________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૫૧
પછી સામે કોઈને ખોટું લાગે, એકને આમ કરીએ, એવું કરવાની જરૂર નથી. તમારે મનમાં જ કરવાનું. પછી બધાં જોડે જે ‘ડિલિંગ’ થાય એ સાચું. એ ‘ડિલિંગ’ની જવાબદારી તમારી નહીં. તમારો ભાવ જ જોઈએ કે મારે સમભાવે નિકાલ કરવો છે. વેર વધારવું નથી.
પ્રશ્નકર્તા: તે છતાંય વેર વધે તો ?
દાદાશ્રી : એવું તમને લાગે. પણ તમારે નિકાલ કરવો છે એવું તમે નક્કી રાખો છોને ! વેર વધી જાય તેમ તમારે જોવાની જરૂર નથી. તમારે તો આ એક જ સિદ્ધાંત છોડવો નહીં, કે સમભાવે મારે નિકાલ કરવો છે.
છૂટી જવું, ગાંડા કાઢીતે ય ! કોઈને દુઃખ થાય એવો શબ્દય બોલાય એ ગુનો છે. જો બોલ્યા હોયને તો આપણે કહેવું, “અરે ભઈ, મારું મગજ-બગજ કંઈ ખસી ગયું તે ઊંધું-ખોટું કંઈક આ પેસી ગયું છે. તેથી આમ બોલાઈ જવાયું માટે માઠું લગાડશો નહીં.” એવું કહીએને એટલે પેલો છોડી દે પછી. નહીં તો પેલો છોડે જ નહીં પછી.
હું શું કહેવા માંગું છું તે સમજ્યા તમે ? ગાંડાઘેલા થઈને છૂટી જવું. વહુયે એમ કહેશે, ‘તમે ચક્કર છાપ છો.’ તો કહીએ ‘હા, ખરેખર મારું ખસી ગયેલું જ છે. નહીં તો આવું તે બોલાતું હશે મારાથી ?!' ત્યારે કહેશે, ‘કશો વાંધો નહીં. પણ આવી બહુ ભાંજગડ કરશો નહીં.’ એટલે વાળી લેવું જોઈએ.
પ્રશ્નકર્તા: તે આ જ મુખ્ય વાત છેને, વાળી લેતાં આવડવાની એ જે કળા, એ આપની પાસે શીખવાની મળે.
દાદાશ્રી : એ તો અમે શીખવાડીએને ! અમે તમને શીખવાડીએ, પણ ‘હું ચક્કર છું’ એવું બોલતાં આવડવું જોઈએ ને !
હું તો હીરાબાને ય ખુશ કરી નાખ્યું આવું બોલીને. હીરાબા ઉપરથી મને કહે, ‘હં, તમે તો બહુ સારા માણસ, આવું શું બોલો છો ?!” આમ કરીને વાળી લેવું. આપણી દાનત ખોરી નથી. વાળી લેવામાં કદી સંસારી
૧૫ર
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ચીજ આપણે એની પાસેથી પડાવી લેવી હોય તો ખોટું. આપણે તો એનું મન સ્વચ્છ કરવા માટે વાળી લેવું. આપણે જે પથરા નાખ્યા છે, એ પથરા તો વેર બાંધે, મૂઆ !
ગમે એવો ઢીલો માણસ હોય, આપણી જોડે એનું ચાલતું ના હોય, તો પણ જો એના મનને પથ્થર વાગ્યા હોયને તો વેર બાંધે. એટલે ત્યાંય આડાઅવળી કરીને મન ચોખું જ કરી નાખવું. ‘પહેલેથી જ આવો હતો હું અને આ ચક્કર છાપ છું.' ત્યારે એ કહેશે, ‘સારો માણસ છે પણ આ થઈ ગયું.’ તરત આપણું નામ ચોપડીમાંથી ફાડી નાખે આમ. નોંધ ફાડી નાખે છે. તમને બોલતાં ના ફાવે, આ ચક્કર છે એવું ?!
ફાઈલોનો સમભાવે નિકાલ કરવાથી બધું શુદ્ધ થઈ જાય. ક્લિયરન્સ કરી નાખવાનું. અમારે તો ભૂલ ચલાવાય નહીં એકેય રીતે. ભૂલ થતાંની સાથે જ અમારે મશીન ચાલુ હોય નહીં. એટલે ભૂલો જ ના રહે.
ઘરમાં જમીને તરત ચિઢાઈ બે-ચાર શબ્દો આપીને ગયા અહીંથી, એટલે પછી એનેય બોજો રહે આખો દહાડો ઠેઠ સુધી, તમે ફરી ભેગા ના થાવ ત્યાં સુધી રહે અને તમનેય ત્યાં સુધી બોજો રહે. અને આપણે એ ધીમે રહીને પછી બેસી જરા દવાખાનામાં મોડું થાય તો વાંધો નહીં. લાવો, જરા મહીંથી ઈલાઈચી લાવો, લવિંગ લાવો, કહીને પછી બધું સંકેલી લેવું અને ‘અમારી ભૂલો થાય છે. વળી તમે બહુ સારા માણસ છો. જુઓને, ઉતાવળમાં અમારી કેવી ભૂલ થઈ ગઈ ?!' એટલે નિવેડો આવી જાય. વાંધો ખરો એમાં ?
તમારી જોડે મારે કંઈ અથડામણ થઈ હોય પછી હું કહું, ‘ચંદુભાઈ, મારી ભૂલચૂક હોય તો માફ કરજો.’ એટલે ઉકેલ આવી જાય કે ના આવી જાય ?
પ્રશ્નકર્તા : આવી જાય.
દાદાશ્રી : પછી તમે છોડી દો કે ના છોડી દો ? અને પછી એને બદલે હું તમને કહું કે મારી વાત તમે સમજયા નહીં. મૂઆ, મૂરખ છું !