________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
સાથે ફાવતું જ ના હોય અને વ્યવહાર જ ના રાખવો હોય એ રીતે ફાવતું હોય, તો શું કરવું ?
૧૬૧
દાદાશ્રી : રીત રાખવાની નહીં, કઈ રીતે રહેવાય છે એ જોવાનું. ડિઝાઇનનો રસ્તો હોય આ. આ જ્ઞાન ડિઝાઈનવાળું હોય. કઈ રીતે રહેવાય છે એ જોવાનું.
પ્રશ્નકર્તા : એ રીત વ્યવહારિક રીતે યોગ્ય હોય કે અયોગ્ય હોય ?
દાદાશ્રી : એ તમારે જોવાનું નથી. તમારે તો આ રીતે રહેવાનું. શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય, તો આ રીતે રહો. અને નહીં તો આપણે પેલી રીતમાં ઊતરો. ડિઝાઈન કરો તો માર ખાશો. બીજું કશું નવું મળી જવાનું નથી. અજ્ઞાનતાની નિશાની માર ખાય, બીજું કંઈ નહીં ! આને ઓવરવાઇઝ કહેવાય છે ! ઉપરથી દોઢ ડહાપણ પોતાનું કરવા જાય છે ! તત્ત્વદ્રષ્ટિ મળ્યા પછી શા માટે બીજું જોવું ? ના મળી હોય તો બીજું હતું જ ને !
પ્રશ્નકર્તા : પણ પછી આને કર્મબંધ માનીને સહન કર્યા કરવું આ
પરિસ્થિતિને ?!
દાદાશ્રી : કશું માનવાનું જ નહીં. માનવાનું આપણે શાનું ? આપણે જ્ઞાતા-દ્રષ્ટા, જોવાનું જ. શું બને છે એ જોવાનું. વોટ હેપન્સ ! કાલે ઘેર ગયા પછી ખાવાનું મળ્યું હતું કે હોતું મળ્યું ?
પ્રશ્નકર્તા : એ તો મળે જ છે ખાવાનું !
દાદાશ્રી : તો શી ઉપાધિ ? ખાવાનું મળે છે, સૂવાની જગ્યા મળે છે ! પછી શું જોઈએ છે ? વહુ ના બોલતી હોય તો ‘રહે તારે ઘેર, આજ પેલી બાજુ સૂઈ જા' કહીએ. એ ના બોલતી હોય તો એને કંઈ બા કહેવાય ? ના કહેવાય. એટલે નવી ઘડભાંજ તો કરવી જ નહીં. એક જ અવતાર જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલી જાય તો લહેર થઈ જાય. અને તે પોતાને સુખ સહિત હોય છે !
પ્રશ્નકર્તા : કોઈ પણ સંજોગોમાં સમભાવે નિકાલ જ કરવાનો ?
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : સમભાવે નિકાલ કરવો એટલો જ આપણો ધર્મ. કોઈ ફાઈલ એવી આવી ગઈ તો આપણે નક્કી કરવું કે સમભાવે નિકાલ કરવો છે. બીજી ફાઈલ તો એડજસ્ટમેન્ટવાળી હોય, તેને તો કશું બહુ જરૂર નથી. પ્રશ્નકર્તા : પણ જ્યાં ટોટલ ડીએડજસ્ટમેન્ટ હોય ત્યારે શું કરવું
પછી ?
૧૬૨
દાદાશ્રી : સમભાવે નિકાલ કરવાનો ભાવ આપણે મનમાં નક્કી કરવાનો ! સમભાવે નિકાલ કરવો છે' એટલો જ શબ્દ વાપરવાનો ! પ્રશ્નકર્તા : સામો કોઈ એડજસ્ટમેન્ટ ના લે તો શું કરવું ? દાદાશ્રી : એ ન લે તો આપણે જોવાનું નહીં.
પ્રશ્નકર્તા : પણ આપણે પછી શું કરવું ? આપણે છૂટું થઈ જવું ?
દાદાશ્રી : આપણે જોયા કરવાનું. બીજું તો એના કે આપણા તાબામાં નથી કંઈ ! માટે જે થાય એ આપણે જુઓ. છૂટા થઈ જાય તોય વાંધો નથી. આપણું જ્ઞાન એવું નથી કહેતું કે તમે છૂટા ના થશો કે છૂટા કે થાવ એમેય નથી કહેતું. શું થાય છે એ જોયા કરવાનું. છૂટા થઈ જાવ તોય કોઈ વાંધો નહીં ઊઠાવે કે તમે કેમ છૂટા થઈ ગયા ને ભેગા રહો છો તોય કોઈ વાંધો નથી ઊઠાવતા ! પણ આ ડીએડજસ્ટમેન્ટ એ ખોટી વસ્તુ છે !
પ્રશ્નકર્તા : સ્વભાવ જ વિરોધી હોય તો એ ચેન્જ કેવી રીતે થઈ શકે પછી ?
દાદાશ્રી : જગતનું નામ જ વિરોધી સ્વભાવ ! જગતનો અર્થ જ વિરોધી સ્વભાવ. અને એ વિરોધીનો નિકાલ નહીં કરીએ તો વિરોધ રોજ જ આવશે ને આવતે ભવેય આવશે ! એના કરતાં અહીં જ હિસાબ ચૂકવી દો, તે શું ખોટું ? આત્મા પ્રાપ્ત થયા પછી હિસાબ ચૂકવી દેવાય.
‘આજ્ઞા પાળવી છે’ એટલું બોલવું, બસ. બીજાં એડજસ્ટમેન્ટ તો કોના હાથમાં છે ? વ્યવસ્થિતના હાથમાં છે !