________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૩૭
પ્રશ્નકર્તા : તો એવી કળા શીખવાડો કે સામેવાળી ફાઈલ ખુશ રહે
અને નિકાલ થાય.
દાદાશ્રી : ખુશ રહેવું એ બહુ અઘરું. એમનું ધારેલું ના થાય એટલે એ ખુશ રહે જ નહીં.
પ્રશ્નકર્તા : દાદા, મારા પ્રસંગમાં એવું છે કે સામેના માણસને ખુશ કરવો હોય તો જાણીને જ છેતરાવું પડે છે, તો જ એ ખુશ થાય, નહીં તો ના થાય. એટલે અત્યારે આપણને જે દુઃખ વર્તે છે અથવા તો એને દુઃખ વર્તે છે, તે આપણે આપણી પકડ રાખીએ છીએ અને એ એની પકડ
રાખે છે.
દાદાશ્રી : પકડ જ રાખે, બસ. પકડ છોડી દઈએને એટલે ઉકેલ આવે. પ્રશ્નકર્તા : દાદા, જો આપણે આપણી પકડ છોડી દઈએ તો સત્સંગેય ગુમાવવો પડે. ઘરનાં એમની પકડ રાખે ને આપણે આપણી પકડ છોડી દઈએ તો સત્સંગ ગુમાવવો પડે.
દાદાશ્રી : એ જો સત્સંગ ગુમાવાતો હોય તો આપણી પકડ રાખીએ પણ સત્સંગ ના ગુમાવવો. પછી દેખ લેંગે. ઓછામાં ઓછી ખોટ જાય એવો ધંધો કરવો. ઓછામાં ઓછી ખોટ એટલે શું, કે સત્સંગમાં જાય તો સો નફો મળે. ત્યાં પકડ પકડ્યાના ત્રીસ રૂપિયા દંડ થાય તો ય સિતેર આપણા ઘરમાં રહ્યાને !
પ્રશ્નકર્તા ઃ કહેવું પડે વીતરાગનું વિજ્ઞાન ! બરાબર, તોય નફો રહે !
દાદાશ્રી : એટલે આપણે નફો કંઈક રહેતો હોય તો ભલે, આ તો બીજું કશું નફો-ખોટ જતાં જ નથી. એ તો અહંકારનું પ્રોજેક્શન છે. સંસાર એટલે શું ? અહંકારનું પ્રોજેક્શન સામાને મારવું ને જીતવું.
પ્રશ્નકર્તા : સત્સંગમાં આવું છું તે ઘરવાળાને ગમતું નથી. બાકી આપણે એમની સાથે કોઈ દહાડો અવળો વ્યવહાર કરતાં નથી, છતાં ય ખુશ કેમ થતાં નથી ?
૧૩૮
થાય ?
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : તારે હિસાબ ભોગવવાનો છે, ત્યાં સુધી ખુશ કેમ કરીને
પ્રશ્નકર્તા : ખુશ ના થાયને તોય વાંધો નહીં, પણ નોર્મલ રહેને તોય આપણને ગમે ?
દાદાશ્રી : નોર્મલ રહે જ નહીં. નોર્મલ હોય તો ય આપણે ‘ખુશ જ છે’ એમ માનવું. એમને આપણે નથી ગમતા. આપણા આચાર-વિચાર છે એ એમને ગમતા નથી એવું જાણીએ છતાં ય આપણે એમની જોડે બેસીને ખાવું પડે, રહેવું પડે, ઊંઘવું પડે, હા કહેવી પડે. શું થાય ? છૂટકો જ નહીંને ? એ કર્મ ભોગવ્યે જ છૂટકો. જે કાળે, જે ક્ષેત્રે, જે દ્રવ્ય-ભાવ બધુંય સાથે થઈને જે ભોગવવું, એમાં ચાલે જ નહીં. નાસી જાવ તો ક્યાં સુધી નાસી જાવ ?
આ આપણી જોડે આશરો લેવા આવેલા હોયને, એ લોકો આશરો લેવા આવ્યા છે ને આપણે આપવાનો છે, બેઉ એગ્રીમેન્ટ તો પૂરું થવું જોઈએને ? રાગપૂર્વક નહીં, ટાઈમપૂર્વક. ટાઈમ જવો જોઈએ. લેણાદેણા ચૂકતે કરી નાખો. ફાઈલો જ છેને ?
ફાઈલોને ‘મારું, મારું’ કરીને છાતીએ વળગાડી, નહીં ? આ પુસ્તકને હું ‘મારું’ ન કહું ત્યાં સુધી પુસ્તકને સારું લાગે. મારું કહ્યું કે પુસ્તકને ખરાબ લાગે, રીસ વાળવા તૈયાર થાય. બધાનું એવું ને ? મારું કહ્યું કે ચોંટ્યું, ભૂત વળગ્યું. છતાં મારું બોલવાનો વાંધો નથી. ડ્રામેટિક મારું બોલવાના હોય તો બોલોને ! ડ્રામામાં બોલે જ છેને ! આ મારું રાજ્ય, આવડું મોટું છે, આમ છે, તેમ છે. એવું બધું નાટક જ કરાવવાનું છે પણ સાવચેતીથી !
પકડો સમભાવ, છોડો ફાઈલતો ભાર !
પ્રશ્નકર્તા : દાદાજી, આ જ્ઞાન આપે આપ્યું, હવે ન બોલવાની કળા અને બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ અને અંદર એને નમસ્કાર કરીએ, એટલે ચીકણી ફાઈલનો નિકાલ થઈ જાયને ?