________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
આપણો ધંધો શું ? રાગ-દ્વેષ નહીં કરવા. હવે તમે પૈસા માગતા હોય, જો એની પાસે સગવડ ના હોય, અગવડ હોય તો છોડી દેવા. કારણ કે રાગ-દ્વેષનું કારણ છે બધું. આગળ વધીએને, વકીલો ખોળવા જઈએ. વકીલો કંઈ મફત મળે છે ? જતાં પહેલાં પોણો સો રૂપિયા લાવો તો હું અરજી લખી આપું, કહે છે. અલ્યા મૂઆ ! પોણો સો રૂપિયા ? જે હિન્દુસ્તાન દેશમાં સલાહ તો ફ્રી ઑફ કોસ્ટ આપતા હતા, જમાડતા'તા ઊલટાં સલાહ આપીને. ત્યારે કહે, ‘ના, પોણો સો રૂપિયા આપી દો ! એટલે એ દુઃખદાયી છે. પણ છતાંય આપણી પાસે બીજી સગવડ ના હોય તો દાવો માંડવામાં વાંધો નથી, પણ રાગ-દ્વેષ ના થાય. તેય સમભાવે નિકાલ કરવાનો. દાવો માંડવાનો કાયદેસર, સમભાવે નિકાલ કરવાનો. તમે મને પૂછજો, હું બધું દેખાડીશ. રસ્તા બધા હોય અહીં. સમભાવે નિકાલ કરવો એનો અર્થ એવો નથી થતો કે હપુચ્ચું છોડી દેવું.
૧૫૭
પ્રશ્નકર્તા : જે કીધુંને કે સમભાવે નિકાલ કરવામાં જતું કરવું પડે, એ મારા મગજમાં નહીં ઊતર્યું.
દાદાશ્રી : જતું કરવાનું નથી. જતું કરવાનો હેતુ નથી આપણો. સમભાવે નિકાલ કરવાનો. એની જોડે અકળાવું નહીં. બધી વાતચીત કરવી અને અકળાઈ જવાતું હોય તો વાત ના કરવી આપણે. સમભાવે નિકાલ કરવો. એના તરફ દ્વેષ ના થવો જોઈએ. ગમે એવું નુકસાન કરતો હોય તોય દ્વેષ ના કરવો. તમે નુકસાનને માટે દાવો માંડો, બધું જ કરો પણ દ્વેષ ના થવો જોઈએ. કારણ કે એની અંદર શુદ્ધાત્મા છે એ વાત તો
ચોક્કસ છેને ?
પ્રશ્નકર્તા : હા, એ બરોબર.
દાદાશ્રી : અને એ દ્વેષ શુદ્ધાત્માને પહોંચે. એટલે સમભાવે નિકાલ કરવો. એટલે તમારે દાવો માંડવાનો વાંધો નહીં. વખતે બે ધોલ મારવી પડેને, તો મારવી તો નહીં જ બનતા સુધી. પણ મારવી હોયને તો એક કલાક વિધિ કર્યા પછી મારવી. ‘હે ભગવાન, તમે બહાર બેસો, આજ તો મારે બે ધોલ મારવી છે’ કહીએ. પણ એક કલાકની વિધિ કરવી પડે,
૧૫૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એનાં કરતાં એ ધંધામાં પડવું નહીં એ સારું.
પ્રશ્નકર્તા : પણ દાદા, એક કલાક વિધિ કરે ત્યાં સુધી એ ઊડી જ જાય મારવાનું, મારવાનો ભાવ જ ઊડી જાય.
દાદાશ્રી : એમ નહીં, એક ક્લાક વિધિ કરે અને પછી મારે તેની જોખમદારી હું લઉં છું. એક કલાક વિનંતી કર, એ બહાર બેસી જશે. નહીં તો ભગવાન બહાર બેસે નહીં એ તો. દાતણ જોઈતાં હોય તો બાવળિયાને કહેવું કે ‘ભગવાન, બહાર બેસો. મારે દાતણ બે ટુકડા લેવાં છે. વધારે વેસ્ટેજ ના કરવું. એ બે ટુકડા આપણે લઈ લેવા. દાતણ માટે એક ફેરો બોલવાનું, ત્યાં કલાક નહીં. અને ભગવાનને બહાર બેસાડીને એટલું કરજો, નહીં તો દાતણ તોડ્યાની એ જોખમદારી છે. કારણ કે આત્મા છે. વાંધો ખરો આમાં, કહેવામાં વાંધો ખરો ?
થાય ‘કરવા’થી ઊંધું, ‘જોવા’થી છતું !
એક સેન્ટ તીર્થંકરોનું વિજ્ઞાન બહાર નથી કોઈ જગ્યાએ, આટલુંય નથી રહ્યું. કારણ કે ઓવરટર્ન થઈ ગયેલું છે બધું. દુષમકાળ, કાળેય થઈ ગયો દુષમ અને જ્ઞાનેય દુષમ થઈ ગયું બધું, એટલે લોક બફાઈ ઊઠ્યું છે આ બધું. એટલે મૂળ વસ્તુ આ છે. એટલે નિરંતર અહીં મોક્ષ જ રહે.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમુક અમારી કુટુંબની ફાઈલો છે તેનો નિકાલ નથી થતો, પૂંછડે અટકી ગઈ છે. તો અમારે શું કરવું ?
દાદાશ્રી : સ્ટેશને રાહ જોયા કરીએ પણ ગાડી તો એના ટાઈમે જ જવાની. બહાર જો જો કરીએ તો મૂર્ખ કહેવાઈએ. આ વીતરાગોનું વિજ્ઞાન છે, મોક્ષમાં રહીને કામ કરો. બધું કામ થઈ જશે ! વીતરાગ વિજ્ઞાન હોય ત્યાં કંઈ પણ પ્રિય ના હોય, ત્રાસ ના હોય, દુઃખ ના હોય, કશુંય નહીં. કેવું વિજ્ઞાન ! ચોવીસ તીર્થંકરો કેવા થઈ ગયા ?! લોકો જો સમજ્યા હોત તો કલ્યાણ થઈ જાત. એક અક્ષરે જો મહાવીરને ઓળખ્યા હોત તો કામ થઈ જાત.