________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૮૯
૧૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
બગડી છે, ફાઈલ નંબર વન. એ કંઈ ઓછું જ્ઞાન નથી, જેવું તેવું જ્ઞાન નથી. આ જ્ઞાન એવું સરળ ને સહેલું છે !
પ્રશ્નકર્તા : બીજી બધી ફાઈલો છે, એનો તો સમભાવે નિકાલ આપણે કરીએ છીએ. પણ આ ફાઈલ નંબર વનનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો એ વિગતવાર સમજાવો. કારણ કે ફાઈલ નંબર વનના જ બધા ડખા હોય છે.
દાદાશ્રી : એ ડખાને જોવાથી જ જતાં રહે, ફાઈલ જોવાથી જ. વાંકો હોય કે સૂકો હોય, એને ફાઈલની જોડે ભાંજગડ બહુ ના હોય. એ જોવાથી જ જતાં રહે. સામો ફાઈલવાળો ક્લેઇમ માંડે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. આમાં દાવા માંડનારો કોઈ નહીંને ! એટલે એને ‘જોવાથી જ જતાં રહે, ખરાબ વિચાર મનમાં આવતાં હોય, થોડા આડા આવતાં હોય, બુદ્ધિ ખરાબ થતી હોય, એ બધું ‘જોયા જ કરવાનું. જે જે કાર્ય કરતા હોય તેનો વાંધો નહીં, એ ‘જોયા જ કરવાનું. આ તો સરળમાં સરળ મોક્ષમાર્ગ છે, સહેલામાં સહેલો મોક્ષ.
પ્રશ્નકર્તા: ‘જોયા” કરવું એટલે એની સાથે સહમત નહીં થવાનું? દાદાશ્રી : સહમત તો હોય જ નહીં ત્યાં આગળ. જોયા કરને !
પ્રશ્નકર્તા : પણ આપણાથી જે ડખો થયો, એને આપણે ‘જોયો’ અને ‘જાણ્યો', તો આપણા ડખાથી સામેવાળાને દુઃખ થયું હોય તો આપણે પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : અતિક્રમણ કેમ કર્યું, સામાને દુઃખ થાય એવું ? એનું પ્રતિક્રમણ કરવું પડે. સામાને દુઃખ થાય એવું ના કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : રોજ પ્રતિક્રમણ કરે છે, છતાંય સુધરતું નથી.
દાદાશ્રી : ના, એ તો બહુ માલ ભરેલો. જબરજસ્ત માલ ભરેલો. પ્રતિક્રમણ કરે એ જ પુરુષાર્થ.
પ્રશ્નકર્તા : આ બહુ માલ ભર્યો છે, એ તો બચાવ નથી થઈ જતો ?
- દાદાશ્રી : ના, ના. બચાવ આમાં હોય જ નહીંને ! જગત આખું પ્રતિક્રમણ ના કરે. જગત આખું એક તો ગોદો મારે ને પછી પાછું કહે કે મેં ખરું કર્યું છે.
ફાઈલ એકતો તિકાલ ! પ્રશ્નકર્તા : ફાઈલ નંબર એકનો ખરેખરો નિકાલ ક્યારે કર્યો કહેવાય ?
દાદાશ્રી : ખૂબ ઊકળી હોય ફાઈલ નંબર એક, તે ઘડીએ ઠંડું પડે ત્યારે જાણવું કે આ ફાઈલનો ખરો નિકાલ થયો.
પ્રશ્નકર્તા : એ સમજાવો બરોબર.
દાદાશ્રી : ઊકળે તો ખરી, પણ હવે તો બંધ થઈ જવાનુંને ! હંમેશાંય આ જે સંયોગ છેને વિયોગી સ્વભાવના છે. એટલે એની મેળે વિયોગ થઈ જ જવાનો. ત્યાં સુધીમાં સ્થિરતા છોડવી નહીં આપણે. એ જતું રહેશે એ તો, એ તો આપણા કરેલા છે. અહીં કોઈકની ઓછી ડખલ છે ? કોઈકની ડખેલ હોય તો વાત કહેવા જઈએ કે આવું મને થાય છે. આ તો બોલાયેય નહીંને ? આપણી ડખલનું પરિણામ આપણે સમજવું ના જોઈએ ? અને છેટા રહીને જુઓ એટલે જતું રહે એવું છે.
પ્રશ્નકર્તા : દાદા, આ ફાઈલ નંબર એકનો નિકાલ કરુંને, હવે અંદર જે કંઈ થતું રહે છે એ બરોબર દ્રષ્ટિમાં આવ્યા રાખે તો એનો મતલબ એ થયો કે ફાઈલ નંબર એકનો નિકાલ થાય છે ?
દાદાશ્રી : કેમ ના થાય પણ ? પહેલાં તો આપણી જોડે ફાઈલ નંબર એક બાજુ એવી દ્રષ્ટિ જ નહોતી. જે કરતાં હોય તે ‘હું જ કરું છું” કહેતા હતા. હવે તો ફાઈલ નંબર એક કરે છે, તેને તમે જાણો છો.
પ્રશ્નકર્તા : એક તો જાણે શું છે કે અંદરથી ક્લેશ ઉત્પન્ન થતો હોય અને આપણે જાણતા પણ હોઈએ.
દાદાશ્રી : ફ્લેશ થાય જ નહીં. આ વિજ્ઞાન જ એવું છે કે ક્લેશ ના થાય.