________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૭૧
૧૭૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : ના, નહીં પળાય એવું નહીં. જેમ જેમ આપણે સમભાવે નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એમ વધારે આવે છે એવું લાગે છે.
પ્રશ્નકર્તા: તો વધે. પણ આ તો છોડવાનો પ્રયત્ન કરવા જતા બાઝતી જ જાય તો શું કરવું, દાદા ?
દાદાશ્રી : આ ફાઈલો છે એવું જાણતા જ હોતા, ત્યાં સુધી છોડવાનો પ્રયત્ન ન્હોતા કરતાને ! જાણતા ના હોય તો એને ફાઈલનું દુ:ખ લાગેય નહીં. જાણ્યું આ બધી ફાઈલો છે માટે દુઃખ થાય છે, માટે બોજો જણાય છે, નહીં તો બાર છોકરાવાળાને બોજો ના લાગે પણ આપણે કહીએ કે બાર ફાઈલો છે, તો બોજો લાગે. એટલે ‘ફાઈલ’ જાણવી, એ જ્ઞાન થવું એ કંઈ જેવી તેવી સહેલી વાત નથી, પછી છોને બધી ફાઈલો વધે. વધે તો નિકાલ થઈ જશે.
પ્રશ્નકર્તા : એક ફાઈલમાંથી બીજી ફાઈલ ઊભી થાય છે.
દાદાશ્રી : ફાઈલો તો આવને ! ફાઈલો તો આપણે ઊભી કરેલી છેને, એ તો આવને ! જો બીજા કો’કે ઊભી કરી હોય તો આપણે તેને વઢીયેય ખરાં..
દાદાશ્રી : આપણે નક્કી જ કરવાનું કે દાદાની આજ્ઞા મારે પાળવી છે, બસ. પ્રયત્ન નહીં કરવાનો. પછી એની મેળે સહજ થાય.
પ્રશ્નકર્તા : વ્યવહાર વધી જાય એટલે આજ્ઞામાં ઓછું રહેવાય.
દાદાશ્રી : એ જેટલો છે એટલો વ્યવહાર જ છે, બીજો નવો કંઈ ઉત્પન્ન થવાનો નથી. માટે ઉકેલ થાય છે આ બધો. ગભરાવાનું કોઈ કારણ નહીં. બધી આજ્ઞા પળાય એવું નક્કી કરવું !
જ્ઞાત પછી તહીં તવી ફાઈલો ! પ્રશ્નકર્તા: દરેક ફાઈલનો સમભાવે નિકાલ, જે ફાઈલ છે એ ખબર છે પણ એમાં એક વાક્ય એવું આવે છે કે નવી ફાઈલ ઊભી નહીં કરવી.
દાદાશ્રી : નવી તો થાય જ નહીં.
સામટી ફાઈલોનો સમભાવે નિકાલ ! પ્રશ્નકર્તા: એક ફાઈલનો સમભાવે નિકાલ હજુ કરી ના રહ્યા હોય ત્યાર પહેલાં બીજી બે તો આવી ગઈ હોય તે અમુક વખતે એવો કંટાળો આવી જાય છે કે આનો ગમે તેમ નિકાલ કરી દઈએ. એટલે આ આજ્ઞાઓ જે પાળવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પાળી શકાતી નથી તો હવે શું કરવું ?
દાદાશ્રી : એ તો ફાઈલોનો ભેગો નિકાલ કરવો.
પ્રશ્નકર્તા : પણ નિકાલ ન કરી શકે, એટલી તાકાત નથી. તો ઓવર-ઓવર થઈ જાય છે.
દાદાશ્રી : ના, એ તો તમે કહો કે ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે ને, એ થઈ જશે. એ તો લાગે એવું આપણને આપણા મનમાં એમ થયું કે નહીં પળાય, એટલે બગડે.
પ્રશ્નકર્તા : આ જે નવી ફાઈલ એ અમે ઊભી નથી કરતાં, છતાં નવી ફાઈલ આવ્યે જ જાય છે.
દાદાશ્રી : નવી ફાઈલ તો એ બને નહીં. તમને હંડ્રેડ પરસેન્ટ વાત કરીએ છીએ. જે નવી લાગે છે તે આપણે એ ચોગરદમમાં હજી એની તારવણી કાઢી નથી એટલે એવું લાગે છે. જ્યારે તારવણી કાઢશું ત્યારે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જ હશે એની પાછળ. અને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે માટે એ હતી જૂની.
પ્રશ્નકર્તા: પછી આપણા કુટુંબીઓમાં જે મેમ્બર્સ છે એમાં એક નવું એડીશન થાય, કોઈ બાળક જન્મે અગર તો મેરેજથી આવે તો એ આપણે નવી જ ફાઈલ કહેવાય ?
દાદાશ્રી : ના, જૂની ફાઈલ વગર તો આ બાળક જન્મે નહીં. આપણને ભેગી થઈ એ જૂની ફાઈલ.