________________
૧૦૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : પોતાની સીટ જડી ગઈ એટલે પેલી બળતરા પછી બંધ થઈ ગઈ એની.
દાદાશ્રી : મારું તો એમ ને એમ ઊડી ગયેલું. ખોડ કાઢવી જ નહીં પડીને કશી. લોકો પૂછે દાદા, કેવી રીતે આ બધું થયું તમારે ? ત્યારે આ ગણિત જેવું લાગે છે કંઈ તને ? એ સીધા જ મહીં પેસાડી દે, અક્રમ વિજ્ઞાન થકી, કમ-બ્રમ નહીં, થશેને હવે ?
સીટનું સિલેક્શન, સ્વ-પરનું !
૧૦૫ દાદાશ્રી : મીઠાશ લાગે, પણ શોક તો લાગ્યા વગર રહે જ નહીં. મીઠાશ હોય તોય શોક લાગે. ઊલટું પુરુષોને તો શૉક લાગે જ, સ્ત્રીઓને ના લાગે. સ્ત્રીઓ મીઠાશ હોય ત્યાં બેસી રહે. એને શોકની અસર ના ઉદ્ભવે. ઇફેક્ટ ખબર ના પડે.
પ્રશ્નકર્તા : નહીં તો એ શૉકવાળું જ છે આખું.
દાદાશ્રી : એ ય શોકવાળું છે અને એ ય શૉકવાળું છે. પેલું શૌક પુરુષોને અમુક બાબતમાં લાગે, અમુક લોકોને સ્ત્રી જેવો ઓછો હોય તેને ! અને સ્ત્રીના જેવા રંગ-રાગ હોયને તો એનેય ના ખબર પડે.
ઉપાધિ જ છે, અમને તો સેકન્ડવાર સહન થતું નહોતું જ્ઞાન થતાં પહેલાં. પોતાપણું તે દહાડે જ નીકળી ગયું, જ્ઞાન થતાંની સાથે.
પ્રશ્નકર્તા : જ્ઞાન થયા પછી બધું પોતાપણું ઊડાડી દીધું.
દાદાશ્રી : ઊડાડાય નહીંને ? હું શું કરવા ઊડાડું? એની મેળે જ થઈ ગયું.
પ્રશ્નકર્તા: તમે પોતાની સીટમાં બેસી ગયા એટલે પેલું બધું એની મેળે ઊડી ગયું.
દાદાશ્રી : હું બેઠો જ નથી. એ તો જરા આરામ કરવા ગયો હતો. તે જોડવાળાને કહ્યું'તું, ચોવિયારના વાસણ ધોઈ આવ. ગાડીમાં ચોવિયાર કરી લીધો હતો. એ તો એની મેળે જ થઈ ગયું. મને લોકો પૂછે, શી રીતે ? મેં કહ્યું, આ ગણિત છે કંઈ, આ બધું ! ધીસ ઈઝ બટ નેચરલ. આ ઇફેક્ટ છે, હોય કૉઝ !!
પ્રશ્નકર્તા : આપ કહો છોને, જ્ઞાન થતાં પહેલાં જ મારે પોતાપણું જરાય સહન ન્હોતું થતું, એ સીટ..
દાદાશ્રી : જ્ઞાન થયું ને એ ઊડી ગયું. પોતાપણું જ સહન થતું હોતું એક સેકન્ડેય. સુખ હોય કે દુ:ખ હોય, એ બળ્યું, કડવું ઝેર જેવું લાગે. હીરાબા ય એકલાં જાણે કે આમને બધું કડવું જ લાગે.
પોતાની સીટ થઈ ક્યારે કહેવાય કે પાંચ આજ્ઞા પાળો ત્યારે, એક્ઝક્ટ. પ્રશ્નકર્તા : એ પાળે ત્યારે પોતાની સીટ પર આવ્યા કહેવાય.
દાદાશ્રી : એ આ આજ્ઞા એ જ પોતાની સીટ છે ને આજ્ઞાની બહાર ગયા કે બીજી પેલી સીટ ઉપર બેસી જાય. આ ઇઝી અને પેલી અનઇઝી ! સહેજ અનઇઝીમાં જાવ કે શોક લાગ્યો. અહીં શોક લાગે તરત, ખેંચી લે. અહીં શૌક એને સમજાતો નથી. અત્યાર સુધી શોક લાગવાની ટેવ પડી ગયેલીને ! શેની ટેવ પડેલી છે ?
પ્રશ્નકર્તા : એ શૉક એ જ વસ્તુ કરેક્ટ માનેલી.
દાદાશ્રી : તે આ તો સુંવાળો બહુને, સહેજ દુઃખ થાય તો સહન ના થાય. એ મેં કહ્યુંને, ત્યારે તરત ઊઠી જવા માંડ્યો. મારી ગેરહાજરી એનાથી સહન થતી ન્હોતી. એટલે પછી આ કહ્યું કે આમાં રહેજે. પછી આમાં રહેવા માંડ્યો.
પ્રશ્નકર્તા : પોતે પોતાની સીટ પર ના આવે, તો ત્યાં સુધી પેલી પારકી સીટ ઉપર ત્યાં છેને ? એવું ખરુંને ?
દાદાશ્રી : એ ખોળવું જ નહીં, એની મેળે ત્યાં જ હોય. એ તો કુદરત જ બેસાડી દેને ! તારે ખોળવાનું નહીં. ન છૂટકે તો બેસાડી દે, તો બેસવું.
પ્રશ્નકર્તા : પણ ત્યાંથી પોતે ઊઠીને પોતાની સીટ પર બેસવું. દાદાશ્રી : આ પુરુષાર્થ ને પેલું વ્યવસ્થિત. નિશ્ચય જોઈશે અને પેલું