________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તું શું સમજવાનો છે, બળ્યું !” આ સમજ્યા હોત તો આ ડખો જ ના થાતને ! નથી સમજ્યા ત્યારે તો ડખલ થાય છે. એટલે આપણે નિકાલ કરી નાખવાનો. ચીકણું કરીએ તો શું થાય પછી ? ગૂંચાય આ બધું. આ બધાં જગતના લોકોને ગૂંચાયેલા કર્મ તેથી છેને ! એ નિવેડો લાવોને !
છોકરા જોડે આપણી ભૂલ થઈ વખતે, એટલે ત્યાં આગળ છોકરો છે માટે આપણે એ ભૂલનો સ્વીકાર ન કરીએ તો પછી શું થાય એમાં ? છોકરો ડંખ તો રાખેને મનમાં કે તમે સાચી વાતેય માનતા નથી. તે આપણે કહી દઈએ કે ભઈ, મારી ભૂલ થઈ. એ તો કંઈ સમજ ફેર થઈ ગયો. તરત જ ઉકલી જાય. આમાં વાંધો ખરો ? ભૂલ સ્વીકાર કરે તો છોકરો બાપ થઈ જાય ખરો ? છોકરો છોકરો રહેને ! અને જો તમે ભૂલ નહીં સ્વીકારો તો છોકરો બાપ થશે !
તાળાં ઊઘાડવાના ય ના હોય. મેં તે બહુ વાસેલું હોય આમ. એટલે મને આવડી ગઈ એ કળા. તમારે તો ભાંજગડો નહીંને ? આપણે તો મોક્ષ જવાનું છે, બધું ચોખ્ખું કરીને.
તિકાલમાં નફો-ખોટ તા જોવાય ! પ્રશ્નકર્તા : આ સમભાવે નિકાલ કરવાની પ્રક્રિયામાં ભવિષ્યમાં નુકસાન થશે એવું આપણને લાગે તોય આપણે એવી રીતે જ કરવું ?
દાદાશ્રી : એ નુકસાન થાય કે નફો થાય, આપણે સમભાવે નિકાલ કરવું. નુકસાન અટકાવવા નથી આવ્યા આપણે, નફો કરવા નથી આવ્યા, આપણે મોક્ષે જવા આવ્યા છીએ. તમારે આ બધાં દુઃખમાંથી મુક્ત થવું છે કે દુ:ખમાં પડી રહેવું છે ?
પ્રશ્નકર્તા : વસ્તુ સાચી છે.
દાદાશ્રી : પણ આ સમભાવે નિકાલ કરવો’ એ આજ્ઞા પાળવી, નુકસાન થતું હોય કે ગમે તે થતું હોય. અને નહીં આજ્ઞા પાળોને, તો વધારે નુકસાન થવાનું.
કોર્ટે લડે છતાં સમભાવે નિકાલ !
કોમનસેન્સથી ઝટપટ નિકાલ ! એ હું અભ્યાસ કરીને શીખેલો. મારા ભત્રીજા ભરૂચ મિલના માલિકો-શેઠિયાઓ, તે એ કહે, ‘કાકા, તમે આ ધર્મમાં પેસીને બધું બગડી ગયા. તમારા વિચારો બધા ફેરફાર થઈ ગયા.’ કહ્યું, ‘કેમ શું થયું?” ત્યારે કહે, ‘પહેલાં તો બહુ સારા હતા, નામ કાઢવા જેવા માણસ હતા”. ત્યારે મેં કહ્યું, ‘ભાઈ, તમને શું ખબર? તમે કંઈ એમની જોડે ઓછાં રહો છો ? એ તો હું જોડે રહું, તે હું જાણું કે આ કેવા છે તે ! આ તો પહેલેથી જ આવા ને આવાં જ છે.” એટલે પેલા ખોળે, તમે કોની વાત કરો છો આ ?! એ પણ કોણ છે ? એ ગૂંચાય બધું, પછી માફ કરી દે. એ લોકોને ખુશ કરી નાખ્યું. આ પાછલાં ના ફાવતા હોયને તેને ચૂંટી ખણીનેય ખુશ કરી આવું. આ મનુષ્ય તો બિચારા બહુ સારા હોય છે. એનું વસાઈ ગયેલું તાળું આપણને ઊઘાડતાં ના આવડે, તેમાં કોઈ શું કરે ? મને તો બધાં તાળાં ઊઘાડતા આવડે. કારણ કે મેં શું કહ્યું છે કે મારી પાસે એવા પ્રકારની કોમનસેન્સ છે, કે જે એવરીવ્હેર એપ્લીકેબલ છે. બધાં તાળાં ઊઘાડી નાખે. હવે એ તમે મારી જોડે બેસો એટલે થોડાં થોડાં તાળાં ઊઘાડતાં તો આવડી જાય અને છેવટે તમારે બહુ વાસેલાં નહીંને ! તે
સમભાવે નિકાલ કરતાં કરતાં કોર્ટ થાય, બીજું થાય તોય પણ આગળ ચાલવામાં તો એનો વાંધો નથી. એ તો ભઈ પહેલાંનો હિસાબ તમે કરેલો, ગાંડો હિસાબ, તે ગોઠવણી થાય બધી. તે આપણે એકલા કરવું પડે. મનમાં એમેય થાય કે બળ્યું, આ કોર્ટ ને એવું આ કરવાનો વખત આવ્યો ! તે પછી સંજોગ ઊભા થઈ જાય. પણ આપણે તો જરાય કશું બન્યું નથી એવી રીતે જ રહો. પ્રકૃતિ પ્રકૃતિ જોડે લડે છે, એમાં આપણું શું ? અને લાખ રૂપિયા આપ્યા છે એટલે પાછા લેવા માટે લડે છે આ પ્રકૃતિ અને પેલી પ્રકૃતિ લાખ નહીં આપવા માટે લડે છે એ જોવાનું. એની ફરિયાદ જ ના હોય. ફરિયાદ કરવી એ ગુનો છે.
આ મશીનના ગીયર હોય છે, એની મહીં આંગળી આવે તો એ કંઈ