________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૬૭ પોતે ફાધર છે, જવાબદાર છે એટલે છોકરાને કહેવું-કરવું. છતાં મારવાની સિસ્ટમ ના રાખવી. મારવાથી છોકરાં જડ થઈ જાય. વધારેમાં વધારે અમે શું કહીએ ? સમજાવો એને. જો તું ચોરી કરીશ ને પકડાઈશ તો પોલીસવાળા શું કરે તે જાણું છું. તું ? એટલે સમજણ પાડીએ. તે બહુ દહાડા સમજણ પાડીએ ત્યારે એને ફીટ થઈ જાય જ્ઞાન, અને જ્ઞાન ફીટ થયા પછી કરતો હોય તો એ પસ્તાવો કર્યા કરે કે આ ખોટું થાય છે. એ બસ ત્યાં સુધી લઈ જવો. આપણે એને ધીબ ધીબ કરીએ, પણ ન્હોય ધીબવા જેવો. એ તો કર્માધીન કરે છે બિચારો. એને ભારેય ના હોય તે ઘડીએ.
પ્રશ્નકર્તા : પણ એવા સંજોગોની અંદર પણ આપણે સમભાવે નિકાલ કરવાની આજ્ઞા બરોબર પળાઈ એમ કહેવાય ખરુંને ?
દાદાશ્રી : પાળીને ! જ્યારથી નક્કી કર્યું કે મારે સમભાવે નિકાલ કરવો છે, એનું નામ પાળ્યું.
પ્રશ્નકર્તા : દાદા, પણ સમભાવે નિકાલ કરવો એવું નક્કી કર્યું ત્યાં ‘હું તો છૂટો જ પડી જઉં છું, એટલે ચંદુભાઈ કર્યા કરે.
દાદાશ્રી : તે બધે છૂટું જ પડી જવાનું છે આપણે ! પ્રશ્નકર્તા : પણ પછી ચંદુભાઈને કહેવું પડે કે તમે આમ કરો.
દાદાશ્રી : હા, તે ચંદુભાઈને આપણે કહેવાનું પણ આપણે શું લેવાદેવા ? પાડોશીને આપણે કહેવાની ફરજ છે.
આ હું તો એટલે સુધી કહ્યું કે, ભઈ, મેં તારું પૂર્વભવમાં શું બગાડ્યું છે, તે તું મારી પાછળ પડ્યો છે ?' એમ કહીને એને પાછો વાળું. ત્યારે એ જ કહેશે, ‘ના દાદાજી, તમે કશું જ બગાડ્યું નથી.’ પાછો વાળું. અમે વઢતા હોઈશું કે નહીં લોકોને ?
પ્રશ્નકર્તા : હા, વઢો છો ને !
દાદાશ્રી : મારી જોડે રહેનારાને વઢવાનું હોય, તે કેવું ? ડ્રામેટિકલી. એટલે એને બીજી ખરાબ અસર ના થાય, એની સારી અસર એને પડે.
૧૬૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ચોરી કરે ત્યારે નિકાલ ! એવું છે ને, આપણે ત્યાં શું શીખવાડવામાં આવશે ? એક માણસ બધી રીતે દોષિત થયેલો હોય, એના દોષો કાપવા જઈએ તો દોષ એ આચાર છે અને આચાર ઉદયાધીન છે. એટલે કશું વળે નહીં અને આપણે વહ્યા કરીએ ને એ વળે નહીં. વહ્યા કરે ને પેલો ઊલટો ભાવ અવળા કરે. બાપ છોકરાને વઢે, રોજ હોટલમાં જઉં છું. પેલાને જવું નથી છતાં જાય છે, બિચારાને છૂટકો નથી. જવું નથી છતાં ઉદય એને લઈ જાય છે. પાછો આ બાપ કહે છે, તું ગયો કેમ ? એટલે છોકરાને પછી બહુ કહે કહે કરેને, તે છોકરો બાપને કહે કે, ‘હું જવાનો નથી.’ પણ મનમાં નક્કી કરે, આપણે જવાના જ છીએ. છોને બોલે ! ઊલટા ભાવ બગાડીએ છીએ. આ લોકોને હજી બાપ તરીકે જીવતાં નથી આવડતું. મા તરીકે જીવતાં નથી આવડતું. ગુરુ તરીકે જીવતાં નથી આવડતું. ત્યારે તો મારે બૂમો પાડવી પડે છે બળી આ, કંઈ આવડે છે જીવતાં ? આ તો બધા ખાય છે, પીવે છે ને ફરે છે !
પ્રશ્નકર્તા : આપણો દીકરો હોય અને ચોરી કરતો હોય તો આપણે ચોરી કરવા દેવી એમ ?
દાદાશ્રી : ના. એટલે વિરોધ રાખવાનો. દેખાવમાં વિરોધ, અંદર સમભાવ. બહાર દેખાવમાં વિરોધ અને ચોરી કરે તેની ઉપર આપણે નિર્દયતા સહેજ પણ ન થવી જોઈએ. જો અંદર સમભાવ તૂટી જશે તો નિર્દયતા થશે અને જગત આખું નિર્દય થઈ જાય છે. પછી એને કહેવાનું. એ છોકરો અંદરખાને સમજી જાય કે મારી ઉપર એ બુમો પાડે છે પણ મારા બાપને દ્વેષ નથી. પેલો સમભાવ અંદરથી છે એટલે, સમભાવ રાખેને, એટલે પછી બાપ શું કરે ? પછી દીકરાને બેસાડીને કહે છે, “બેસ બા, બેસ, હો. આમ હાથ-બાથ ફેરવેને ! એટલે એને બિચારાને ઠંડક લાગે. દિલ ઠરે એનું. પછી આપણે કહીએ, ‘ભઈ, આપણી શું આબરૂ ? આપણે કોણ ખાનદાન ?” એટલે ભાવ ફેરવે. એટલે ના જ કરવું જોઈએ એવું એ નક્કી કરે. આ કરવા જેવી વસ્તુ જ જોય. આ ઝેર ખાવા જેવી વસ્તુ છે, એવું એને ફીટ થઈ જાય.