________________
૪૨૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
[૧૦] અક્રમ વિજ્ઞાનની બલિહારી
વિજ્ઞાન એટલે કેશ બેન્ક ! આ બધું પાછું વિજ્ઞાન છે. વિજ્ઞાન કોને કહેવાય ? જે સિદ્ધાંતરૂપે હોય. સિદ્ધાંત એટલે વિરોધાભાસ ના હોય. અને રોકડું ફળ મળવું જોઈએ, ઉધાર ના ચાલે. આમ કર્યું એટલે બીજે દહાડે એનું ફળ મળવું જ જોઈએ. અત્યારે તમે મારી જોડે અહીં બેઠા છો, તેય રોકડું ફળ મળે. અહીંનું જે કરો, એ બધું રોકડું ફળ મળે, ઉધાર નામેય નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. હવે અહીંનો એક ધક્કો તમે ખાવ તો તમને રોકડું ફળ મળ્યા વગર રહે નહીં. આ તો વિજ્ઞાન છે, જ્યાંથી તમે પકડો ત્યાંથી તાળો મળે.
અનંત અંધકારને અજવાળ્યાં અક્રમ વિજ્ઞાને ! પ્રશ્નકર્તા : જ્ઞાન પામ્યા પછી પુણ્યશાળી રહેવાનો જ છેને ?
દાદાશ્રી : આત્મજ્ઞાન પામવું એ તો કોઈ ફેરો હોતું જ નથી. આ તો આ પહેલી વખત આવું જ્ઞાન પામે છે. અક્રમ વિજ્ઞાન જ એવું છે. આ તો વિજ્ઞાન છે તે જ્ઞાન પામે. અને પેલું ક્રમિક માર્ગ તો રિલેટિવ જ્ઞાન છે. અને આ અક્રમ વિજ્ઞાન તો ક્રિયાકારી જ્ઞાન છે. તમે બેઠા હોવ, તોય એ મહીં ક્રિયા કર્યા જ કરે. નથી કરતું ?
પ્રશ્નકર્તા : કરે છે.
દાદાશ્રી : ચેતવે છે કે નથી ચેતવતું ? પ્રશ્નકર્તા : ચેતવે છે.
દાદાશ્રી : આ તો ક્રિયાકારી જ્ઞાન છે. આ તો અક્રમ વિજ્ઞાન છે અને આ નિમિત્ત જ જુદી જાતનું છે. બહુ ફેરફાર થયા એ બધું જુઓને, આ બધાં ફેરફાર થયાને ?
પ્રશ્નકર્તા : દાદાની દુઆથી છેલ્લી ઘડીવાળાનેય બળ આવી જાય છે. એટલે સારો ફેરફાર થઈ જાય છે, એ શાથી એમ ?
દાદાશ્રી : હા. બધું બદલાઈ જાય છે. આ વિજ્ઞાન જ એવું. વિજ્ઞાનનું બળ એવું છે. બધા અંધારામાં ઠોકરો ખાતા ખાતા ચાલતા'તા અને કો'કે ટોર્ચ લાઈટ ધરી તે બધાયને ઠોકર વાગતી બંધ થઈ ગઈ. એવું આ વિજ્ઞાન છે. અને ફાનસ ધરીએ તો કો'ક બે-ત્રણ જણને ઠોકર ના વાગે ને બીજા બધાને વાગે.
પટંતર પમાડનારતે સર્વસ્વ સમર્પણ ! પ્રશ્નકર્તા : આ આજ્ઞાઓ આપે જે આપી, આ જાગૃતિ જે આપે કરાવી, એમાં બ્રહ્માંડના ભાવો સમાયેલા છે. હવે એથી આગળ કશું કહેવાનું રહેતું નથી.
દાદાશ્રી : તમામ શાસ્ત્રો, બધા આગમો, આમાં આવી ગયા ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ !
પ્રશ્નકર્તા: આ અમારા દિલમાં જે લાગ્યું તે આપને કહ્યું સાહેબ, લો !
દાદાશ્રી : જેના થકી આપણે પટંતર પામ્યા, તેને સર્વસ્વ અર્પણ કરવામાં ખચકાટ ના અનુભવવો જોઈએ. સર્વસ્વ અર્પણ કરજો, કહે છે. જેનાથી આપણે પટંતર પામ્યા. શું હતા ને શું થઈ ગયા ! પરંતર જાત્યાંતર કહેવાય.
અમે પાંચ આજ્ઞા આપીએ છીએ, તે આજ્ઞા જેટલી પાળો એટલો