે તો આબરૂ જાયને ? અને સંડાસ જવાનું હોય તો આંતરે ખરો ક્લાકેક ?
પ્રશ્નકર્તા : હા. તોય આંતરે. એને ના ચાલે ત્યારે જાય.
દાદાશ્રી : પણ આ જે બધું કર્યુંને, સહજ જે સ્વભાવ હતો દેહનો, તે સહજ સ્વભાવ તૂટી ગયો. આને સહજ રહેવા દીધો જ નથી. એટલે બધી બહુ બાબતમાં એવું કર્યું છે. એટલે પહેલા નંબરની ફાઈલને બહુ નુકસાન કરેલું હોય.
આ શરીરને સહજ નથી રહેવા દીધું, તે જ છે તે આ તમારી પહેલા નંબરની ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો છે. અસહજ થઈ ગયો છે બધી વૃત્તિઓ દબાય દબાય કરીને. થાકી ગયો હોય તોય ચાલ ચાલ કરે.
કોઈ હોટલમાં ખાવા બેઠો હોય, પહેલા નંબરની ફાઈલ ધરાઈ ગઈ હોય ને પેલો સારો સ્વાદિષ્ટ ખોરાક હોય તો ઠોક ઠોક કરે, એ નુકસાન કરે. પહેલા નંબરની ફાઈલને તો બહુ હેરાન કરે આપણા લોકો.
સારું પુસ્તક હોય તો વાંચ વાંચ કર્યા કરે, ટાઈમ થયો હોય ઊંઘવાનો તોય. થોડો ઈન્ટરેસ્ટ પડ્યો છેને !
પ્રશ્નકર્તા : પણ દાદા, આ પહેલા નંબરની ફાઈલ આવી હશે એવી કલ્પના જ ક્યાંથી આવે ?
દાદાશ્રી : હા, ‘હું જ છું' બધું.
પ્રશ્નકર્તા : હા. એ તો આપની પાસે આવ્યા અને આપે એવો કંઈક
જાદુમંતર કર્યો ત્યારે ખબર પડી કે હવે અમારી આ ફાઈલ છે. નહીં તો