________________
૧૫૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૫૫ છોડી દે ? આપણે બનાવેલું હોય, તો આપણને કંઈ છોડી દે ? ત્યાં બૂમાબૂમ કરીએ કે ભઈ, મેં બનાવેલું છે તને. તો એ ગીયર છોડી દે ?
પ્રશ્નકર્તા: ના છોડી દે.
દાદાશ્રી : આ ગીયરો છે બધા. માણસો દેખાય છે, છતાં પણ ગીયરો છે. તો બૂમ પાડવાનો અર્થય નહીંને ! એ ટાઈમ પૂરો થઈ જશે. પછી એવો ટાઈમ પાછો આવશે જ નહીં. હિસાબ ચૂકતે કરવાના છે. ત્યાં સુધી શું કરવું પડે આપણે ? મૌનમ્... ધારયતે !
કોર્ટે લડાય, પણ સમભાવથી ! પ્રશ્નકર્તા : દાદા, હવે એથી ઊલટો પ્રશ્ન કહીએ કે આપણે કોર્ટે જવાની ભાંજગડ ના કરીએ. કો'ક આપણને કોર્ટમાં ઘસડી જાય, તો તે વખતે શું ?
દાદાશ્રી : આપણે છે તે ચંદુભાઈને લઈ ગયા, એ જોયા કરવું પડે અને ચંદુભાઈ કંટાળે તો ચંદુભાઈને કહેવું કે “કંટાળો છો શું કરવા ? હિસાબ ચૂક્ત કરી નાખોને ! એ લઈ જાય છે, આપણે શોખથી નથી ગયા. આ પેલો ખેંચી જાય છે એ તો.”
પ્રશ્નકર્તા : એમાં ભરપૂર કષાય છે એના.
દાદાશ્રી : હા, એને કષાય થઈ જાય છે ને આ કષાય રહિત, એ વાત જ જુદી છે ને !
પ્રશ્નકર્તા : કોઈ સમસ્યા એવી જ હોય કે કોર્ટે ગયા વગર ઉકેલ આવે જ ના તો ?
દાદાશ્રી : હા, તો જવું પડે. જવાબ ના હોય અને તમારે કોઈની સાથે કોર્ટે જવું પડે તે જવાનું જ. તે આપણે ચંદુભાઈને કહેવાનું કે “સારો વકીલ કરજો, તો બહુ દોડધામ ના કરવી પડે. અને થોડું જઠું બોલવું પડે તો બોલજો, પણ કોર્ટને રીતસર લાગે એવું કરજો. તે કોર્ટમાં ગાંડું દેખાય એવું ના કરતા વિવેકની ખાતર. જૂઠું-સાચાનો નિયમ નથી, વિવેકપૂર્વક
કરજો.’ આ વિજ્ઞાન એ અક્રમ છે. નહીં તો લોકો ગાંડા કહેશે કે કોર્ટમાં આવો પુરાવો અપાતો હશે ? “મારા બાપની વહુ થાય' એવું કહેવાય ?
પ્રશ્નકર્તા : એ તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે પ્રમાણે કરવું.
દાદાશ્રી : બધું જ કરવું પણ રાગ-દ્વેષ રહિત થાય, એમ ભગવાને કહ્યું. હરેક ક્રિયા કરો, રાગ-દ્વેષ રહિત થતી હોય એ ક્રિયાના જોખમદાર, તમે નથી અને આ જે વિજ્ઞાન આપ્યું છે એ વિજ્ઞાનમાં જે પચાસ ટકા આજ્ઞા પાળે છે, એને વીતરાગતા રહે છે એવું અમે માનીએ છીએ. એટલે આ વિજ્ઞાન જુદી જાતનું છે. એટલે જ કોઈને કશું કહીએ નહીંને ! નહીંતર અમે વઢીએ નહીં લોકોને, કે કોર્ટમાં કેમ ગયો છું ? આમ કેમ કર્યું?
પ્રશ્નકર્તા : વિવેકપૂર્વકવાળી વાતને જરા સમજવાની જરૂર છે.
દાદાશ્રી : વિવેકની જ વાત છે. કોર્ટમાં વિવેકપૂર્વક એટલે શું ? વકીલે કહ્યું હોય કે આ પ્રમાણે બોલજો ને ત્યાં તમે કહો કે હું જે થયું છે એ બોલીશ બા, બીજું નહીં બોલું. એમાં લોકો પછી હસશે. એટલે આપણે વકીલે કહ્યું એમ કહી દેવાનું.
પ્રશ્નકર્તા : આ ગામડામાં અમારા લોકોને આ મિલકતોની બાબતમાં જ પ્રશ્નો ઊભા થાય છે. હવે સમભાવે નિકાલ કરીએ તો આપણી મિલકત જતી રહે છે, હક્ક છોડી દેવો પડે, તો શું કરવું ?
દાદાશ્રી : જતી રહે એવું હોતું જ નથી. એવું કશું બનતું જ નથી. આ સમભાવે નિકાલ કરશો, તો ફાયદો થશે. તેમ વિષમથી કરશો તો સર્વસ્વ આ મિલકત જશે ને તમેય જશો. ભય રાખ્યા વગર સમભાવે નિકાલ કરો. કશું જતું રહેતું નથી. મને પૂછજો પાછા, તમારે શું થયું છે હકીકત કહેજો.
સમભાવે નિકાલ કરવાનો તે મને પુછજો કે ભઈ, સામો ગજવું કાપે એટલે સમભાવે નિકાલ કરવો એટલે એને જોયા કરવું ? ત્યારે કહે, ના, પકડીને પોલીસવાળાને સોંપવો. અને ચપ્પ દેખાડે તો છોડી દેવો.