________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૪૫
ટપાલની ટિકિટ પણ જો સિક્કો ના માર્યો હોય ને તો તેને ઉખેડી લેતા હતા, તે કોઈને ખબર ના પડે એવી રીતે ઉખેડી દેતા હતા. જુઓ, અક્કલવાળા છે ને !
ફાઈલ ચીકણી કે ગુંદર ? આ તો તમારા હાથનું હોયને ! આ તમે કર્યું કે ચંદુભાઈએ કર્યું? પ્રશ્નકર્તા : ચંદુભાઈના હાથનું. ચંદુભાઈએ કર્યું. દાદાશ્રી : તો તમે શું કરવા ચોંટી પડો છો ? પ્રશ્નકર્તા : ના દાદા, ભૂલ થઈ ગઈ. ઉખડી ગયો, ના ચોંટાય.
દાદાશ્રી : આનું નામ ફાઈલને ! એ ગુંદર ચીકણો હોય છે. ચોપડનારા ચીકણા નથી હોતા. પટ્ટી ચીકણી નથી હોતી.
પ્રશ્નકર્તા : એ ફોડ પાડીને, એ ગુંદર નીકળી જાય એવું કરી આપોને.
દાદાશ્રી : નીકળી ગયેલો જ છે. મેં તમને શુદ્ધ જ કરી આપ્યું છે. તમને સમજણ ના પડે તો હું શું કરું ?
પ્રશ્નકર્તા : બે શબ્દમાં મોટું સાયન્સ કહી દીધું. ગુંદર ચીકણો હોય છે, ચોપડનારો ચીકણો નથી, પટ્ટી ચીકણી નથી અને આપ કહો છો, મેં તમને શુદ્ધ કરી આપ્યા છે, પણ તમે ચોંટો છો.
દાદાશ્રી : પોતાને ખ્યાલ ના રહે, તેમાં અમે શું કરીએ ? પૈણાવ્યા હોય છતાં એ કહે, સાહેબ, મને કેમ પૈણાવતા નથી ? એવું બોલે ત્યારે લોકો શું કહે એને ?
પ્રશ્નકર્તા: સમજતો જ નથી ! દાદાશ્રી : ત્રીજા ક્લાસમાં મૂકી દો કહેશે, મેન્ટલ હોસ્પિટલમાં. પ્રશ્નકર્તા : બહુ સરસ વાત કહી. છુટું પાડી નાખે એવી વાત કહી.
૧૪૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : છૂટું પાડી નાખેલું છે. જુદું થઈ ગયું છે અને તમને પરિણામમાં બધું ય અહંકાર-મમતા જતી રહેલી, તમે એક્સેપ્ટ કરો છો ને ? ગુંદર જતો રહ્યો છે એવું તમે એક્સેપ્ટ કરો છો ને ? ગુંદરે ય અમારો હોય એવું. પટ્ટી ચીકણી હોતી નથી. પટ્ટી ઉખડતી જ નથી. એ પટ્ટીને શું કરવા તોડો છો ? મૂઆ, પટ્ટી એવી નથી. અંદર ગુંદર એવો છે. મોળો ગુંદર લગાડ્યો હોય તો મોળી. પટ્ટી એવી નથી. મોળી ય નથી ને ચીકણી ય નથી અને ચોપડનારો ય એવો નથી. કેવો ગુંદર વાપર્યો તે તું જાણું, બા. કઢાઈયો ગુંદર વાપર્યો છે કે બીજો વાપર્યો છે ?
ચીકાશ કઈ રીતે ખપે ? પ્રશ્નકર્તા: આપને પ્રશ્ન પૂછેલો કે અનુભવ થાય છે પણ આનંદ થતો નથી. તો આપે કહેલું કે ચીકણાં કર્મો છે તેથી, તો એ ચીકણાં કર્મો કેવી રીતે જલ્દી ખપે ?
દાદાશ્રી : શુદ્ધાત્મામાં રહીએ તો જલદી ખપી જાય. જો ચીકણાં કર્મોમાં આપણે ના ચોંટીએ ને આપણે પેલું ‘જોયા” કરીએ એટલે જલ્દી ખપી જાય.
પ્રશ્નકર્તા : એ પ્રોસેસ તો ચાલુ જ છે.
દાદાશ્રી : બસ, તો ખપી જવાનાં, વાર નહીં લાગે. ઘરની ફાઈલો જોડે ચીકણાં કર્મ લાવ્યાં હોય, બહારની ફાઈલ જોડે મોળાં હોય. ઘરની ફાઈલ જોડે ચીકણાં હોય એવો અનુભવ ખરો ?
હમણે કોઈ જોડે ગાડીમાં ઓળખાણ થઈ ને કોઈએ ચા પાઈ, તો એ બધી મોળી ફાઈલો. પણ આ ચીકણી ફાઈલોનો નિકાલ કરવો બહુ અઘરો હોય. તમે સમભાવે નિકાલ કરો તોય ફરી ફરી ચીકાશ આવે પાછી. ‘સમભાવે નિકાલ જ કરવો છે એટલું જ તમારે બોલવાનું, એની મેળે થઈ જશે. કારણ કે ઘણાં કાળની આ ફાઈલો ચોંટેલી છે ! અને ઘણો હિસાબ ગોઠવાઈ ગયેલો છે !!
એક ચીકણી ફાઈલ આવવાની હોય ને તેનો સમભાવે નિકાલ કરવો હોય તો, હવે એને માટે આવતાં પહેલાં જ આપણે એનો શુદ્ધાત્મા પહેલો