________________
૧૭૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : આપણે નવું કામ વધારીએ તો ‘ફાઈલો’ વધે ?
દાદાશ્રી : એવું છે, કે ‘ફાઈલો’ જેટલી છેને તેટલું કામ વધશે. હવે નવી ‘ફાઈલ’ ઊભી નહીં થાય. કામ વધે તો આપણે જાણવું કે આપણી પાસે ફાઈલો હજી પડી છે. માટે ‘ફાઈલ’ નથી તો કામ જ નથી ને ! ધંધો મોટો ચાલે પણ ફાઈલ ના હોય તો કશું કામ જ ના રહે.
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૭૩ પ્રશ્નકર્તા : આપણને ખબર નથી કે આ ફાઈલ છે આપણી.
દાદાશ્રી : ના, એ તો પહેલાંના હિસાબથી જ ભેગા થયા. ભેગું થવું એ ફાઈલ હોય તો જ ભેગા થાય, નહીં તો ભેગા ના થાય.
પ્રશ્નકર્તા : એટલે નવી ફાઈલનો અર્થ એ કે આ જીવનમાં આપણા સંસર્ગમાં જેટલા આવે એ બધી આપણી જૂની જ ફાઈલો છે, નવી ફાઈલ છે જ નહીં.
દાદાશ્રી : જૂની વગર ભેગા ના થાય આપણને. ભેગા થવું એ સાયન્ટિફિક સરક્સસ્ટેન્શિયલ એવિડન્સ છે.
પ્રશ્નકર્તા : ત્યારે હવે તમે નવી ફાઈલ કોને કહો ?
દાદાશ્રી : નવી ફાઈલ હોય જ નહીં. નવી ફાઈલ તો જેને જ્ઞાન નથીને, એને નવી ફાઈલ ઊભી થાય. એને ભાવકર્મ કહેવાય છે. ભાવકર્મ એટલે શું ? એ જેને ચાર્જકર્મ કહે છે એ નવી ફાઈલ. જ્યાં ચાર્જકર્મ નથી કરતા, એને નવી ફાઈલ હોય નહીં. એટલે જે જૂની ફાઈલ હોય એ ભેગી થાય. ગેડ બેસી ગઈને ?
પ્રશ્નકર્તા: હા, હવે બેસી ગઈ. હવે ખ્યાલ રહેશે.
દાદાશ્રી : એટલે જ્ઞાન ના હોય, તે ચાર્જ કરીને નવી ફાઈલો ઊભી કરે. આપણે તો જૂની છે એ ડિસ્ચાર્જ થયા કરે. આ જે બાળકનો જન્મ થયો તેય આપણી જૂની ફાઈલ.
પ્રશ્નકર્તા : આજ્ઞામાં સમજાવો છો કે ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો અને નવી ફાઈલ ઊભી નહીં કરો તો આ નિકાલ થઈ જશે ?
દાદાશ્રી : હા. નવી ફાઈલ નહીં ઊભી કરો એટલે શું કે આપણે એની ઉપર ચાર્જ નહીં કરો કોઈ જાતનું, તો પછી આ ફાઈલનો નિકાલ થઈ જશે. એમાં ચાર્જ કરવાનું છે જ નહીં પણ, આ તો એક સાધારણ વાત કહેવા માટે એને કહીએ છીએ. જરા કાચો રહે નહીં. બાકી ચાર્જ થતું જ નથી ત્યાં આગળ.
જલદી જલદી કે રાઈટ ટાઈમ ? પ્રશ્નકર્તા : પણ દાદા, આ વ્યવહારની બધી ‘ફાઈલોનો’ જલદી જલદી નિકાલ થઈ જાય એવું કંઈક કરોને ?
દાદાશ્રી : એવું છે, આ ‘ફાઈલ' તો એની મેળે વખત થાયને એટલે પૂરી થયા જ કરે છે. ૧૯૭૯માં પૂરી થવાની તે '૭૯માં પૂરી થશે, '૮૦માં થનારી '૮૦માં થશે, '૮૧માં થનારી '૮૧માં થશે. આ ઇજીનને અને ડબ્બાને કંઈ કાયમનું લગ્ન નથી હોતું. જે ડબ્બા જોડ્યા, તે પાછા જયાં આગળનો હોય, વડોદરાનો હોય તો ત્યાં તે ડબ્બો પાછો કાપી નાખે. ઇજીન તો એની મેળે હંમેશાંય આગળ ચાલ્યા જ કરે છે. અમારે ય બધા ડબ્બા છે પાછળ ને બધું ચાલ્યા કરે છે.
ફાઈલ પૂરીનો પુરાવો ! પ્રશ્નકર્તા : પણ દાદા, એમ થાય કે આ ફાઈલોનો હવે નિકાલ જલદી કેમ થશે એમ મનમાં થયા કરે એનું શું ?
દાદાશ્રી : એ જ ભાંજગડ આ નુકસાન કરે છે. એનો નિકાલ થવાનો જ છે. માટે તમે બીજા કાર્યમાં પડો. છૂટકો જ નથી એને, ફાઈલોને પોતાને જ છૂટકો નથી નિકાલ થયા વગર. એટલે બીજું કશું કામ કરવાનું રહી જશે, આની રાહ જોશો તો. એટલે બીજું કામ કરો તમે. નિકાલ થાય એની રાહ જુઓને, તો એ ફાઈલો જાણે કે ઓહોહો ! આપણો રોફ તો બહુ વધ્યો છે ! નહીં તો એ નિકાલ થઈ જ જવાનો છે. માટે તમારે એની મહીં બહુ એટલું બધું રાખવાનું નહીં.