________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
પ્રશ્નકર્તા : એટલે આ બધો ઉપયોગ ફાઈલોનો નિકાલ કરવામાં જે રાખીએ છીએ, તેને બદલે ઉપયોગ બીજે રાખવો ?
૧૭૫
દાદાશ્રી : હા, ઉપયોગ ભલે ત્યાં રહ્યો, નિકાલ થઈ જ જવાનો છે, ટાઈમ થયોને તો ઘંટડી વાગશે. એ તમારે હાજર થઈ જજો. તમારે ફાઈલોને કહેવું કે જ્યારે આવવું હોય ત્યારે ઘર તમારું છે. અને તરત વીતરાગતાથી નિકાલ કરવાનો, સચ્ચિદાનંદ.
પ્રશ્નકર્તા ઃ એટલે ફાઈલોનો નિકાલ કરવાની અંદર ઉપયોગમાં લાઈ જવો ના જોઈએ.
દાદાશ્રી : એ ‘આ ક્યારે થાય ? જલદી થાય', એ તો બુદ્ધિ ઊંધા
રસ્તે કહેવાય.
ફાઈલો ઓછી તેમ શુદ્ધ ઉપયોગ વધે !
પ્રશ્નકર્તા : દાદા પાસે આવ્યા પછી અમારી ફાઈલો ઓછી થતી જાય.
દાદાશ્રી : તેમ તેમ પોતાની આત્મશક્તિઓ પ્રગટ થતી જાય. પોતે આત્મા રૂપ થતો જાય. ફાઈલ પૂરી એટલે તરત જ શક્તિ વધતી જાય. ફાઈલો ઓછી થાય, તેમ ઉપયોગ વધે ઊલટો. જેમ અત્યારે જે ઉપયોગમાં રહો છોને, તે પૂરો ઉપયોગ રહી શકતો નથી આ ફાઈલોને લીધે. જેમ
જેમ ફાઈલ ઓછી થતી જાય તેમ તેમ ઉપયોગ વધતો જાય. એ ફાઈલ પૂરી થઈ ગઈ એટલે ઉપયોગ શુદ્ધ થયો, આખો સંપૂર્ણ થઈ ગયો, એમાં બીજું શું રહેવાનું ?
પ્રશ્નકર્તા : પછી નિરંતર ઉપયોગમાં જ રહેવાશેને ?
દાદાશ્રી : જેટલી ફાઈલ ઓછી થઈ એટલે ઉપયોગ આખો થઈ ગયો. પ્રશ્નકર્તા : એ કેવી રીતનો ઉપયોગ હોવો જોઈએ ?
દાદાશ્રી : રીત ના હોય એની. પોતે શુદ્ધ છે અને ગાળો ભાંડનારો
૧૭૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
શુદ્ધ છે. એ ગાળો ભાંડતો હોય ચંદુભાઈને, તે વખતે શુદ્ધતા એની જાય નહીં, તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય અને તે વખતે મનમાં એમ થાય કે નાલાયક છે, એટલે ઉપયોગ ચૂક્યા. માટે એટલું ફરી ધોવું પડશે. કારણ કે આ વિજ્ઞાન છે. બિલકુલ જતું ન રહે, પણ ફરી ધોવું પડશે. ફાઈલને ફરી સહી કરવી પડશે. અજ્ઞાને કરીને બાંધેલાં, તે જ્ઞાને કરીને ધોવાં પડશે. અને જ્ઞાને કરીને નહીં ધોવાય અને અજ્ઞાનથી થશે તો ફરી એ જ ફાઈલ પાછી ધોવી પડશે. તમને કર્મ નહીં બંધાય પણ ધોવી તો પડશે જ તમારે.
પ્રશ્નકર્તા : દાદા, ફાઈલો જેમ ઓછી થતી જાય, તેમ અહીંયાં ઉપયોગમાં વિચારો પણ વધારે આવતા જાય ?
દાદાશ્રી : એવો કોઈ નિયમ નથી. વિચારો તો કેટલાકને હપૂચી એકુંય ફાઈલ ઓછી ના થઈ હોયને, તેને આખો દહાડો ચોવીસેય કલાક વિચાર રહે. માટે એનેય આપણે એમ કહેવું કે ભઈ, આને ફાઈલ ઓછી થઈ ગઈ છે ? ના. એ તો તમને આ ક્લીયર થતું જાય એટલે વિચાર ના દેખાતા હોય તેય દેખાવા માંડે. એટલે તમને એમ લાગે કે આ વધતું જાય છે. વધતું નથી, હતાં જ પણ દેખાતા ન હતા અને નિવેડો આવતો જાય. આવ્યા માટે એટલો નિવેડો આવશે. સંયોગ વિયોગ થયા વગર રહેતો નથી. માટે જો જ્ઞાનપૂર્વક વિયોગ થાય તો તમારે ચોખ્ખું થઈ ગયું અને એ ક્યાંક બીજી જગ્યાએ ધ્યાન રહી ગયું, તો ફરી ધોવું પડશે.
ફાઈલોતી ગૂંચે જાગૃતિ ડીમ !
પ્રશ્નકર્તા : નિજ સ્વભાવમાં આપણે તન્મયાકાર થઈએ એનો અર્થ એવો કે આપણે નિજ પદમાં જ છીએ ?
દાદાશ્રી : હા, નિજ સ્વભાવ એ જ નિજ પદ !
પ્રશ્નકર્તા : એટલે આ નિજ સ્વભાવમાં સ્થિરતા નથી રહેતી, એનો અર્થ એ કે આજ્ઞા પાલન નથી થતી ?
દાદાશ્રી : ના, ના. પેલી ફાઈલો છેને ! ફાઈલોમાં છે તે ગૂંચાય,