________________
તીર્થકરોનું પણ આપવાની એમની ઢબ અક્રમની ! પહેલાં આત્મા પુદ્ગલના આધારે ભટકતો હતો. હવે જ્ઞાન મળ્યા પછી આત્માના આધારી થયા. સનાથ થયા ! આત્માના આધારી થયા એટલે કષાયો નિરાધાર થયા ! હું ચંદુભાઈ છું’ એ પ્રતિષ્ઠા છૂટી ને ‘હું શુદ્ધાત્મા છું' એ દ્રઢ થઈ ગયું. હવે માત્ર પાછલી ગુનેગારી ભોગવવાની રહી. હું શુદ્ધાત્મા છું' એ ભાન થયું એટલે જીવમાત્ર ખરેખર રિયલમાં શુદ્ધાત્મા જ છે એ દ્રષ્ટિ ખુલ્લી થાય છે. એટલે “આત્મવત્ સર્વ ભૂતેષુ” થઈ જાય. સર્વાત્મા એ શુદ્ધાત્મા સમજે એ જ પરમાત્મા ! જ્ઞાન પછી પરમાત્મા થવાની શ્રેણી મંડાઈ કહેવાય !
[3] સમભાવે નિકાલ, ફાઈલો ! વિષમભાવે ખડું જગત, તે સમભાવે ઊડે ! ફાઈલોનો નિકાલ કરતાં મહીં “શુદ્ધાત્મા છું’ એ ધ્યાનમાં હોવું જોઈએને ? મુંબઈ જવાનું નક્કી કરીએ એટલે એ સહેજે ધ્યાનમાં રહે જ કે મુંબઈ જવાનું છે ! ફાઈલો કોને કહેવાય ? ઊંઘ, ભૂખ, ઠંડી, ગરમી લાગે એ બધુંય ફાઈલ. ભીડમાં ધક્કામુક્કી લાગે, ઘરમાં બૈરાં-છોકરાં એ બધાંય ફાઈલ કહેવાય. મનમાં માત્ર નક્કી જ રાખવું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો જ છે, બસ. આની વૈજ્ઞાનિક અસર સામા માણસ પર પડે છે અને વૈજ્ઞાનિક રીતે હેલ્પ થાય છે ને પરિણામ આવે છે ! એને બદલે “સામો શું સમજે છે એના મનમાં ? એને સીધો કરી દઈશ !' તો વિષમભાવ ઊભો થાયને, તો તેની સામાં પર અસરો પડે ને તેનાં પરિણામો એવાં જ આવે. ફાઈલો વધ્યા જ કરે. કળિયુગની ફાઈલોના હિસાબે શસ્ત્રની સામે શસ્ત્ર ઉગામવું કે નહીં ? નહીં. સમભાવે નિકાલ જ કરવાનો. આ શબ્દો જ એવા વચનબળવાળા છે કે “ફાઈલોનો સમભાવે નિકાલ કરવો છે” એટલું જ મનમાં રાખે તો એક દુઃખ અડે તેમ નથી ! “મારું” કહ્યું તો વળગ્યું. રાગ થશે ને ફાઈલ કહેતાં જ જુદું ને જુદું. એનાથી સમાધિ રહેશે. આપણે નક્કી કર્યું કે મારે સમભાવે નિકાલ કરવો છે, એનું નામ જ સમભાવે
નિકાલ. પછી સામાને સમાધાન થયું કે ના થયું, તે જોવાનું નથી. આ આજ્ઞામાં જ રહેવું છે એ નિશ્ચયને વળગી જ રહેવાનું છે ! અને જરા એમાં મહીં આઘુંપાછું થાય તો ‘દાદા' પાસે શક્તિ માંગ્યે રાખવાની. એ માંગીને પછી એની રાહ નહીં જોવાની. રાહ જોવી એ ગુનો છે પાછો ! પરિણામ જે આવે તે, પ્રતિકૂળ કે અનુકૂળ તેના આપણે જવાબદાર પછી નથી ! ખૂબ નક્કી કરે સમભાવે નિકાલ કરવાનું, છતાંય ક્યારેક મોટા મોટા બોમ્બ ધડાકા થઈ પણ જાય તેનો વાંધો નહીં. ગભરાવાનું નહીં, બોમ્બનેય જોવું ને ચંદુભાઈને ટોકવા કે “કહેવું પડે, આય માલ નીકળે છે ! સ્ટેશને જાવ તો પાછળ વળીને ના જોશો, એવી આજ્ઞા કરીને તમને મોકલવામાં આવ્યા હોય ને તમે તેવું નક્કી કરીને નીકળો તેમ છતાંય ભૂલથી એક-બે વખત પાછું વળીને જોવાઈ ગયું, તે કંઈ ગુનો નથી ગણાતો ! નક્કી તો રાખેલું જ છે ને કે નથી જોવું? બસ ! સમભાવ એટલે શું ? વખાણનાર પર નથી રાગ ને વખોડનાર પર નથી દ્રષ, એનું નામ સમભાવ ! કોર્ટ જઈને લડાય પણ રાગ-દ્વેષ ના હોવાં જોઈએ. ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ ના હોય, ચાર્જમાં રાગ-દ્વેષ હોય ! ગાળો કોણ કોને આપે છે ? આ તો બન્ને પુદ્ગલની કુસ્તી છે અને તેય કર્મના આધીન છે ! બહાર પૈસા ખર્ચનિ કુસ્તી જોવાની ક્યાં રહી હવે ?! ‘હું ચંદુલાલ છું ત્યાં વિષમતા આવી જ જાય ને ‘હું શુદ્ધાત્મા છું થયું કે સમતા સહેજે વર્તાય ! સમતા ને સમભાવમાં શું ફેર ? કોઈ ધોલો મારે તોય મહીં પરિણામ સહેજે બદલાય નહીં ને ઉપરથી એને આશીર્વાદ આપે, એનું નામ સમતા. અને સમભાવમાં પરિણામ બદલાય, તેનો પણ નિકાલ કરી નાખે ને રાગ-દ્વેષ આગળ વધવા ના દે. અને સહજભાવે નિકાલ એટલે વગર પ્રયત્ન, સહેજા સહેજ જ નિકાલ થઈ જાય તે ! એવું દાદાશ્રીને હોય ! સહજભાવ તો ગયા ભવમાં ભાવ કરેલો હોય, તેનું આજે સહજ ઉત્પન્ન થાય તે, પ્રગમેલું હોય તે. સહજભાવ એ આજની ક્રિયા નથી.