________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
છતું કરવાના વિચાર નહીં કરવાના, એની મેળે છતું થયા જ કરે. અને બહુ ઉપાધિ થતી હોય તો અહીં આવીને આશીર્વાદ લઈ જવા એટલે થઈ જાય. છતું કરવાનું ના હોય, કરવાથી ઊંધું જ થાય. હંમેશાં કંઈ પણ ‘કરવું’ તે ઊંધું જ થાય અને છતું એની મેળે થાય એવો નિયમ.
૧૫૯
પ્રશ્નકર્તા : ‘બ્યુટીફૂલ’ ! કેવું સુંદર આપ્યું. આ તો સાવ સહેલું કરી નાખ્યું, દાદા.
દાદાશ્રી : ત્યારે શું બધું ? છતું એની મેળે થાય, કરવાથી ઊંધું થાય. પ્રશ્નકર્તા : આ તો મોટું રહસ્ય બહાર પાડ્યું, દાદાએ. લોકો તો બધા છતું કરવા જાય છે.
દાદાશ્રી : કરવાથી તો બધા ઊંધું કરી રહ્યા છે ને ! ઊંધું કરવું હોય તો ‘કરો’. છતું કરવું હોય તો જ્ઞાતા-દ્રષ્ટા રહો, આજ્ઞામાં રહો.
સાચી સમજ સમભાવે નિકાલતી !
પ્રશ્નકર્તા : એ સમભાવે નિકાલ નથી થતો.
દાદાશ્રી : નથી થતો ? તો શું થઈ જાય છે ?
પ્રશ્નકર્તા : હવે મારે એવું છે, ફાઈલ નં. ૨ મારાથી એકદમ વિરુદ્ધ છે. તેથી તેની સાથે મારે સંઘર્ષ થાય છે અને સમભાવે નિકાલ નથી થઈ શકતો.
દાદાશ્રી : પણ આપણે છે તે ચંદુભાઈને કહેવાનું કે ‘સમભાવે નિકાલ કરોને’. પણ બહુ ચીકણું હશે, નિકાચિત હશે તો વાર લાગશે. પ્રશ્નકર્તા : બીજા સાથે હોય તો સહજ થઈ જાય છે પણ અહીં નથી થતો.
દાદાશ્રી : સાચવી સાચવીને કરોને હવે. આ જેમ પટ્ટી ઊખાડીએ છીએને અને લહાય ના બળે ને એવી રીતે ધીમે રહીને.
પ્રશ્નકર્તા : અમારે તો ફાઈલ જોડે વૈચારિક મતભેદો વધતા જાય છે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : મતભેદો પણ શાને માટે વધતા જાય ? આપણે સમભાવે નિકાલ કરવાની આજ્ઞા પાળવી જોઈએને ?
૧૬૦
પ્રશ્નકર્તા : પણ સમભાવે નિકાલ કરવાની આજ્ઞા પાળવા છતાંય આ જ પરિસ્થિતિ રહ્યા કરે.
દાદાશ્રી : ના, એવું કશું નથી. સમભાવે નિકાલ કર્યો છે, એ આજ્ઞા પાળે તો કોઈ ઊભું રહેતું નથી. એ વાક્યમાં એટલું બધું વચનબળ છે કે ન પૂછો વાત !
પ્રશ્નકર્તા : પણ સમભાવે નિકાલ કરવામાં એકપક્ષી જ વિચારણા
થઈને ?
દાદાશ્રી : એ એકપક્ષી બોલવાનું નહીં. આપણે તો સમભાવે નિકાલ કરવો છે એટલું નક્કી કરવાનું. એટલે એની મેળે થયા જ કરે. ન થાય તોય ડુંગળીનું એક પડ તો ઊતરી જ જશે. પછી ડુંગળીનું બીજું પડ દેખાય. પણ બીજે વખતે બીજું પડ ઊતરશે એમ કરતાં કરતાં ડુંગળી ખલાસ થશે. આ તો વિજ્ઞાન છે. આમાં તરત જ ફળવાળું છે, એક્ઝેક્ટનેસ છે. આ ચંદુભાઈ શું કરે એ તમારે જોયા કરવાનું. સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા જોવાના અને ફાઈલ તરીકે સમભાવે નિકાલ કરવાનો !
પ્રશ્નકર્તા : હા, પણ સમભાવે નિકાલ કરવામાં આપણને વ્યવહારિક મુશ્કેલી પડતી હોય તો...
દાદાશ્રી : વ્યવહારિક મુશ્કેલી તો આવે ને જાય. ઍબ એન્ડ ટાઈડ, પાણી વધે ને ઘટે, રોજ દરિયામાં એ તો બેઉ વખત વધ-ઘટ થયા જ કરે. પ્રશ્નકર્તા : અમારા મતભેદ એ કક્ષાનાં છે કે ભેગા રહી જ ન શકાય.
દાદાશ્રી : તોય સમભાવે નિકાલ કરીને લોકો એટલા સરસ રીતે રહી શક્યા છેને ! અને છૂટું થઈનેય શું ફાયદો કાઢવાનો ?
પ્રશ્નકર્તા : એની સમજવાની તૈયારી જ ના હોય, દરેક સગાવહાલાં