________________
જિંદગી માનનારો, જ્ઞાનીની જ્ઞાનવિધિમાં એક જ ત્રાડે ‘હું શુદ્ધાત્મા છું'નું ભાન, જ્ઞાન પામી જાય છે ને સદાકાળ જાગેલો જ રહે છે ! એક ક્ષણ પણ આત્મા થઈને ‘હું આત્મા છું' એમ બોલે તે છૂટ્યો ! હું ચંદુલાલ છું’ રહ્યા કરે, તેનાથી વિષના ટપકાં દિન-રાત પડ્યા કરે ને ‘હું શુદ્ધાત્મા છું’ એમ લક્ષમાં રહ્યા કરે એટલે અમૃતનાં ટપકાં દિન-રાત પડ્યા કરે ! પછી વાણી, વર્તન ને વિચારો અમૃતમય એની મેળે જ થઈ જાય ! જોવા-જાણ્યા સિવાય બીજી કોઈ ક્રિયા નહીં, એનું નામ રિયલ. રિયલરિલેટિવ અવિનાભાવિ સંબંધે છે. એક હોય તો બીજું હોય જ ! રિયલ-રિલેટિવ જોનારી છે. પ્રજ્ઞા ! એ અતીન્દ્રિય પ્રત્યક્ષ છે અને રિલેટિવ ઇન્દ્રિયગમ્ય છે ! રિયલ-રિલેટિવ જુદું પાડે છે એ પ્રજ્ઞા ! આપણે શું થવું છે ? કોઈ કહે, મારે દાદા જેવા થવું છે. કોઈ વળી બીજું કહે, ત્રીજું કહે ! ખરેખર આપણે શુદ્ધ થવાનું જ રાખોને ! મોક્ષ સિવાય કંઈ જ ન ખપે. એનાથી ઊંચું બીજું કોઈ પદ વર્લ્ડમાં છે જ નહીં. બીજે
ક્યાંય અટવાવા જેવું નથી. ‘હું માંદો છું’ એમ ચીંતવે તો તેવો થઈ જાય. ‘હું અનંત શક્તિવાળો છું” બોલે તો તેવો થઈ જાય ! નિકાચિત કર્મના ઉદય વખતે પોતાને ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષમાં રહે અગર છેવટે “હું શુદ્ધાત્મા છું' બોલ બોલ કરે તોય તે કર્મ હળવું થઈ જાય ! ને આપણને અડે નહીં. સુંવાળું તો બધાંયને ફાવે પણ કકરું આવે તે ફાવતું થાય તો કશું નડે જ નહીંને ! રિયલની સીટ પર બેસતાં જ નિરાકુળતા વર્તાય ને રિલેટિવની સીટ પર તો શૉક લાગે ! જ્ઞાન પછી બન્ને વચ્ચે ભેદરેખા પડી ગઈ એટલે રિયલની જ સીટ પર બેસી રહેવું. આત્મા શુદ્ધ જ છે. ત્રિકાળ શુદ્ધ જ છે. એ પદ પામ્યા પછી ગમે તેવું ખરાબ કાર્ય થાય તો તે ‘ચંદુભાઈથી થાય, શુદ્ધાત્માથી – મારાથી નહીં એ ચૂકવું ના જોઈએ. છતાંય મને કશો વાંધો નથી હવે એમ માન્યું તોય લટક્યો. માટે ડરતા રહેવું. પણ ભય ના રાખવો. આવેલું કર્મ તો જતું રહેશે ને આત્મા તેવો ને તેવો જ રહેશે, શુદ્ધ જ ! અવળું-સવળું કરે છે પુદ્ગલ, શુદ્ધાત્મા
નહીં ! છતાંય કોઈને ચંદુભાઈથી દુઃખ થઈ જાય તો તેનું પ્રતિક્રમણપ્રત્યાખ્યાન કરવું ઘટે. પગ નીચે કોઈ જીવડું મરી જાય તોય બે જુદું જ રહેવું જોઈએ. મારનારો ને મરનારો અને પોતે શુદ્ધ ને સામો ય શુદ્ધ એમ રહેવું જોઈએ. દાદાશ્રીએ બે ધાતુ જુદી પાડી આપી, લોખંડ ને સોનું. પછી લોખંડ કટાય, તેમાં આપણને શું લેવાદેવા ? છતાંય ગમે તે કરવાનો ચંદુભાઈને હક્ક નથી મળતો. જે કંઈ અવળું થઈ જાય તેમાં સો ટકા ઇચ્છા વિરુદ્ધ જ હોવું જોઈએ. તેમ છતાંય પ્રતિક્રમણ તો અચૂક કરવું પડે ચંદુભાઈને ! આ બહુ ગહન વાત છે. ઉપર ઉપરથી જ એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી જુએ તો તદન વિપરીત લાગે પણ તત્ત્વદ્રષ્ટિથી આ સો ટકા પરમ સત્ય છે ! આત્મામાં કઈ રીતે રહેવું ? પહેલાં ચંદુભાઈમાં કેવા રહેતા હતા ? ચંદુભાઈની બધી જ અસરો થતી હતીને ? તે હવે કોઈ અસર જ ના થાય, તે આત્મામાં રહ્યા ! માન-અપમાન, નફો-ખોટ કંઈ અડે નહીં. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિશ્ચય છે. નિશ્ચય એનું નામ કે ફરી ક્યારેય ફરે નહીં. સ્વરૂપ સ્થિતિ થયા પછી અંતરદાહ ન રહે. પણ પેલો નિર્જીવ અહંકાર રહ્યો છે તે પાડોશીનું માથે લઈ લે તો માથે આવે. આ ઘમસાણ બહારના વર્તુળમાં છે. એને ‘જોયા' કરવાનું. બાકી ખરેખર અંતરદાહ તો અજ્ઞાનદશામાં જ હોય. મહીં ઇલેક્ટ્રિસિટીની જેમ સળગાવે. મહીં જીવ બળે છે એવું ભોગવે. સહન ના થાય. કેવળજ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થમાં આવે ત્યારે અંતરદાહ જાય. ગમે તેવું વાવાઝોડું આવે તોય હવે મહાત્મા તો શુદ્ધાત્માની સ્ટ્રોંગ રૂમમાં પેસી જાય ! એટલે કંઈ જ અડે નહીં. મોક્ષમાં ક્યારે જવાના એની ખબર પડે ? હા, પડે. આત્મા થર્મોમિટર જેવો છે. જેમ પેશાબ કે સંડાસ જવાની ખબર પડી જાય છે તેમ આ ય પડે તેમ છે. ખબર નથી પડતી, તેનું કારણ કે આપણે સંસારી પક્ષમાં પડી ગયા છીએ. એમાં ખોવાઈ ગયા છીએ, તેથી આત્મા બાજુનું કશું દેખાતું નથી. જ્ઞાની પુરુષ જ્ઞાનવિધિ કરાવે પછી દેહ ને આત્મા જુદા અનુભવાય. પછી એ કોઈ કાળે પાછાં એક થઈ શકે જ નહીં ! દહીં વલોવી માખણ ને છાશ જુદા પડ્યા પછી કોઈ પણ રીતે એ બેઉ એકાકાર થાય જ નહીં એવું આ વિજ્ઞાન છે. અને દાદાશ્રીએ આ વિજ્ઞાન આપ્યું જગતને. મૂળ વિજ્ઞાન
21