________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૪૩
૧૪૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ના, પણ ખરેખર નિકાલ થાય કે ના થાય એની જરૂર જ નથી. આપણે તો ખાલી આજ્ઞા પાળવાની જરૂર છે. બીજા કોઈની વસ્તુનો અધિકાર આપણને નથી.
પ્રશ્નકર્તા : ના, દાદા, હું શું કહું છું કે આપણે ભાવના કરી એટલે વાયબ્રેશન ઊભા થયા. એનું ફળ જે આવ્યું કે સમભાવે જ નિકાલ થયો. સામાને સંતોષ થઈ ગયો.
દાદાશ્રી : એમાં સામાને સંતોષ થાય કે ના થાય, આપણે સમભાવે નિકાલ કરીએ ત્યારે એ ગાળો ભાંડતો હોય તો આપણે જાણવું કે હજુ આ પડ વધારે છે. એટલે વાંધો નહીં. આપણે કહીએ કે જેટલી ભાંડવી હોય એ ભાંડી લો ને પછી ચા મૂકો, એવું ધીમે રહીને આપણે કહેવું. હા, એ તો કંઈ પોતાના આધીન ઓછું છે, પેલો ગાળો ભાંડે છે તે ?
પ્રશ્નકર્તા : સામાને જો આપણો પડઘો પડે તો જ આપણને સંતોષ મળે ને કે ભઈ સમભાવે નિકાલ થયો.
દાદાશ્રી : એટલે એને સંતોષ ના થાય તો ય આપણે સંતોષ લઈને કહેવું કે ચા-બા મૂકો અને નાસ્તો કાઢો પેલો. પછી ખઈને જઈએ બહાર.
મોક્ષને ધક્કે ચઢાવે ચીકણી ફાઈલો ! મોક્ષે જવા માટે ઉપકારી વધારેમાં વધારે કોણ ? તો કહે, ચીકણી ફાઈલ. અને મોળી ફાઈલ આપણને નીકળવા ના દે. મોળી એટલે મીઠી લાગતી હોયને, તે આપણને મોક્ષે જવામાં મદદ ના કરે. તમારે જવું હોય તો જાવ, નહીં તો કંઈ નહીં. નહીં તો નાસ્તો કરો નિરાંતે, એટલે મેં તો જમે કરેલું. એટલે અમારા ભાભીને રોજ કહું, ‘તમે છો તો આ હું પામ્યો છું, નહીં તો ના પામું'. ચીકણી ફાઈલો છે ને !
તમે જો વિચારી જોશો તો તમને ખબર પડશે કે ચીકણી ફાઈલો આપણને હેલ્પ કરે છે. જ્ઞાન ના મળ્યું હોય તો આપણને મગજ ખલાસ કરીને આપણને આ ઊંધે રસ્તે લઈ જાય, નીચે અધોગતિમાં લઈ જાય. પણ જ્ઞાન મળ્યું હોય તો ઉપકારી છે !
ફાઈલ એટલે તૃતિયમ બોલે. એવું તૃતિયમ બોલે એટલે આપણું માથું દુઃખે, હેડેકના શબ્દો આ. માથાનો દુખાવો ઊભો થઈ જાય. હવે એ શાથી બોલે છે ? ત્યારે કહે, એ જ ફાઈલો છે, ચીકણી ફાઈલ. પછી મનમાં સમજે કે આ જ્ઞાન મળ્યું એટલે આ ન થવું જોઈએ. નહીં તો ચોંટે જ કે “ખરી છું', એવું જાણેને ! આ તો તરત ‘હું ખોટી છું” એવું તરત સમજ પડે. તને કલાક પછી સમજણ પડે ને કે આ ભૂલ થઈ !
પ્રશ્નકર્તા : તરત ખબર પડે.
દાદાશ્રી : તરત ! લે, ત્યારે આ જ્ઞાનનું બળ કેવું છે ?! આ જ્ઞાનેય કેટલું અસર કરે આ !
જાળવીતે “પટ્ટી' ઉખાડાય ! આ ચીકણી પટ્ટી હોય ને, તે અહીં આગળ ચોંટી ગઈ હોય તો આપણે આમ ઊખાડવા જઈએ તો વાળ હલે ઉખડી જાય. માટે બહુ ચીકાશ હોય ત્યાં તો જરા વસમું પડી જાય ને ! મોળી ફાઈલ હોય તો બહુ સારું, આમ બોલતાંની સાથે છૂટી જાય. ત્યાં કશી ભાંજગડ જ નહીં ને ! ચીકણી ફાઈલ તો બહુ વસમી.
આપણે પટ્ટી ઉખાડીએ તો વાળ હલ તૂટે, તેવી ચીકાશવાળી ફાઈલો બહુ થોડી હોય. તે એ ફાઈલો જોડે જરા સાચવીને કામ લેવું. એ પટ્ટી ઉપર પાણી રેડવું, ભીની કરીને ધીમે ધીમે ઉખાડવી. નહીં તો વાળ સાથે પટ્ટી ઉખડેને તો કેટલી લ્હાય બળે ! પેલી એક પટ્ટી જો આટલું દુઃખ દે છે, તો ‘આ’ પટ્ટીઓ તો કેટલું દુ:ખ દેશે ? આ ફાઈલો એ ય પટ્ટીઓ જ છે. એનો આત્મા જુદો છે, પણ આ ફાઈલ એટલે પટ્ટીઓ. પટ્ટી ઉખાડતાં ઉતાવળથી ઉખેડે તો ? વાળ હલે ઉખડી જાય. તે લોક કહેશે, અલ્યા, આવી જોશથી ના ઉખાડાય.' ને ઉખાડનારાને વઢે ને ! તે આપણે તો કહ્યા પ્રમાણે કરીએ. ગરમ પાણી કરાવીએ, પટ્ટીની પર ધીમે ધીમે પાણી ચોપડીએ, અટાવી-પટાવીને ધીમે ધીમે કાઢવાનું. આ બધી પટ્ટીઓ જ ચોંટેલી છે, તે કેવી છે ? વાળ હલ જોડે ઉખાડશે એટલે વેર બાંધશે. એટલે સાચવીને કામ લઈએ તો એકેય વાળ ઉખડે નહીં. પહેલાં તો