________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એ તો આપણને એની ઉપર રાગ-દ્વેષ ના થાય, કંઈ થાય નહીં, આપણને એનો બોજો ના લાગે. એ આવે તો ઇઝીનેસ, જાય તો ઇઝીનેસ એવું રહે ત્યારે છૂટું થઈ ગયું.
ફાઈલોનો વિલય ક્યારે ?
પ્રશ્નકર્તા : દાદા, જે આપણી આ વ્યવહારની ફાઈલો ખરી, ચીકણી ફાઈલો કહીએ, તો એનો સંપૂર્ણ વિલય થયો ક્યારે કહેવાય ?
દાદાશ્રી : આપણે માટે એ અવળું બોલે તોય મનમાં દુ:ખ ન થાય તો આપણે તો વિલય થઈ ગયો. આપણા તરફનું પહેલું થાય પછી એના તરફનું થઈ જાય. એક બાજુ આપણે છે તે અવાજ કરીએ એટલે પેલું પ્રતિઅવાજ થાય. પણ અમુક હદ સુધી પછી આપણો અવાજ બંધ થઈ જાય એટલે પછી એ બંધ થઈ જાય. એટલે આપણને એ ગમે તે અવળુંસવળું કરે તો ય પણ એની પર દ્વેષ થવો ન જોઈએ. એટલે આપણે છૂટી ગયું.
પ્રશ્નકર્તા : આપણા તરફથી વિલય થઈ ગયો હોય, પણ સામા તરફથી થયો નહીં હોય તો ?
દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. દુઃખ આપણા તરફથી ના થયું હોય, તો દુઃખ આપણને થાય નહીં. આપણને દ્વેષ હોય તો દુઃખ થાય. દ્વેષ ના હોય તેને દુ:ખ જ નહીંને !
પ્રશ્નકર્તા : ફાઈલ પૂરેપૂરી ઉકલી ગઈ, એનો નિકાલ થઈ ગયો એવું ક્યારે કહેવાય ?
પ્રશ્નકર્તા : એટલે આપણને એના માટે વિચાર પણ ના આવે એવું? વિચાર આવતા બંધ થઈ જાય એના માટે. દાદાશ્રી : હા.
મહાત્માઓ વચ્ચેની વઢવાડ (!) પ્રશ્નકર્તા : આ બધા મહાત્માઓ જે છે, એને અંદર અંદર કોઈવાર ઊંચું મન થઈ જતું હશે, તો એનો તાંતો રહે, તો એમાં કેવી રીતે નિકાલ લાવવાનો ?
દાદાશ્રી : એ તો સમભાવે નિકાલ જ કરવાનો, બીજું કશુંય નહીં. એ તો જે માલ ભરેલો છે એ તો નીકળ્યા કરે. પણ આપણે અંદર સમજી લેવું કે આ માલ નીકળ્યો. કચરો નીકળે એટલે આપણે જાણવું. અને તે અથડાયું તો આપણે જોવું જોઈએ. અથડાયા તો કરે જ, એમાં ચાલે નહીં. જે માલ ભરેલો છે એ અથડાયા વગર રહે નહીંને !
પ્રશ્નકર્તા : પણ આપણા જે મહાત્માઓ છે દાદાના..
દાદાશ્રી : મહાત્માને જ થાય. બહારનાં તો અથડાય, એને તો લઢવાડ જ છે ને ! આ અહીં અથડામણ એ લઢવાડ નથી.
પ્રશ્નકર્તા : મહાત્મા ધારો કે આવેશમાં આવી જાય અને એ પણ એક સામે આપી દે, તો એમાં બેમાં ભૂલ કોની ?
દાદાશ્રી : ભૂલ કશી જોવાની જ નહીં. એ તો મહાત્મા, જેને જાગૃતિ હોય, તે પ્રતિક્રમણ કરે કે મારી આ બહુ ભૂલ થઈ ગઈ, આવું ના થાય. એટલે શું થાય છે, એ ‘જોયા’ કરો.
પ્રશ્નકર્તા: આવેશના પ્રસંગમાં પેલાએ પણ એક આપી દીધી, પણ અંદર એ પ્રતિક્રમણ કરે, પશ્ચાતાપ કરે, પછી જાગૃતિ રહે, તો એ એનો સમભાવે નિકાલ થયો કહેવાય કે નહીં ?
દાદાશ્રી : હા, સમભાવે નિકાલ જ થઈ ગયો. ફક્ત એને બીજી ડખલ કરવાની જરૂર શું છે ?
દાદાશ્રી : મનમાં ના રહે એના સાથે એટલે થઈ ગયું. આપણા મનમાં અને એના મનમાં ના રહે એટલે થઈ ગયું.
પ્રશ્નકર્તા : એના મનમાં પણ ના રહેવું જોઈએ !
દાદાશ્રી : રહે તો આપણે વાંધો નહીં, આપણા મનમાં બિલકુલ ક્લીયર થાય એટલે થઈ ગયું.