________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૩૫
૧૩૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ન જોવાય પરિણામ !
ચીકણી ફાઈલોની સામે સમભાવ !
પ્રશ્નકર્તા: કેટલીક વખત એવું લાગે કે અમુક અમુક ફાઈલો હોય, તે બહુ ભારે છે. આનો આપણે નિકાલ કરી શકીશું કે કેમ ? આ કંઈ અઘરું લાગે છે, આ નહીં થાય એવાં જે વિચાર આવે....
દાદાશ્રી : હા, એને ચીકણી ફાઈલ કહેવાય. બહુ ચીકણી હોય એ તો !
ચીકણી ફાઈલ આપણી નજીકમાં જ હોય પાછી, બહાર આઘીપાછી ન હોય. ચીકણી એટલે આમ ધો ધો કરીએને, સાબુ લઈને ધોઈએ તોય ના જાય. જેમ ડામરવાળું કપડું થયું હોયને, એને સાબુ ઘસીએ તો શું થાય ? ઊલટો ડામર સાબુ પર ચોંટી જાય. આ આવી ફાઈલો ! ત્યાં આગળ જાગૃતિ મૂકવી પડે છે કે સાહેબ, હવે હું શું કરું ? મારો તો સાબુ ઊંચા ભાવનો અને આ સાબુ ઘસ્યો તો સાબુને આ ચોંટે. જ્યારે જ્ઞાની પુરુષ ઘાસલેટ લાવશે એની મહીં બોળી નાખવાનું. બે લીટર બગડે, પણ આ બોળી નાખવાનું કે પત્યું. જ્ઞાની પુરુષ રસ્તો દેખાડે. નહીં તો એ પાણીએ જાય નહીં. જેમ જેમ પાણી રેડો તેમ વધારે ચીકણું થાય. આપણા લોકો પાણી રેડ રેડ કરે, ચીકણી ફાઈલ માટે !
પ્રશ્નકર્તા : હા. એટલે એ વખતે આ ડગી જવાય છે કે આ થશે કે નહીં ? આ ફાઈલ આપણને નહીં છોડે.
દાદાશ્રી : એ તમારે ડરવાની જરૂર નહીં. એ છોડે કે ન છોડે, તેની ચિંતા રાખવાની નથી. આપણે તો તમે અત્યારે શું કરવા બેઠાં છો ? ત્યારે કહે, ફાઈલનો સમભાવે નિકાલ કરવો. એનું પરિણામ તમે જોવા માંગતા નથી. તમને મેં પરિણામ જોવાનું નથી કહ્યું, મેં તમને આજ્ઞા પાળવાનું કહ્યું છે, ફાઈલનો સમભાવે નિકાલ કરો. એ તમે પરિણામ જુઓ છો કે આ ફાઈલ છોડે એવી નથી અગર આ ફાઈલ નથી છુટતી, એ પરિણામ જોવાનું મેં તમને કહ્યું નથી. પરિણામ જોશો તો કાદવમાં ઘૂસી જશો. આ ફાઈલનો સમભાવે નિકાલ એટલું કરીને તમે છૂટા. બીજી જવાબદારી મારી, ચઢી બેસશે તો.
પ્રશ્નકર્તા : ચીકણી ફાઈલોનો નિકાલ કરવા જન્મોજન્મ તો લેવા જ પડે છે ને ? આ ફાઈલોને લઈને જ ભાંજગડ છે ને ?
દાદાશ્રી : ખરું કહે છે, ફાઈલોના નિકાલ માટે જ છે ને ! જો જો ફાઈલો સાથે ફરીથી વેર ના બંધાય. વેરને લઈને આ હિસાબો ઊભાં રહ્યાં છે. ફાઈલો છેવટે મુકીને જ જવાની છે ને ? ચીકણી ફાઈલ ના હોયને તો સંસાર સારો લાગે. મોક્ષ માટે એ નુકસાન કરે છે.
પ્રશ્નકર્તા : દાદા, આવી ચીકણી ફાઈલો હોય, એનો નિકાલ કરવાની કળા દેખાડો.
દાદાશ્રી : એનો નિકાલ કરવાનો. એક જ વાત કે જાણે મગજ આપણું બોબડું ના થઈ ગયું હોય એવું મૌન પકડવું જોઈએ. બીજો કોઈ ઉપાય નહીં, બોલ્યા કે બગડ્યું.
પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ છતાંય સામેવાળાનો ડખો આપણને રહ્યા જ કરે..
પ્રશ્નકર્તા : બસ, સમજાઈ ગયું. એમાં મારી થોડી ભૂલ હતી સમજવામાં.
દાદાશ્રી : સમભાવે નિકાલ કરું છું એટલું જ, પછી થાય કે ન થાય એય જોવાનું નથી. સહેલી ને સરસ વાત છે ને !
આમને સારું, એકુંય ચીકણી ફાઈલ નહીં. એટલે પછી ભાંજગડ નહીંને ! કો'ક લીંટ નાખેલી હોયને તો આપણે કપડું આમ ધો ધો કરીએ તો આપણો હાથ બગડે પણ એ ચીકાશ જાય નહીં, એનું નામ ચીકણી ફાઈલ. લે કાઢ સ્વાદ ! એ ચીકણી ફાઈલ.
દાદાશ્રી : હા, રહ્યા જ કરે.