________________
અક્રમ વિજ્ઞાનની બલિહારી
૪૨૯
૪૩૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
અક્રમમાં સાધતા શી ?
પ્રશ્નકર્તા ઃ આ સ્થળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સુધી જવા કેવી રીતે આ પ્રયોગની સાધના કરવી ?
લાભ. ઓછી પાળો તો જરા લાભ ઓછો રહે. પણ તે ક્રોધ-માન-માયાલોભ તો જતાં જ રહે છે. નબળાઈઓ એ જતી રહે છે, આ તો એવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તે પાંચ અબજ રૂપિયા આપો તોય આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. પાંચ લાખ અવતારેય ના થાય, એવું એક કલાકમાં થાય છે. આની ઉપર ટાઈમ બગાડવા જેવું નહીં. આ વિવરણ કરવા જેવી ચીજ ન્હોય. ધીસ ઈઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. કેશ બેંકમાં એમ ના કહેવાય કે તમારો ચેક પછી કેટલા વાગે આવશે અને કેટલા વાગે મને પેમેન્ટ મળશે, એવું તેવું કશું કહેવાય નહીં. આ સમજમાં આવે છેને ?! અને કેશ બેંક કહ્યું એટલે આપણે સમજી જઈએ કે ના સમજી જઈએ ? કેમ લાગે છે તમને ?
બીજ પછી પૂનમના પંથે ! અહીં જ્ઞાન લીધાં પહેલાં નિરંતર કામ કરતું હતું પણ તે જ્ઞાન અધોગતિમાં લઈ જનારું હતું અને આ જ્ઞાન પણ નિરંતર કામ કર્યા જ કરે છે અને તે મોક્ષે લઈ જનારું છે. આને ભગવાને સમકિત કહ્યું.
અહીં જ્ઞાન લીધાં પછી એ ઊગી નીકળે. બીજે દહાડે બીજનાં ચંદ્રમા જેવું અજવાળું દેખાય, પણ પછી પાણી છાંટવું પડે. એમ ને એમ સત્સંગમાં આવીએ નહીં તો પછી કશું વળે નહીં. બહારગામ રહેતા હોઈએ પણ તોય પાણી બરોબર છંટાવી લઈએ તો ઝાડ મોટું થાય. પછી કાયમની શાંતિ વળે !
દાદાશ્રી : કશી સાધના કરવાની છે જ નહીં. તમે પોતે જ મૂળ સ્વરૂપે સૂક્ષ્મતમ છો, પછી હવે શેની સાધના કરવાની ? અને હવે સ્થળમાં જવાના નથી. ચૂળ ને સૂક્ષ્મ એ બધું પુદ્ગલમાં રહી ગયું. એટલે એ ફાઈલ થઈ ગઈ. તમે સૂક્ષ્મતમ થયા, હવે કશી સાધના કરવાની નહીં. સાધના તો ક્રમિકમાં હોય. તમે પોતે જ શુદ્ધાત્મા થઈ ગયા, હવે રહ્યું શું બાકી ? હવે આજ્ઞામાં રહેવાનું છે.
આ વિજ્ઞાન છે અને પૂરું સમજી લેજો. કારણ કે આ બટનને બદલે પેલું બટન દાબશો તો શિયાળાને દા'ડે પંખા ફરશે. સહેજ ભૂલ થઈ કે પછી બૂમ પાડશો કે અરે, ટાઢમાં મરી ગયો ! મૂઆ, પણ બટન દાબવામાં ભૂલ થઈ આ. એટલે જરા સમજી લેજો. ઝીણવટથી બધું સમજવા જેવું વિજ્ઞાન છે આ અને તરત મુક્તિ ફળ આપે. આજથી જ મુક્તિ થઈ ગઈ.
પરિગ્રહનું પરિબળ અક્રમમાં ! પ્રશ્નકર્તા : એટલે જેટલી જાગૃતિ વધે તેટલી જ પ્રગતિ.
દાદાશ્રી : જાગૃતિની જ પ્રગતિ છે. જેટલી ઊંઘ એટલી મુશ્કેલી. જાગૃતિ વધે ક્યારે, પરિગ્રહ ઓછો થાય ત્યારે. જરૂરિયાત ઓછી થઈ જાય તેમ જાગૃતિ વધે.
પ્રશ્નકર્તા : પરિગ્રહની વાત આવીને, તો પછી ક્રમિકમાં અને અક્રમમાં ફેર શું ? અક્રમમાં પણ પરિગ્રહ ઓછો થવો જોઈએ ? આ પરિગ્રહ જેટલો ઓછો એટલી જાગૃતિ વધારે, એ ક્રમિકને પણ લાગુ પડે અને અક્રમને પણ લાગુ પડે ?
- દાદાશ્રી : અક્રમમાં તો કશુંય લાગુ પડે નહીં, પણ અક્રમમાંય છે તે અક્રમનો પૂરેપૂરો લાભ મળ્યો ના હોય અને પછી પરિગ્રહ બહુ હોય
અનાદિની અમાસ હોય છેને, તેના કરતાં બીજ થઈ. બીજનો ચંદ્રમા દેખાયો. હવે ધીમે ધીમે ત્રીજ થશે, ચોથ થશે. આ બધું અમારા કહ્યા પ્રમાણે આજ્ઞામાં રહેશો, એટલે વધ્યા કરશે. અને પૂનમ થાય એટલે બધું સંપૂર્ણ થઈ જાય છે. મૂળ વસ્તુ ‘આ’ પ્રાપ્ત થઈ અને મહીં આનંદ ઉત્પન્ન થયો. હવે ધીમે ધીમે જેમ બીજ ઊગે છેને, એ પૂનમ થાય અને પૂનમ ને બીજમાં ફેર ખરોને ? એ ફેઝિઝ બધા થયા કરે. ફેઝિઝ ઓફ ધી મૂન. એવી રીતે આ જ્ઞાનના ફેઝિઝ. પૂનમ થઈ એટલે જાણવાનું પૂરું થઈ ગયું.