________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૩૩
૧૩૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તરત પ્રતિક્રમણ કરો. પછી જુઓ કે એ માણસ શું કરે છે તમારા માટે ! આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનની દ્રષ્ટિએ કહું છું. ખરાબ વિચાર આવે, તેને શું કરો અત્યારે ? એને અંદર પોષો છો ?
પ્રશ્નકર્તા : એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ.
દાદાશ્રી : દૂર શું કરવા કરવાનું ? એ આવ્યા ને દૂર જ છે. આપણે એને પ્રતિક્રમણ કરીએ એટલે એનું નામ દૂર થયા કહેવાય. પ્રતિક્રમણ કર્યું એટલે એ અભિપ્રાય આપણો નથી. પ્રતિક્રમણનો અર્થ શું ? વિચાર આવ્યો, તેનો અભિપ્રાય આપણો નથી આ. પ્રતિક્રમણ આખું ના આવડે તો ‘ના ભઈ, એની માફી માગું છું અને આવાં વિચાર ના આવશો.’ ગમે તે બોલવું. ટૂંકમાં બે શબ્દ બોલો તો ચાલે, પણ એનાથી અભિપ્રાય ફેર પડી જવો જોઈએ.
ગેરન્ટી એક અવતારતી ! પ્રશ્નકર્તા : સામી પાર્ટી જો તૈયાર ના હોય તો સમભાવે નિકાલ કેવી રીતે કરવો ? એક હાથે તાળી કેવી રીતે પાડવી ?
દાદાશ્રી : તમારે તમારા મનમાં નક્કી કરવાનું કે મારે આ ફાઈલ આવે છે, એનો સમભાવે નિકાલ કરવો છે, એટલું જ કરવાનું. સામો તાળી પાડે કે ના પાડે તે આપણે લેવા-દેવા નથી. તમે તમારી ભાવના ફેરવો કે તરત બધું રાગે પડી જશે.
પ્રશ્નકર્તા: હવે આ જે ફાઈલો હોય છે, એ તો બધી પૂરી કરવી પડશે ને ? નાની કે મોટી બધી જ ફાઈલો ?
દાદાશ્રી : એ તો પૂરી કર્યે જ છૂટકો.
પ્રશ્નકર્તા : પણ કેટલીક ફાઈલો એકતરફી નિકાલ કરે તો ? એકતરફી ફાઈલ નિકાલ થાય ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. ફાઈલનો નિકાલ થયે જ છૂટકો છે.
પ્રશ્નકર્તા : પણ ઘણી વખતે આપણે છૂટવું હોય ને સામો ના છોડતો હોય, તો પછી એકતરફી પોતે છૂટી શકે કે ના છૂટી શકે ?
દાદાશ્રી : એ છૂટી જાય. પ્રશ્નકર્તા: કઈ રીતે ?
દાદાશ્રી : આપણી વીતરાગતા જોઈને. એ તો આપણી વીતરાગતા હોય તો બધું છૂટી જાય. સામો જ કરે કે ના કરે, તેની આપણે જોવાની જરૂર નથી ! નહીં તો એવું હોય તો કોઈ છૂટે જ નહીં જગતમાં.
પ્રશ્નકર્તા : આપણે સમભાવે નિકાલ કરીએ, એનો દુરુપયોગ કરે તો કરવા દેવો ?
દાદાશ્રી : દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી. અને જે દુરુપયોગ થવાનો, એમાં કોઈ બંધ થવાનો નથી. જેટલો દુરુપયોગ થવાનો છે, એમાં કશું ફેરફાર થાય એવું નથી. અને નવો દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી. એટલે ભડક રાખશો નહીં. બિલકુલ ભડક કાઢી નાખજો. એક અવતાર પૂરતી તો ભડક કાઢી નાખજો તમે. એની ગેરન્ટી અમારી પાસે છે.
પછી તહીં જવાબદારી તમારી ! પ્રશ્નકર્તા : દાદા, હવે ભારે ફાઈલો આવે છે.
દાદાશ્રી : ભારે આવે પણ એ નિકાલ થશે, તમારી એવી તૈયારી રાખો કે મારે કોઈ પણ પ્રકારે ગમો-અણગમો કરવો નથી. એવી કેડ મજબૂત રાખો.
પ્રશ્નકર્તા : છતાંય જો સમભાવે નિકાલ ના થાય તો પછી એ કુદરત ઉપર છોડી દેવું ?
દાદાશ્રી : પછી આપણે કશું લેવા-દેવાનું રહ્યું નહીં. આપણે સમભાવે નિકાલ કર્યો. આપણે આજ્ઞા પાળી એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ !