________________
૧૪૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૪૭ જોઈ લેવો જોઈએ. રિલેટિવ ને રિયલ જોઈ લીધું. પછી આપણે એનો સમભાવે નિકાલ કરવાનું નક્કી કરેલું હોય, તે સમભાવે નિકાલ થઈ જાય. સામી ફાઈલ વાંકી હોય તો નિકાલ ના થાય. તે તમારે એ જોવાનું નથી. તમારો તો નિશ્ચય કે સમભાવે નિકાલ કરવો છે, પછી શું બન્યું એ જોવું.
પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ કે અમુક ફાઈલો ચીકણી છે, પણ એ ચીકાશ કોની ? એ ચીકણી કરે કોણ ?
દાદાશ્રી : એ તો કરનાર ભોગવે છેને અત્યારે. ચીકણી કરી ત્યારે તો આ કરનારને ભોગવવી પડે !
પ્રશ્નકર્તા : દાદા, ચીકણી તો અન્યોન્યના કારણે હોયને ? એકલાના કારણે ન પણ હોયને ?
દાદાશ્રી : એ તો અન્યોન્ય કારણ. પ્રશ્નકર્તા : ચીકણી ફાઈલો હોય તો એને દૂર કેવી રીતે કરવી ? દાદાશ્રી : દૂર કરાય જ નહીં. પ્રશ્નકર્તા દૂર એટલે ચીકાશ દૂર કેવી રીતે કરવી ?
દાદાશ્રી : વીતરાગતાથી. ચીકાશ તો ઓગળ્યા જ કરે નિરંતર, પણ આપણે ચીકાશ કરીએ તો પછી ફરી ઊભી થાય. આપણે વીતરાગતા દાખવીએ એટલે છૂટ્યા કરે. એટલે આપણે સમભાવે નિકાલ કરવાનો છે, એ વીતરાગતાનો જ ભાગ છે.
પ્રશ્નકર્તા: પણ વધારે પડતું આપણાથી ચીકણું થવાનું થયું તો પછી પ્રતિક્રમણ કરવું પડેને ?
દાદાશ્રી : હા. જો જરૂર પડે તો પ્રતિક્રમણ કરો, તેય આપણે કરવાનું નથી. તેય ચંદુભાઈને કહેવાનું, ‘ભઈ, પ્રતિક્રમણ કરો !” આ અતિક્રમણ આપણે ક્યાં કરીએ છીએ ! અતિક્રમણ ચંદુભાઈએ કર્યું ત્યાં ચંદુભાઈને કહેવાનું પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા સંસારનું મોટામાં મોટું કાર્ય સમભાવે નિકાલ કરો.
દાદાશ્રી : બસ, આ ફાઈલોની જ ભાંજગડ છે. આ ફાઈલોથી જ તમે અટક્યા છો. આ ફાઈલોએ જ આંતર્યા છે, બીજા કોઈ આંતરનાર નથી. બીજે બધે વીતરાગ છો તમે.
“જોવા'થી જ ખસે પડો ફાઈલતા ! પ્રશ્નકર્તા : અમને જ્ઞાન મળ્યું એટલે રાગ-દ્વેષ તો જતા રહ્યા એવું કહો છો, પણ ચીકણી ફાઈલ આવે ત્યારે તો રાગ-દ્વેષ થાય છે, તે શું ?
દાદાશ્રી : એટલે એ તો નિશ્ચયથી રાગ-દ્વેષ ગયા, પણ વ્યવહારના રહ્યાને ! વ્યવહારમાં ચિડાઈ જઉં છું ને લોકોની ઉપર ? એ બધું ખલાસ થઈ જશે ત્યારે કામ થશે. જ્ઞાતા-દ્રષ્ટા રહે ત્યારે જતા રહે બધાં. ‘ચંદુભાઈને થઈ જાય ને ‘તમે” “જોયા કરો તો એ જતા રહે.
પ્રશ્નકર્તા : એટલે આ ચિડાય તોય આપણે ‘જોયા’ કરવું ?
દાદાશ્રી : એ ‘જોયા’ કરવાનું બને નહીંને તમારાથી આ તો. મૂળ વાત આ છે.
પ્રશ્નકર્તા: અમે ‘જોતાં’ હોઈએ કે આ ચંદુભાઈ ગુસ્સો કરે છે તોય બુદ્ધિ અમારી એમ કહે કે આ ફાઈલ ઊભી રહી હજી.
દાદાશ્રી : ઊભી રહે તો ફાઈલ ફરી આવે.
પ્રશ્નકર્તા : તે વખતે આપણે ગુસ્સે થઈએ તોય આપણે ‘જોતાં’ રહીએ તો ફાઈલનો નિકાલ થયેલો કહેવાય ?
દાદાશ્રી : ચોખે ચોખ્ખું ‘જોયું હોય તો પછી કશું ના થાય. પણ આપણે મનમાં પોતાની મેળે માની લઈએ તો ઊભું રહ્યું, કારણ કે ખરેખર ‘જોયું’ ના હોય !
પ્રશ્નકર્તા : આપણે એઝેક્ટ ‘જોતાં હોઈએ તો સામાને અસર થાય ?
દાદાશ્રી : સામાને અસર તો બધી થાય. આપણને અસર ના થાય. જોનારને અસર ના થાય.