________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૭૭
૧૭૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તે ઘડીએ જાગૃતિ પેલી ત્યાં આગળ જ વપરાઈ જાય ઘણીખરી. એટલે આ જરાક મંદ પડે. એટલે એ તો ફાઈલનો નિકાલ કરવા માટે જવું જ પડશેને
જ્યારે ત્યારે ! એ ટાઈમ તો બગાડવો જ પડશેને ? જ્યારે ફાઈલ વગરની જગ્યા થશે ત્યારે મજા ઓર આવશે. અને જે ખાલી થવા માંડી એટલે ફાઈલો ખાલી જ થઈ જવાની. દશ-પંદર-વીસ વર્ષ પછી તો ફાઈલો રહેતી જ નથી બધી.
ફાઈલોથી અટક્યું સ્પષ્ટ વેદત ! પ્રશ્નકર્તા : દાદા, આપણા જ્ઞાન પછી મહાત્માઓને એટલી ખબર પડી કે આત્મા અનંત સુખનું ધામ છે. હવે એ જે સ્પષ્ટ વેદન અનુભવમાં આવવું જોઈએ, ત્યાં બાધક કારણ કયું છે ?
દાદાશ્રી : એ વેદનમાં બાધક કારણ ફાઈલોનું બહુ જોર છે. એ ફાઈલોનું જોર જો વધારે ના રહે તો અનુભવ વધતો જાય.
એવું છેને, કોઈ બપોરે દોઢ વાગે કહે કે મારે બહાર જવામાં શું હરકત છે ? ત્યારે કહે, ભઈ, અત્યારે દોઢ વાગ્યો છે. પાંચ વાગે જજેને, નહીં તો અકળામણમાં દમ નીકળી જશે તારો ! એટલે આ ફાઈલોનું જોર છે ને તેને લીધે બધું આમ થયા કરે. ફાઈલો ઓછી થશે એટલે એની મેળે જ ફેર પડશે. ફાઈલો ઓછી થાય એવું કરો. પાંચ આજ્ઞા પાળો. બસ એટલું જ કરવાનું, બીજું કરવાનું છે નહીં.
આ બધી ફાઈલો ઓછી થશેને, પછી તો આનંદ માશે નહીં. આનંદ ઊભરાશે ને પાડોશવાળાનેય લાભ થશે. કારણ કે કોઈ પણ વસ્તુ ઊભરાય એટલે બહાર નીકળે, ને બહાર નીકળે એ બીજાંને કામ લાગે. તે પાડોશીને ય લાભ થશે. અત્યારે ફાઈલનો નિકાલ કરવામાં જ આનંદ આવતો નથી. આ ડખા બધા એ આનંદને ચાખવા દેતા નથી.
પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ જ્ઞાન મળ્યા પછી કેટલા વખતમાં થઈ જાય ?
દાદાશ્રી: એ તો જેવી ચીકણી, આમ બહુ ચીકણી હોય તો આખી જિંદગી ચાલ્યા કરે અને મોળી હોય તો દસ-બાર મહિનામાં ઊડી જાય.
પ્રશ્નકર્તા : ના, પણ એટલે એક લાઈફમાં થઈ જાય કે બે-ચાર લાઈફમાં થઈ જાય કે કેટલો વખત લાગે જ્ઞાન મળ્યા પછી ?
દાદાશ્રી : ના. એક-બે અવતાર. જેને નિકાલ કરવો છે, તેને વાર ના લાગે. નિકાલ નથી કરવો, તેને બહુ વખત જાય. નિવેડો લાવવો છે, એને વાર નથી. મૂળ આત્મશક્તિનો સ્વભાવ શું છે કે જો તમારે નિવેડો લાવવો છે, તો એ નિવેડો લાવવામાં હેલ્પ કરશે. નિવેડો લાવવો હોય તો અક્રમમાં આવી જવાનું અને અત્યારે આવી જ ગયો છે. માર્ગ. પણ તમે પરિચયમાં રહેતા નથી ? અહીં કેટલા કલાક મારા પરિચયમાં રહેલા એ કહો ?
પ્રશ્નકર્તા : દસેક કલાક પૂરા રહ્યા હોઈશું.
દાદાશ્રી : હવે દસ કલાકમાં તમે આવડું મોટું જ્ઞાન માંગો છો ! અત્યારે તમારે ત્યાં આવ્યું છે એ જ મોટું અજાયબી છે. દશ કલાકમાં આવડું મોટું ફળ ભોગવો છો, નહીં ? જ્ઞાની પુરુષની જોડે એક-બે કલાક કાઢવા હોય તો બહુ પુણ્ય જોઈએ. દશ કલાકનું ફળ આટલું મળે છે, તો પછી છસ્સો કલાક કાત્યાનું ફળ કેટલું હશે ?
મારી જોડે આવ્યા હતાને, જોડે ને જોડે રહ્યા હતાને, એનું ફળ તો મળ્યા વગર રહે જ નહીં.
શું હિસાબ પત્યો ? પ્રશ્નકર્તા : આપણા પાછલાં જનમનો હિસાબ પતાવી દેવો. હવે આપણે એવું કરીએ એક વખત ચોપડો ખોલે તો આપણે ચલ ભઈ, તારું બરાબર છે એમ કરીને જવા દઈએ. બીજી-ત્રીજી-ચોથી વાર આવું આપણે કેટલી વાર કર્યા કરવું ?
દાદાશ્રી : જ્યાં સુધી એ સંયોગ હોય ત્યાં સુધી. સંયોગ પછી એની મેળે છૂટો થઈ જાય પછી આપણને ભેગો ના થાય. હિસાબ પૂરો થઈ ગયો. પછી ફરી ભેગો જ થાય નહીં.
પ્રશ્નકર્તા: એમ ક્યારે ખબર પડશે કે આની જોડે પૂરો થઈ ગયો હિસાબ ?