________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
પ્રશ્નકર્તા : ના. ના પાડી એટલે મોઢું ચઢાવીને ફર્યા કરે. હવે ત્યાં કેવી રીતે નિકાલ કરવો ?
૧૬૫
દાદાશ્રી : એનું મોઢું ચઢેલું હોય એ જોવું ‘આપણે’ કે આ ડિઝાઈન કેવી દેખાય ! આપણે કોઈને કહીએ કે તારું મોઢું ચઢાવ, તો એ ચઢાવેલું કામ ના લાગે. એ તો એક્ઝેક્ટલી ચઢી જવું જોઈએ. ત્યારે ડિઝાઈન જોવાની મઝા આવે. તે આપણે નિરાંતે જોવું ને ખુશ થવું ! જોવું ને જાણવું' એ દાદાજીએ કહ્યું છે એ પ્રમાણે કરું છું, એમ એમને કહીએ ! ‘તમે ફીકર ના કરશો, મારે કંઈ તમને વઢવું નથી. પણ જોઉં છું ને જાણું છું' કહીએ. જો ખવડાવી-પીવડાવીને મોટા કર્યા ત્યારે ફેણ માંડતા શીખ્યા ! અહીં જ, પાછાં ઘરમાં જ ! અલ્યા, બહાર ફેણ માંડોને ! ત્યાં તો બકરી !! ઘરમાં જ ફેણ માંડે. તમે બહુ નસીબદાર કે ફેણ માંડનાર છે ! છોડીઓ તો ફેણ માંડે નહીં બિચારી ! આ છોકરાં ફેણ માંડે.
પ્રશ્નકર્તા : છોકરાં સિનેમાના પૈસા માગે.
દાદાશ્રી : તે કેટલા ? પાંચ રૂપિયા લેતા હશે ! પ્રશ્નકર્તા ઃ વધારે થઈ જાય, દાદા. બહુ મોંઘું થઈ ગયું છે બધું હવે. દાદાશ્રી : હા, તે મહિનામાં બે-ત્રણ જોતો હશે !
પ્રશ્નકર્તા : મહિનામાં દસ-પંદર ફિલમ જોઈ કાઢે છે ! દાદાશ્રી : પૈસા તો એની મા પાસેથી લઈ જતો હશેને ? પ્રશ્નકર્તા : હા. કોઈક વાર મારી પાસે માગે.
દાદાશ્રી : ના, આપણે ના આપવા. આપણે તો એની માને આપવું. છોકરાંને ભાંજગડ, વઢવાડ થાય તો એની મા જોડે થાય. આપણે ક્યાં કરીએ આ બધું ?! કેશિયર જોડે વઢે હંમેશાંય. “કેમ આપતી નથી, કેમ આપતી નથી ?' કહેશે. ત્યારે એ એમ કહેતી હોય કે ટાંકીમાંથી આવે તો આપુંને ? પણ છોકરો તો નિમિત્તને જ બચકાં ભરી લે. એટલે આપણે
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તો એની માને આપીએ. તે એની મા એને આપે. પછી ના આપે તો એની મા ને એ, બે વઢવઢા કરે. આપણે દેખીએ કે કૈસી દુનિયા ચલતી હૈ ! અને વાઇફ ખુશેય થઈ જાય પાછાં કે મારા હાથમાં રોફ સોંપ્યો ! એટલે બેઉ રીતે ફાવીએ આપણે. મને આવડે આવું બધું.
૧૬૬
નાચલણિયું નાણું એટલે જે નાણું બજારમાં ચાલતું ના હોય, બજારમાં કોઈ ઘરાક ના થાય, તે પછી ભગવાન પાસે પડી રહે. ઘરમાં ચલણ ચલાવવું, એના કરતાં આપણે ચલણ છોડી દો ! હું તો ચલણ છોડી દઉં, એટલે પછી ભાંજગડ જ નહીં.
પ્રશ્નકર્તા : પણ પેલું રહેને, દાદા ! ઘરમાં હું વડીલ, હું બાપ, મારું ચલણ હોવું જોઈએ.
દાદાશ્રી : આ છોકરાંનો તાપ ખાવા બાપ થવાનું ? આવી પીડામાં કોણ ઊતરે વગર કામનાં ? લોક તો સમજે કે આ તો બહુ પક્કાઈ કરી
છે કંઈક ! ગવિદ્યા કરી હશે કંઈક ! તીર્થંકરો એવા પાકા હતા ! લક્ષ્મીને અડવા કરવાનું નહીં. કેમ કરીને નાસી છૂટવું એ જાણે તીર્થંકરો ! અને આબરૂભેર જાય. આવા ભવાડા ના કરે.
છોકરાંતે ઠપકો અપાય કે નહીં ?
પ્રશ્નકર્તા : આપણો છોકરો ખોટું કરતો હોય તો એને ઠપકો આપવો, ફાધર તરીકે કહેવું જોઈએ કે પછી કર્માધીન છે એમ રાખવું જોઈએ ?
દાદાશ્રી : તમારે છે તો ચંદુભાઈને કહેવું કે ‘શું જોઈને તમે ફાધર થયા છો ? આ છોકરાને કહો તો ખરા. આવું કેમ ચાલે ? આમ ફાધર તરીકે આપણે પાડોશી ધર્મ ના બજાવીએને તો આપણે હઉ ખોટા દેખાઈએ.’
પ્રશ્નકર્તા : છોકરાને ચોખ્ખું કહીએ તો આપણને કર્મ બંધાય ?
દાદાશ્રી : આપણને શાનાં બંધાય ? આ તો હિસાબ છે. તે જેટલો હિસાબ હશે, એક ભવનો લાગવો હશે તો લાગશે. આપણે તો એને કહી છૂટવું કે, ભઈ, તમે આ છોકરાને સુધારો. આવું ના ચાલે.