________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
પ્રશ્નકર્તા : તો આપણે ફાઈલનો સમભાવે નિકાલ કરીએ છીએ, તે આપણને અસર થાય એના લીધે છે ?
૧૪૯
દાદાશ્રી : ત્યારે બીજા કોના હારુ ? એના હારુ ?
પ્રશ્નકર્તા : દાદા, એટલે આપણા હિસાબે પેલો ભેગો થયો’તો અને એ સમયે આ જે નીકળ્યું એને આપણે ‘જોયું’, એટલે એ પછી આપણો નિકાલ થયેલો કહેવાય ? જો કરેક્ટ જોયું હોય તો ? એક્ઝેક્ટલી ‘જોયું’ હોય તો ?
દાદાશ્રી : એ તો આપણો સમભાવ રહ્યો એટલે એને નિકાલ થઈ ગયો. પ્રશ્નકર્તા : આ નિકાલ થઈ ગયો તો પછી પાછો એ નિમિત્ત ભેગો નહીં થાય ને ?
દાદાશ્રી : થાયને ! ફરી બીજું પડ હોય, બીજો પાછો હિસાબ હોય તો ભેગો થાયને !
પ્રશ્નકર્તા : એ તો બીજું, પણ આના માટે નહીં હોયને પાછો ? દાદાશ્રી : ના. એ ગયું.
ફેમિલી જોડે સમભાવે નિકાલ !
પ્રશ્નકર્તા : દાદા, આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોઈએ અને સામેની પાર્ટી ‘હું શુદ્ધાત્મા છું' જાણતી ન હોય તો આપણે શું કરવું ? એ સવાલ આવી જાય છે આ જગ્યાએ.
દાદાશ્રી : સામી પાર્ટી જાણે તેની આપણે જરૂરેય નહીંને ! પ્રશ્નકર્તા : આપણે શુદ્ધાત્મા જાણીને બોલીએ નહીં, સહન કરીએ તો પછી સામો એનો દુરુપયોગ કેમ કરે છે ?
દાદાશ્રી : સામો તો ભ્રાંતિવાળો છે એટલે દુરુપયોગ કરે ને સદુપયોગ કરે, તે પણ આપણે જાણવાનું કે આ ફાઈલ નં. ૧ની ઉપર કરે
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
છે, મારી ઉપર નહીં. ફાઈલ નં. ૧ તો જ્યારે ત્યારે છોડવાની જ છે ને ! ફાઈલ નં. ૧ની સાથે આપણે લેવા-દેવા નથીને ! એની જોડે હિસાબ છે એટલા ચૂકવશે. ભ્રાંતિમાંય ચૂકવાય છે પણ પેલો કહે છે, મેં ભોગવ્યું.
૧૫૦
પ્રશ્નકર્તા : મેં જ્ઞાન લીધું છે અને મારા ઘરમાં દેરાણી-જેઠાણી, હસબંડ બધાંને આ વાતમાં જરાય રસ નથી અને એમને છે તો હું અહીં આવું તેય ગમતું નથી. એટલે આખી ફેમિલીમાં-કુટુંબમાં બધેય છે તો ખરાબ વાતો કરીને ટીકા કર્યા કરે, તો હવે આનો શું ઉપાય ? કેવી રીતે આપણે એમાં રહેવું જ્ઞાનથી ? અત્યારે તો હું ચૂપ રહું છું, કશું બોલતી નથી.
દાદાશ્રી : હા, ચૂપ જ રહેવાનું અને એ વઢવું હોય તોય ભલે વઢે, ચૂપ રહેવું હોય તો ભલે ચૂપ રહે. આપણે ‘જોયા’ કરવું. એમની મેળે ઠંડા થઈ જશે એક દહાડો. ચૂપ રહેવાથી ઠંડા રહેશે એવું ય માનવું નહીં અને વઢવાથી ઠંડા રહેશે તેવુંય માનવું નહીં, એ કાળ ઠંડા કરશે.
આ તો આપણું વિજ્ઞાન છે ! એક ક્ષણવારેય કોઈ જગ્યાએ ફસાય એવું નથી, અટકે એવું નથી, જો પૂરેપૂરું સમજે તો. એકઝેક્ટ વિજ્ઞાન છે. જે વિજ્ઞાનમાં હું રહું છું એ જ વિજ્ઞાન તમને આપ્યું છે. એકને સારું તે એકતે ખોટું ?!
પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરો તો એમાં ઘરમાં બે ફાઈલો હોય, એમાં એકનો સમભાવે નિકાલ કરવા જઈએ તો બીજાને ખોટું લાગે. બીજાને એવું થાય કે મને અન્યાય થાય છે, સામાનો પક્ષ લે છે, તો ત્યાં શું કરવું ?
દાદાશ્રી : સમભાવે નિકાલ કરવાનું એ તો આપણા મનમાં રાખવાનું, પછી જે થાય એ ખરું. બીજી એવી બધી ગોઠવણી નહીં કરવાની; વકીલાત નહીં કરવાની. મારે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો છે, એટલું મનમાં તમે રાખોને એટલે પછી જે બોલાય, એના જવાબદાર તમે નહીં. તમારા મનમાં નક્કી હોવું જોઈએ કે મારે સમભાવે નિકાલ કરવો જ છે. એ તો